બહુચરાજી

મહેસાણા: બહુચરાજી પાસે પ્રાઈવેટ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી

બહુચરાજી પાસે એક પ્રાઈવેટ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. પાર્ક નોન વુવાન નામની કંપનીમાં આગ લાગી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. 

Apr 25, 2020, 10:52 PM IST
corona virus important update about mehsana bahucharaji temple PT4M53S

કોરોના: ચૈત્રી નવરાત્રી દરમિયાન ખુલ્લુ રહેશે બહુચરાજીનું મંદિર

કોરોના વાયરસના પગલે યાત્રાધામ બહુચરાજીમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મંદિર ચાલુ રહેશે. પરંતુ આ વર્ષે સાવચેતીના ભાગરૂપે મેળાનું રૂપ નહીં અપાય. મહેસાણા જિલ્લા કલેક્ટરે આ મહત્વનો નિર્ણય લીધો છે.

Mar 19, 2020, 12:00 PM IST
Leopard Fear In Sapavada Village Of Becharaji PT3M9S

બહુચરાજીના સાપાવાડા પાસે દીપડાની દહેશત

બહુચરાજીના સાપાવાડામાં દીપડો દેખાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. નદીની કોતરમાં દીપડો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ત્યારે નજરે જોનાર ખેડૂતે દીપડો જોયાની પુષ્ટિ કરી હતી. દીપડાના લોહીવાળા મોઢાથી આજુબાજુમાં મારણ કર્યું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વનવિભાગની ટિમ સ્થળ પર પહોંચી હતી. વનવિભાગ દ્વારા પાંજરા મંગાવવાની કામગીરી હાથ ધરી હતી. દીપડા હોવાની આશંકાને લઈ આસપાસના ગામમાં ભયનો માહોલ ફેલાયો છે.

Jan 27, 2020, 06:40 PM IST
Becharaji MLA Bharatji Thakor Wrote A Letter To Lokayukta PT3M52S

બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે લોકાયુક્તને લખ્યો પત્ર

બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે ગાંધીનગર લોકાયુક્તને પત્ર લખ્યો હતો. આ પત્રમાં બહુચરાજી તાલુકાની નર્મદા કેનલોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરી હતી. માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારને કારણે તૂટી જતા પાણી છોડતું નથી. કેનાલમાં પણ ભ્રષ્ટાચાર થતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

Jan 25, 2020, 08:15 PM IST
pilgrimage falls in this area of North Gujarat including Bahucharaji PT3M27S

યાત્રાધામ બહુચરાજી સહિત ઉત્તરના અનેક વિસ્તારમાં કરા પડ્યા

કમોસમી વરસાદ(Unseasonal Rain) ગુજરાતમાંથી(Gujarat) જાણે કે જવાનું નામ જ લેતો નથી. આ વર્ષે ચોમાસાની સિઝન (Rainy Season) લંબાયા પછી પણ હજુ દર 15-20 દિવસે રાજ્યમાં કોઈ ને કોઈ કારણસર કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાજ્યના ખેડૂતો(Farmer) પણ હેરાન પરેશાન થઈ ગયા છે. ગુરૂવારે પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેડૂતોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. કારણ કે, હાલ ખેડૂતોએ રવિ પાકનું વાવતર કરી દીધું છે અને ખેતરોમાં પાક જમીનમાંથી બહાર આવવા લાગ્યો છે. ખાસ કરીને આ વરસાદના કારણે જીરું, એરંડા, રાયડા અને કપાસના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Dec 12, 2019, 10:00 PM IST

‘300 કરોડનો હાર પહેરી’ ગાર્ડ ઓફ ઓનર સાથે નિકળી બાલા બહુચરની પાલખી યાત્રા

દશેરાના દિવસે બહુચરાજી મંદિરેથી માઁ બાલા બહુચરની અનોખી પાલખી યાત્રા નીકળી હતી. અને આ પાલખી યાત્રાની ખાસિયતએ હોય છે કે, માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. એટલું જ નહિ વર્ષમાં આજના દિવસે જ માતાજીને ગાયકવાડ સમયનો નવલખો હાર પહેરાવવામાં આવે છે. જેની અંદાજીત કિંમત ૩૦૦ કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.

