મૌલાના મદ્રેસાને નામે પૈસા ઉઘરાવી લાવતા અને પછી તે જ પૈસાથી કરતા એવા કામ કે મુસ્લિમો પણ કહેશે કે...

જિલ્લાની ચિલોડા પોલીસે ત્રણ હથિયાર સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. હાલ તો પોલીસે દેશી બનાવટના ત્રણ તમંચા અને પંદર જેટલા જીવતા કારતૂસ કબજે કરી વધારે તપાસ આદરી છે. તેવામાં આગામી દિવસોમાં હથિયાર આપનાર મૌલાનાનો પણ ગુનાઈત ઈતિહાસ સામે આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કસ્ટડીમાં રહેલા ચારેય આરોપીઓના નામ આસિફ, નવાબ, બાબુ શેખ અને મકસુદ છે. ચિલોડા પોલીસે ચારેય આરોપીઓ પાસેથી ૩ હથિયાર કબજે કર્યા છે.

મૌલાના મદ્રેસાને નામે પૈસા ઉઘરાવી લાવતા અને પછી તે જ પૈસાથી કરતા એવા કામ કે મુસ્લિમો પણ કહેશે કે...

મૌલિક ધામેચા/ગાંધીનગર : જિલ્લાની ચિલોડા પોલીસે ત્રણ હથિયાર સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. હાલ તો પોલીસે દેશી બનાવટના ત્રણ તમંચા અને પંદર જેટલા જીવતા કારતૂસ કબજે કરી વધારે તપાસ આદરી છે. તેવામાં આગામી દિવસોમાં હથિયાર આપનાર મૌલાનાનો પણ ગુનાઈત ઈતિહાસ સામે આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કસ્ટડીમાં રહેલા ચારેય આરોપીઓના નામ આસિફ, નવાબ, બાબુ શેખ અને મકસુદ છે. ચિલોડા પોલીસે ચારેય આરોપીઓ પાસેથી ૩ હથિયાર કબજે કર્યા છે.

જોકે હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને તેનો ઉપયોગ કયા ચોક્કસ ઈરાદાને પાર પાડવા માટે કરવાનો હતો? તે માટે પૂછપરછ કરતા કેટલીક ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં સામે આવ્યું કે, ત્રણ માસ અગાઉ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં એક મૌલાનાએ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મદ્રેસાના નામે રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ પ્રકારે સેંકડો રૂપિયા ઉઘરાવ્યા હતા. આ નાણાનો બિનકાયદેસર કામમાં ઉપયોગ કરવાનાં હોવાનું પણ સામે આવ્યું હતું. 

પકડાયેલ આરોપીઓ...
(1) આસીફ સ/ઓ અખતર અબ્દુલ મજીદ ફકીર(અલબી), રહે.૩૭૬, હાજાપુર ભટૌલ, મુડાખેટા, તા.જી.બુલંદશહેરઉત્તરપ્રદેશ
(2)  નવાબ સઓ મોહમદ સઈદ અબ્દુલ કરીમ ધોબી, રહે.ખવેસત્તાન, ખુર્જાનગર, તા.ખુજાનગર, થાના,ખુજાનગર, જી.બુલંદશહેર ઉત્તરપ્રદેશ
(3) બાબુ કાસમભાઇ શેખ રહે. અબ્દુલ પાર્ક મસ્તાન મસ્જીદ ફતેવાડી અમદાવાદ
(4) મકસુદ ઉર્ફે ચીની બસીદખાન ભેજ રહે. બુરગામ તબેલાચોક તા.સાણંદ જી. અમદાવાદ

ફરાર આરોપીઓ...
(1) મૌલાના નસરુદમુલ્લા સલીમ
(2) છોટેખાન ઉર્ફે છોટુ બંન્ને રહે, બલંદશહેર ઉત્તરપ્રદેશ

ગુનાહિ ત ઇતિહાસ...
(1) આસીફ સ/ઓ અખતર અબ્દુલ મજીદ ફકીર, ઉત્તરપ્રદેશ વિરુધ્ધમાં ભુજાનગર જી.બુલંદશહેર ઉત્તરપ્રદેશ ખાતે આર્મ્સ એકટ મુજબનો ગુન્હો નોંધાયેલ છે.
(2)  નવાબ સ/ઓ મોહમદ સઈદ અબ્દુલ કરીમ ધોબી, ઘાના ખુજાનગર, જી,બુલંદશહેર ઉત્તરપ્રદેશવાળો લોધી કોલોની પોલીસ સ્ટેશનમાં છેતરપીડીના ગુન્હામાં પકડાયેલ છે.
(3)  બાબુ કાસમભાઇ શેખ જે સને- ૨૦૦૨-૦૩ દરમ્યાન અમદાવાદ શહેર માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે હથિયાર સાથે લુંટના ગુન્હામાં પકડાયેલ છે.
(4) મકસુદ ઉર્ફે ચીની બસીદખાન ભેજો સને-૨૦૨૦ દરમ્યાન બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટના ગુન્હામાં પકડાયેલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news