ભારે વરસાદને કારણે રેલવે સેવાને અસર, જાણો કઈ ટ્રેન રદ્દ કરાઈ, આ રૂટ પર ડ્રાઈવર્ટ કરાઈ ટ્રેન

ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી પણ ભરાયા છે. આ વચ્ચે રેલવે સેવાને પણ અસર થઈ છે. ખાસ કરીને વડોદરામાં પડેલા વરસાદને કારણે કેટલીક ટ્રેન ડ્રાઇવર્ટ કરવામાં આવી છે.

 ભારે વરસાદને કારણે રેલવે સેવાને અસર, જાણો કઈ ટ્રેન રદ્દ કરાઈ, આ રૂટ પર ડ્રાઈવર્ટ કરાઈ ટ્રેન

અમદાવાદઃ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને કારણે રેલવે સેવાને પણ અસર થઈ છે. ખાસ કરીને વડોદરાના બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે. જેના કારણે કુલ ત્રણ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનના રૂટ ડાઈવર્ટ કરવામાં આવી છે. આ સ્થિતિ 26 ઓગસ્ટની છે. તમે પણ જાણો વરસાદને કારણે કઈ-કઈ ટ્રેનને અસર થઈ છે. 

રદ કરાયેલી ટ્રેનો:

 09400 – અમદાવાદ – આણંદ મેમુ ટ્રેન 
 09315 - વડોદરા - અમદાવાદ મેમુ ટ્રેન 
 09274 – અમદાવાદ – આણંદ મેમુ ટ્રેન 

ડાઇવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:

આણંદ - ડાકોર - ગોધરાથી અમદાવાદ - નિઝામુદ્દીન સુપરફાસ્ટ એક્સપ્રેસનો રૂટ બદલાયો

વેરાવળ-જબલપુર એક્સપ્રેસનો રૂટ આણંદ-ડાકોર-ગોધરા બદલાયો. 

ગાંધીધામ - ઈન્દોર શાંતિ એક્સપ્રેસનો રૂટ બદલીને વાયા આણંદ - ડાકોર - ગોધરા.

અમદાવાદ - પટણા સુપરફાસ્ટ એક્સપ્રેસનો રૂટ બદલીને આણંદ - ડાકોર - ગોધર થઈ ગયો.

અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા થઈને ડાયવર્ટ કરવામાં આવી. 

અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ રૂટ આણંદ-ડાકોર-ગોધરાથી બદલાયો

વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસને ગોધરા-ડાકોર-આણંદ થઈને ડાયવર્ટ કરવામાં આવી.

ઓખા - એર્નાકુલમ એક્સપ્રેસ આણંદ - ડાકોર - ગોધરા થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. 

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા-વડોદરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news