અમદાવાદમાં આગામી 4 દિવસ વરસાદની શક્યતા, રાજ્યમાં 49 ટકા જેટલો વરસાદ

રાજ્યમાં ચોમાસુ જામી ગયું છે. ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડ્યો છે. 

 અમદાવાદમાં આગામી 4 દિવસ વરસાદની શક્યતા, રાજ્યમાં 49 ટકા જેટલો વરસાદ

અમદાવાદઃ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશમ ગુજરાત તરફ આગલ વધશે અને રાજ્યમાં આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી આશરે 49 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 

ગુજરાત પર સર્જાયેલ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન અને મધ્યપ્રદેશ પર સર્જાયેલા વરસાદી સિસ્ટમ નબળી પડી ગઇ છે. જેથી સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર છે કે વરસાદનું જોર ઘટશે. તો બીજીતરફ દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ 25 જુલાઈએ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આગામી 4 દિવસ દરમિયાન સામાન્ય વરસાદ પડી શકે છે. 

અમદાવાદમાં ધમાકેદાર વરસાદ
આકરે અમદાવાદમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. શુક્રવારે બરોપબાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ આપ્યો હતો. ત્યારે અમદાવાદમાં 5 ઇંચ જેટલો વરસાદ થયો છે. શહેરના ગોતા, બોપલ, એસજી હાઇવે, બાપુનગર, ઇશનપુર, ગુરૂકુળ, સેટેલાઇટ, આનંદનગર, શ્યામલ, રામદેવનગર, શિવરંજની, નરોડા, કાપુરુર, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news