બહુચરાજીમાં છેલ્લા એક વર્ષથી રેલવે વ્યવહાર ઠપ, જાણો શું છે કારણ

શક્તિપીઠ બહુચરાજીમાં છેલ્લા એક વર્ષથી રેલવે વ્યવહાર બંધ કરાયો, એક વર્ષ અગાઉ બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું કહી રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

બહુચરાજીમાં છેલ્લા એક વર્ષથી રેલવે વ્યવહાર ઠપ, જાણો શું છે કારણ

તેજસ દવે/ બહુચરાજી: શક્તિપીઠ બહુચરાજીમાં છેલ્લા એક વર્ષથી રેલવે વ્યવહાર બંધ કરાયો, એક વર્ષ અગાઉ બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું કહી રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શક્તિપીઠ બહુચરાજીમાં ગાયકવાડ સરકાર વખતથી આજ સુધી રેલવે મીટરગેજમાં ચાલતી હતી. પરંતુ આ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું આયોજન કરવામાં તો આવ્યું પરંતુ એક વર્ષ જેટલો સમય થવા છતાં હજુ સુધી કોઈ પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. આમ રેલવે દ્વારા બ્રોડગેજની પ્રક્રિયા એટલે કે કામગીરી હજુસુધી શરૂ ન થતા સ્થાનિકો, વહેપારીઓ સાથે યાત્રિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Rail-Bahuchraji-2
 
એક વર્ષથી રેલવે બંધ થવાથી રેલ્વેને પણ મોટુ નુકશાન
બહુચરાજીએ ઉત્તરગુજરાત સાથે દેશભરમાં શક્તિપીઠ પ્રચલિત છે. ત્યારે ગુજરાતભર માંથી મોટી સંખ્યામાં યાત્રિકોમાં બહુચરના દર્શન કરવા માટે પધારતા હોય છે. યાત્રિકોને બસ સેવા કરતા રેલવેની મુસ્ફ્રી સસ્તી પડતી હોવાથી અહીં રેલવે વિભાગને તગડી કમાણી પણ થતી આવી છે. આથી રેલવે વિભાગ દ્વારા શક્તિપીઠ બહુચરાજી માટે દર પૂનમના દિવશે એક્સ્ટ્રા ટ્રેન પણ દોડાવની કામગીરી પણ કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી મીટર ગેજ માંથી બ્રોડગેજ લાઈન બદલવાનો નિર્ણય કરી રેલવે વ્યવહાર બંધ કરાયો હતો. જે એક વર્ષ થવા છતાં હજુ સુધી સર્વે જેવી કામગીરી પણ હાથ ધરવામાં આવી નથી.

Rail-Bahuchraji-3

મુસાફરોને મોટી સંખ્યામાં પડી રહી છે હાલકી
એક વર્ષથી રેલવે વ્યવહાર ખોરવાતા રેલવેને મોટું નુકશાન પણ થવા પામ્યું છે. તેમજ યાત્રિકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બહુચરાજી એક સુપ્રસિદ્ધ શક્તિપીઠ છે. સાથે સાથે બહુચરાજી આજુબાજુ મારુતિ તેમજ હોન્ડા જેવા જાયન્ટ મેનુફેક્ચરીગ પ્લાન્ટ હોવાથી આ કંપનીમાં સર્વિસ કરતા કર્મચારીઓ બુકીંગ અહીંથી કરાવે છે પણ રેલવેમાં બેસવા મહેસાણા અથવા અમદાવાદ જવું પડે છે. તેમજ માતાજીના દર્શન માટે દુરદુરથી આવતા શ્રદ્ધાળુઓ પણ રેલવેની ઢીલી નીતિનો ભોગ બની મુશ્કેલીનો સામનો કરી મોંઘી મુસાફરી કરવા મજબુર બન્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news