કોર્ટનાં પરિસરમાં આવેલી 150 વર્ષ જુની લાઇબ્રેરીનું 2 કરોડનાં ખર્ચે નવીનીકરણ કરાયું

ધારાશાસ્ત્રી અને ધારાશાસ્ત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી ઓફલાઇન અને ઓનલાઇન માધ્યમથી સજ્જ લાઇબ્રેરીનું ચીફ જસ્ટિસ અને કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહે કર્યું ઉદ્ધાટન

Updated By: Nov 13, 2019, 10:21 PM IST
કોર્ટનાં પરિસરમાં આવેલી 150 વર્ષ જુની લાઇબ્રેરીનું 2 કરોડનાં ખર્ચે નવીનીકરણ કરાયું

અમદાવાદ : શહેરની લાલદરવાજા ખાતે આવેલી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ પરિસરમાં આવેલી વર્ષો જૂની લાયબ્રેરીનું કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ચીફ જસ્ટિસ વિક્રમનાથના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ લાયબ્રેરીની ખાસિયત છે કે અંગ્રેજોના સમયથી એટલે કે લગભગ દોઢસો વર્ષ જૂની સીટીએમ district library. આ લાઇબ્રેરીનું નિર્માણ 1869 કરવામાં આવ્યું હતું, જો કે આજે આ લાઇબ્રેરીનું બે કરોડના ખર્ચે નવની કરણ કર્યા બાદ લોકાર્પણ કરાયું હતું. 

દુબઇમાં નોકરી અપાવવાના બહારે 18 લાખનું ફુલેકુ ફેરવ્યું, અનેક મોટા નામ ખુલે તેવી વકી

લાઇબ્રેરીના ઉદ્ધાટન સાથે સાથે અમદાવાદ બાર એસોસિએશન અને સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કાયદા મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ચીફ જસ્ટિસ વિક્રમનાથ તથા અન્ય વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં જે વકીલોએ પોતાની પ્રેક્ટિસના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા આઠ વકીલોનું સન્માન કરાયું હતું. 

25 હજાર કરોડનાં નુકસાન સામે સરકારે ખેડૂતોને 700 કરોડની લોલીપોપ આપી: પરેશ ધાનાણી

ડાયાબિટીસના દર્દીઓ આનંદો, આ ખેડૂતે ઉગાડ્યા એવા ચોખા કે ઇન્સ્યુલીન નહી લેવા પડે

આ લાયબ્રેરીમાંથી વકીલો દરેક કેસના જજમેન્ટ પણ વાંચી શકશે અને દરેક લો સ્ટુડન્ટસને પણ ફાયદાકારક નિવડે તે હેતુથી લાયબ્રેરીનું નવીનીકરણ કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ લાયબ્રેરી ઓનલાઇન અને ઓફલાઇન લાયબ્રેરી છે. અહીં કાયદાને લગતા મોટા ભાગનાં પુસ્તકો તો ઉપલબ્ધ તો રહેશે જ સાથે સાથે ઓનલાઇન માધ્યમથી વિવિધ કેસનાં કેસ પેપર પણ ઉપલબ્ધ થશે. જેથી વકીલો વિવિધ કેસ અને તેમાં થયેલી દલીલો વિવિધ જજ દ્વારા ઉત્તર દરમિયાન કયા તથ્યોને ધ્યાનમાં લેવામાં આવ્યા. કયા પેટા કલમોનો ઉપયોગ કરવામાં આવ્યો, વગેરે જેવા રેફરન્સ પણ ટાંકેલા મળશે.