ફૂગાવાનો દરઃ ઓક્ટોબર મહિનામાં 4.62 ટકા રહી છૂટક મોંઘવારી

સપ્ટેમ્બર મહિનામાં નાગરિકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળી હતી. આ મહિને જથ્થાબંધ મોંઘવારીનો દર 0.33 ટકા રહ્યો હતો, જ્યારે તે ઓગસ્ટમાં 1.08 ટકા હતા. ડુંગળીના ભાવમાં વધારો થવા છતાં પણ સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ ભાવ આધારિત મોંઘવારીનો દર ઘટીને 0.33 ટકા નોંધાયો હતો. 

Yunus Saiyed - | Updated: Nov 13, 2019, 10:23 PM IST
ફૂગાવાનો દરઃ ઓક્ટોબર મહિનામાં 4.62 ટકા રહી છૂટક મોંઘવારી
પ્રતિકાત્મક તસવીર.

નવી દિલ્હીઃ ઓક્ટોબર મહિનામાં સામાન્ય નાગરિકોને મોંઘવારીમાંથી રાહત મળી નથી. છુટક મોંઘવારી ઓક્ટોબર મહિનામાં વધીને 4.62 ટકા થઈ ગઈ, જે સપ્ટેમ્બર મહિનામાં 3.99 ટકા હતી. માસ અને માછલી, શાકભાજી તથા દાળોના દાવોમાં વધારો થવાના કારણે ઓગસ્ટ મહિનામાં છૂટક છૂટક મોંઘવારી સાધારણ વધીને 3.21 ટકા હતી, જે 10 મહિનાનું સર્વોચ્ચ સ્તર હતું. 

સપ્ટેમ્બર મહિનામાં નાગરિકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળી હતી. આ મહિને જથ્થાબંધ મોંઘવારીનો દર 0.33 ટકા રહ્યો હતો, જ્યારે તે ઓગસ્ટમાં 1.08 ટકા હતા. ડુંગળીના ભાવમાં વધારો થવા છતાં પણ સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ ભાવ આધારિત મોંઘવારીનો દર ઘટીને 0.33 ટકા નોંધાયો હતો. 

નીતા અંબાણી અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમના બોર્ડમાં સભ્ય બન્યા, 150 વર્ષમાં પ્રથમ ભારતીય

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા અનુસાર સપ્ટેમ્બર, 2018ની સરખામણીએ સપ્ટેમ્બર, 2019માં જથ્થાબંધ મોંઘવારીનો દર 0.33 ટકા રહ્યો છે. સપ્ટેમ્બર, 2018માં આ આંકડો 5.22 ટકા હતો. જુલાઈ, 2019માં જથ્ધાબંધ મોંઘવારીનો દર 1.08 ટકા નોંધાયો હતો. 

ચાલુ નાણાકિય વર્ષમાં અત્યાર સુધી બિલ્ડ અપ મોંઘવારીનો દર 1.17 ટકા રહ્યો છે, જ્યારે અગાઉના નાણાકિય વર્ષમાં આ જ સમયગાળામાં આ આંકડો 3.96 ટકા હતો. 

સુપ્રીમની બંધારણીય બેન્ચનો નિર્ણયઃ ચીફ જસ્ટિસની ઓફિસ હવે માહિતી અધિકાર(RTI)ના કાયદા હેઠળ

આંકડા અનુસાર છેલ્લા 6 મહિનામાં ડુંગળીના ભાવોમાં અસામાન્ય 122.40 ટકા તેજી આવી છે. જેનાથી વિરુદ્ધ ક્રૂડ ઓઈલમાં 21.41 ટકા, રાંધણ ગેસ 27.51 ટકા અને બટાટામાં 22.50 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

જુઓ LIVE TV...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....