રશિયા પર અમેરિકાના 9/11 જેવો હુમલો! 38 માળની ઈમારત પર ડ્રોનથી અટેક

Russia Ukraine War: હાલ બે દેશો વચ્ચે ચાલી રહ્યું છે ભયંકર યુદ્ધ...આ એવા દ્રશ્યો છે જેને દુનિયા 2001માં અમેરિકામાં જોઈ ચૂકી છે... જ્યારે અમેરિકાની શાન સમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9/11ના રોજ સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો હતો...

રશિયા પર અમેરિકાના 9/11 જેવો હુમલો! 38 માળની ઈમારત પર ડ્રોનથી અટેક
  • રશિયા પર 9/11 જેવો હુમલો
  • 38 માળની ઈમારત પર ડ્રોનથી હુમલો
  • અમેરિકાના હુમલાની યાદ અપાવી
  • રશિયાએ યુક્રેનમાં મિસાઈલનો કર્યો મારો
  • શાંતિની વચ્ચે ફરી શરૂ થયું કોલ્ડ વોર
  • ક્યારે રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ શાંત થશે?

Russia Ukraine War: રશિયા અને યુક્રેન યુદ્ધમાં હવે મોટો વળાંક આવી ગયો છે... યુક્રેને પહેલાં રશિયા પર મોટો હુમલો કર્યો... જેના પછી રશિયાએ યુક્રેન પર એક પછી એક એમ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે... રશિયાએ એકસાથે રશિયાના 12 શહેરો પર મિસાઈલથી હુમલો કર્યો...  આ રશિયાનો વીતેલા દિવસોમાં સૌથી મોટો હુમલો છે.... યુક્રેનના લગભગ દરેક શહેરમાં એર સાયરન વાગી રહ્યા છે... ત્યારે હાલ યુક્રેનમાં કેવી સ્થિતિ છે?... જાણો વિગતવાર માહિતી...

હાલ બે દેશો વચ્ચે ચાલી રહ્યું છે ભયંકર યુદ્ધ...આ એવા દ્રશ્યો છે જેને દુનિયા 2001માં અમેરિકામાં જોઈ ચૂકી છે... જ્યારે અમેરિકાની શાન સમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9/11ના રોજ સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો હતો... આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે અમેરિકાના નહીં પરંતુ રશિયાના છે... વ્લાદીમીર પુતિનનું રશિયા... જે યુક્રેનની સાથે છેલ્લાં 3 વર્ષથી યુદ્ધ કરી રહ્યું છે... યુક્રેને રશિયાની ધરતી પર એવું પરાક્મ કરી બતાવ્યું છે જેની દુનિયાને આશા નહોતી... રશિયાના સારાતોવની સૌથી ઉંચી બિલ્ડીંગ પર હુમલો થયો... એકદમ 9/11 હુમલાની જેમ... પરંતુ આ વખતે વિમાનની જગ્યા ડ્રોને લઈ લીધી હતી....

આ હુમલો...
સારાતોવની વોલ્ગા સ્કાય રેસિડેન્શિયલ કોમ્પ્લેક્ષમાં કરવામાં આવ્યો... 
આ બિલ્ડીંગ 38 માળની છે...
તે રશિયાની સૌથી ઉંચી ઈમારત હોવાનું માનવામાં આવે છે...

હુમલા બાદ બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળવા લાગે છે... અને કાટમાળ નીચે પાર્ક કરેલી ગાડીઓ પર પડે છે... ડ્રોન હુમલાના કારણે બિલ્ડીંગના ચાર માળને નુકસાન થયું... યુક્રેનના આ હુમલાએ અમેરિકામાં થયેલા 9/11 હુમલાની યાદ તાજી કરાવી દીધી... 

પોતાની ધરતી પર થયેલા હુમલાથી રશિયા પણ શાંત બેસી રહે તેવું બન્યું નહીં... દુનિયા સારી રીતે જાણે છે કે જ્યારે-જ્યારે પુતિનને ઉશ્કેરવામાં આવ્યા છે ત્યારે-ત્યાર તેમણે ઘાતક પ્રહાર કર્યો છે... યુક્રેનની હરકતને થોડા કલાકો પણ થયા નહોતા કે રશિયાએ તેની રાજધાની કીવને નિશાન બનાવી... કીવમાં એક પછી એક એમ મિસાઈલ હુમલા કરવામાં આવ્યા... 

બંને દેશ વચ્ચે ફરી એકવાર હુમલાનો સિલસિલો શરૂ થયો છે... 23 ઓગસ્ટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ખાસ મુલાકાત કરી હતી... જે દરમિયાન તેમણે યુદ્ધનું સમાધાન વાતચીતથી નીકળી શકે... જોકે તેના માટે બંને દેશોએ શાંતિ વાર્તા કરવી પડશે... પરંતુ ફરી એકવાર બંને દેશ વચ્ચે શરૂ થયેલા હુમલાએ હાલ તો યુદ્ધ સમાપ્ત થવાની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે... 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news