Oct 8, 2019, 11:21 PM IST

Photos : ગુજરાતના આ મંદિરમાં માતાજીનું ત્રિશૂળ દર વર્ષે વધે છે તેવું કહેવાય છે

હાલમાં માતાજીના નોરતા (Navratri 2019) ચાલી રહ્યા છે ત્યારે મોરબી (Morbi) જિલ્લામાં આવતા મંદિરોમાં માટેલ ખોડિયાર માતાજી (Khodiyar Maa) ના મંદિરનું મંદિર બહુ જ ખાસ બની જાય છે. આ મંદિર આતિ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આ મંદિરમાં માતાજી ખોડિયાર સાતેય બહેનો સાથે બિરાજે છે અને માતાજી ભક્તોના દુઃખ દુર કરે છે. મોરબી કે ગુજરાત (Gujarat) માંથી જ નહિ, પરંતુ મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. કેટલાક ભકતો પોતાની મનોકામના પૂરા થવા પર આકરી બાધા પણ માનતા હોય છે. 

Oct 1, 2019, 09:31 AM IST

બહુચરાજી મંદિર : દશેરાએ નવલખો હાર પહેરીને મા બહુચર નગરચર્યાએ નીકળે છે

શક્તિપીઠ બહુચરાજી (Bahucharaji) માં નવરાત્રિ (Navratri 2019) નું ખૂબ વિશેષ મહત્વ સંકળાયેલું છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી બહુચરાજી આવી મા બહુચરના દરબારમાં શિશ ઝુકાવી ધન્યતાની અનુભૂતિ કરે છે. મહેસાણા (Mehsana) જિલ્લાના પવિત્ર શક્તિપીઠ (Shaktipeeth) બહુચરાજીમાં મા બહુચર બિરાજમાન છે. અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા બહુચરના દર્શનાર્થે પધારે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓના સઘળા કસ્ટ મા બહુચર દૂર કરી મનોકામના પણ પૂર્ણ કરે છે. ત્યારે ખાસ કરીને નવરાત્રિમાં શક્તિપીઠ બહુચરાજી ચાચર ચોકનું વિશેષ મહત્વ રહ્યું છે.

Sep 30, 2019, 08:47 AM IST

પાવાગઢ મંદિર : અમાસના દિવસે નિજ મંદિરમાંથી જ્યોત પ્રગટાવીને વતન લઈ જાય છે શ્રદ્ધાળુઓ

શરદ નવરાત્રિ (Navratri 2019) નો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે શક્તિ ઉપાસનાના પર્વ એવા નવરાત્રિમાં શક્તિપીઠ (Shakteepeeth) ના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. ભારતભરમાં વિવિધ સ્થળોએ આવેલ 51 શક્તિપીઠ આવેલે છે. જેમાંથી એક છે પંચમહાલ (Panchmahal) જિલ્લાનું પાવાગઢ મંદિર (Pavagadh Temple). મહાકાળી માતાજી (Mahakali) ના આ યાત્રાધામમાં આષો નવરાત્રિમાં લાખોની સંખ્યામાં ગુજરાત (Gujarat) તેમજ પાડોશી રાજ્યોના માઇભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ વખતે ચોમાસુ હજુ સુધી ચાલુ હોવાથી ભક્તિની સાથે પ્રકૃતિનો પણ આહલાદક સમન્વય પાવાગઢ ખાતે જોવા મળ્યો છે. નવરાત્રિના પર્વ પર જુઓ ગુજરાતના માતાના મંદિરોની વિશેષતા...

