દુબઇમાં નોકરી અપાવવાના બહારે 18 લાખનું ફુલેકુ ફેરવ્યું, અનેક મોટા નામ ખુલે તેવી વકી

કબૂતરબાજીના નામે છેતરપિંડી કરતા દંપતિ સહિત 3 આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. જોકે આ ગુનાનો અન્ય એક આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપી એ ફરિયાદી અને તેના પરિચીતને દુબઈ મોકલવાના બહાને 18 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીની ધરપકડ બાદ આરોપી અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તેની તપાસ હાથ ધરી છે. 

Updated: Nov 13, 2019, 09:24 PM IST
દુબઇમાં નોકરી અપાવવાના બહારે 18 લાખનું ફુલેકુ ફેરવ્યું, અનેક મોટા નામ ખુલે તેવી વકી

ઉદય રંજન/ અમદાવાદ : કબૂતરબાજીના નામે છેતરપિંડી કરતા દંપતિ સહિત 3 આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. જોકે આ ગુનાનો અન્ય એક આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપી એ ફરિયાદી અને તેના પરિચીતને દુબઈ મોકલવાના બહાને 18 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીની ધરપકડ બાદ આરોપી અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તેની તપાસ હાથ ધરી છે. 

ગુજરાતનાં આ વિસ્તારમાં કાશ્મીર જેવી સ્થિતી, બરફ પડવાને કારણે ઠંડક વ્યાપી

ક્રાઈમ બ્રાંચની ગીરફતમા રહેલ આ આરોપી છે તેજશ્રી શર્લી ગિલબર્ટ તથા યોગેશ શાહ અને તેની પત્ની નિના શાહ,  આરોપીને કબુતરબાજીના બહાને છેતરપિંડીના ગુનામા ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે પાંચ મહિના પહેલા અનીલ ભાટીયા નામના યુવકે ફરિયાદ આપી હતી કે શર્લી ગિલબર્ટ અને યોગેશ અને તેની પત્નીએ મળી તેમના દિકરાને દુબઈમા એરપોર્ટ પર નોકરી આપવાનુ કહી, ખોટા દસ્તાવેજ આપી, અને વ્યકિત દિઠ 3 લાખ એમ 6 લોકોના મળીને 18 લાખ ઉધરાવી લઈ નોકરી નહી આપી તથા દુબઈ નહી મોકલી છેતરપીંડી કરી છે. જે અંગેની ક્રાઈમ બ્રાંચ પાંચ મહિનાથી તપાસ કરી રહી હતી, જે તપાસમા ક્રાઈમ બ્રાંચને કેટલાક પુરાવા હાથ લાગતા પાંચ મહિના બાદ ક્રાઈમ બ્રાંચે આરોપી તેજશ્રી શર્લી ગિલબર્ટ, યોગેશ શાહ અને તેની પત્નીને ઝડપી પાડયા છે જોકે આ ગુનાનો અન્ય એક આરોપી હજી પણ ફરાર છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. 

કર્ણાટક પેટાચૂંટણીઃ 15 સીટ પર 5 ડિસેમ્બરે યોજાશે મતદાન, 9ના રોજ પરિણામ

શિવસેનાની માગણીઓ ભાજપ સ્વીકારી શકે એમ નથી- અમિત શાહ
મોડે મોડેથી  પણ ક્રાઈમ બ્રાંચે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરીને ત્રણને ઝડપી પાડયા છે, સાથે જ ક્રાઈમ બ્રાંચ ઈરફાન નામના શખ્સની પણ શોધખોળ કરી રહી છે. જેની સાથે શર્લી નાણાકીય વ્યવહાર કરતી, અને જો મળી આવે તો ભોગ બનનાર છ લોકોના નાણા પરત મળી શકવાની પણ શક્યતા રહેલી છે, સાથે જ પોલીસે દુબઈ એમ્બેસી સાથે સંપર્ક કરી દસ્તાવેજોની પણ ખરાઈ કરાઈ રહી છે. જેથી કેસને મજબુત બનાવી શકાય. ત્યારે સવાલ એ છે કે પોલીસ ફરાર આરોપી ઈરફાનને કયારે અને કેવી રીતે ઝડપી પાડે છે ઉપરાંત આરોપી ઝડપાયા બાદ વધુ શુ હકિકત સામે આવે છે તે જોવુ રહ્યુ.