રાજકોટ પોલીસ કમિશન કાંડના વધુ બે મોટા ખુલાસા થયા; ફરિયાદીઓએ કહ્યું; 'મને ઉપાડીને માર માર્યો અને કોરા ચેક લખાવ્યા'

રાજકોટમાં પોલીસ કમિશનકાંડના વધુ 2 મોટા ખુલાસા થયા છે. જેમાં વધુ બે ફરિયાદી સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચના હવાલા અને વસૂલી કાંડ અંગે ફરિયાદી સામે આવતા ખળભળાટ મચ્યો છે.

રાજકોટ પોલીસ કમિશન કાંડના વધુ બે મોટા ખુલાસા થયા; ફરિયાદીઓએ કહ્યું; 'મને ઉપાડીને માર માર્યો અને કોરા ચેક લખાવ્યા'

ગૌરવ દવે રાજકોટ: CP પર તોડકાંડનો મુદ્દો રાજ્યમાં ચગતો જઈ રહ્યો છે. હાલ આ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે, ત્યારે રાજકોટથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ CP પર તોડકાંડમાં એક પછી એક ફરિયાદી મીડિયા સામે આવી રહી છે. જેમાં આજે એક ફરિયાદમાં ક્રાઈમ બ્રાન્ચે ખોટી રીતે પકડી માર માર્યો હોવાની અને કોરા ચેક લખાવી લીધાનું સામે આવ્યું છે. ફરિયાદીએ જણાવ્યું છે કે મારી પાસેથી 3 લાખ 80 હજાર કોઈ માગતું નથી, છતાં મને ક્રાઈમ બ્રાન્ચે ઉપાડીને લઈ ગઈ હતી, જ્યાં મને માર મારવામાં આવ્યો અને મારી પાસે કોરા ચેક લખાવ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં પોલીસ કમિશનકાંડના વધુ 2 મોટા ખુલાસા થયા છે. જેમાં વધુ બે ફરિયાદી સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચના હવાલા અને વસૂલી કાંડ અંગે ફરિયાદી સામે આવતા ખળભળાટ મચ્યો છે. ટીમબરના વેપારી રાજેન્દ્ર ભાઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદે ઉઠાવી ગયા હતા. જ્યાં ક્રાઈમ બ્રાન્ચે તેની સાથે મારપીટ અને કોરા ચેક લખાવી લીધા હોવાની ફરિયાદ કરી છે.

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જે કાર્યવાહી કોર્ટમાં થઈ શકે એ માટે ક્રાઈમ બ્રાન્ચે હવાલો લીધાનો આરોપ લગાવ્યો છે. બીજા કેસમાં 5 લાખની ઉઘરાણી મામલે પોલીસ સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં અર્જુન શરફી મંડળીમાંથી 5 લાખની લોન લેનાર હિતેશભાઈ પરંભરને પોલીસે ઉઠાવી માર માર્યાની વિગતો સામે આવી છે.

બીજા ફરિયાદીએ પણ પોલીસે માર માર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે અને તેની પાસેથી 5 લાખના 11.5 લાખ પોલીસે માંગ્યા હોવાનું જણાવ્યું છે. બાંધકામના ધંધાર્થીએ મંડળીમાંથી પૈસા લીધાનો હવાલો હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news