Sep 29, 2019, 01:27 PM IST

નવલી નવરાત્રિનો આજથી પ્રારંભ : ગુજરાતના મંદિરોમાં શુભ મુહૂર્તો પર ઘટ સ્થાપના કરાઈ

આજથી નવરાત્રિની શરૂઆત થઈ છે. મા દુર્ગાના આરાધનાના પર્વ શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. નવ દિવસ સુધી નવરાત્રિ રમાશે. ત્યારે ગુજરાતના મંદિરોમાં અનોખો માહોલ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો નવરાત્રિના પહેલા દિવસે જ મંદિરે પૂજા કરવા પહોંચી ગયા છે. જિલ્લામાં મોટા મંદિરોમાં ઘટ સ્થાપના વિધિ રંગેચંગે કરાઈ છે. ત્યારે જોઈએ શું છે ગુજરાતના મંદિરોની સ્થિતિ અને મા ભક્તો વિશે...

Sep 29, 2019, 10:10 AM IST

ઉત્તર ગુજરાતમાં ONGCની એન્ટ્રી બાદ પાકને મોટું નુકશાન, ખેડૂતોમાં રોષ

 જિલ્લામાં જ્યારથી પણ ONGCએ ધામા નાખ્યા છે ત્યારથી જિલ્લાના ખેડૂતોની મુસીબતોમાં વધારો થયો છે. ત્યારે ક્યાંક જમીનની ફળદ્રુપતાનો સવાલ ઉભો થયો છે તો ક્યાંક યોગ્ય વળતર ન આપવાનો વિવાદ ચાલતો આવ્યો છે. આવીજ એક છેતર પિંડીની ઘટના મહેસાણાના કરસનપુરામાં સામે આવી છે.

Sep 2, 2019, 11:21 PM IST
Kirit Patel Join BJP In Mehsana PT1M8S

મહેસાણા જિલ્લા કોંગ્રેસને મોટો ફટકો, કિરીટ પટેલ ભાજપમાં જોડાશે

મહેસાણા જિલ્લા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. રાજકીય તેમજ સામાજિક આગેવાન કિરીટ પટેલ ભાજપમાં જોડાવાના છે. કિરીટ પટેલ ગુજરાત પ્રદેશ સરદાર પટેલ યુવા 72 સમાજનાં પ્રમુખ પણ છે કિરીટ પટેલ સાથે 8 થી 10 હજાર કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાશે. 12 એપ્રિલે બહુચરાજીમાં યોજાનાર બીજેપીની સભામાં કેસરીયો ધારણ કરશે. કિરીટ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન સાથે પણ જોડાયેલા છે.

Apr 10, 2019, 11:00 AM IST
In this temple, it is a tradition to donate son's hair tuft PT3M1S

ગુજરાતમાં આ સ્થળે કરાઈ હતી ભગવાન કૃષ્ણની બાબરીની વિધિ

મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિર પરિસરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં માઈ ભક્તો દ્વારા પોતાના કુળ દીપકની માથાની લટ આપવાની પ્રથા છે. જેને ચૌલ ક્રીયા કહેવામાં આવે છે. કહેવાય છે કે, માં બહુચરના મંદિરમાં ભગવાન કૃષ્ણની પણ બાબરી ઉતરવામાં આવી હતી. માથાના વાળ ઉતાર્યા બાદ મંદિર પરિસરને તે વાળમાંથી 7 થી 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય છે.

Feb 13, 2019, 09:55 AM IST

મહેસાણા: ગાડીએ પાછળથી રિક્ષાને મારી ટક્કક, ઘટના સ્થળે જ ચારના મોત

શહેરના વ્યાસ પાલડીથી દેલવાડા રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષાને પાછળથી ગાડીએ ટક્કર મારતા 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માત સર્જાતા મોટી વાહનોની લાઇન લાગતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત ઉદલપુર હાઈવે પર ગમખ્વાર થયો હતો. 

Feb 12, 2019, 08:36 PM IST

બહુચરાજીમાં છેલ્લા એક વર્ષથી રેલવે વ્યવહાર ઠપ, જાણો શું છે કારણ

શક્તિપીઠ બહુચરાજીમાં છેલ્લા એક વર્ષથી રેલવે વ્યવહાર બંધ કરાયો, એક વર્ષ અગાઉ બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું કહી રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Sep 15, 2018, 10:03 AM IST