સત્તાધારની જગ્યાનો વિવાદ ફરી ચર્ચામાં, વિજય ભગત અને ગીતાબેનના શારીરિક પરીક્ષણની માંગ

ગુજરાતમાં ધાર્મિક જગ્યાઓના વિવાદ વધી રહ્યાં છે. ગીરનારના વિવાદ બાદ હવે સત્તાધારનો વિવાદ ચર્ચામાં આવી ગયો છે. ચોટીલાના આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ પત્રકાર પરિષદ યોજી વિજય ભગત સામે ગંભીર આરોપ લગાવ્યા છે.

 સત્તાધારની જગ્યાનો વિવાદ ફરી ચર્ચામાં, વિજય ભગત અને ગીતાબેનના શારીરિક પરીક્ષણની માંગ

રાજકોટઃ સતાધારની જગ્યાના મહંત વિજય ભગત વિવાદમાં આવ્યા છે. ચોટીલાના આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમ નરેન્દ્ર બાપુએ વિજય ભગત સામે ગંભીર આરોપો કર્યા હતા. નરેન્દ્ર બાપુએ આરોપ મુક્તા કહ્યું હતું કે, ત્રણ મહિનાથી સતાધારની જગ્યામાં થયેલા ગોટાળાના પુરાવા એકત્ર કરી રહ્યો હતો. ગીતાબેન ગરબા રમતા હતા ત્યારે વિજય ભગત ઈશારા કરતા હોય તેનો વિડીયો પણ મારી પાસે છે. 

વિજય ભગત મારા પર આક્ષેપ કરે તે કોઈ નવી વાત નથી. વિજય ભગત જીવરાજ બાપુ જીવતા પણ મને હેરાન કરતા જ. સતાધારની જગ્યામાં દરેક કાર્યક્રમમાં ગીતાબેનની હાજરી શા માટે અનિવાર્ય હોઈ છે ? ગીતાબેન અને વિજય ભગત પર અનેક પ્રકારના આરોપો લાગ્યા છે. જો સાચા જ હોઈ તો લિંગ પરીક્ષણ કરાવે. નરેન્દ્ર બાપુનું અને વિજય ભગતનું ભલેને લિંગ પરીક્ષણ કરાવે. ગીતાબેન ભલે સ્ત્રી હોઈ તેનું પણ લિંગ પરીક્ષણ કરાવવામાં આવે તેવી માંગ છે.

તો બીજી તરફ સતાધારની જગ્યામાં ગીતાબેન વિવાદોનું ઘર બન્યા છે. જેમે કારણે જ આખો વિવાદ શરૂ થયો છે. નરેન્દ્ર બાપુએ ગીતાબેન સામે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, ગીતાબેન વિધવા કે ત્યક્તા છે જો ન હોઈ તો પતિ કોણ છે તે જાહેર કરે. નરેન્દ્ર બાપુએ વિજય ભગત અને ગીતાબેન ઉપર અંધશ્રદ્ધા ફેલાવવાનો પણ આરોપ મૂક્તા કહ્યું હતું કે, વિજય ભગતે પગમાં કળું શેનું પહેર્યું છે ? વિજય ભગત એવું કહે છે કે, ગીતાબેન તેની રક્ષા છે તો સતાધાર જગ્યા તમારા માટે શું છે ? મંદિરમાં બિરાજમાન માતાજી તો શું છે ? બીજા વ્યક્તિ દ્વારા કરવામાં આવતી રક્ષાની તમને શું જરૂર છે. તમે તો મહંત છો તો તમારે મહિલા દ્વારા રક્ષા કેમ કરવી પડી રહી છે. વિજય ભગત અને ગીતાબેન દ્વારા મેલું કરવામાં આવતું હોય તો અમારા પર કરે ને. જેમાં કરવું હોય તે મેલું કરી બતાવે અમારા પર.

નરેન્દ્ર બાપુએ આજે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિના થી એવું કહેવામાં આવે છે કે, આ ઘટના પાછળ કોણ છે તે આવે સામે...હું આજે કહું છું કે હા આ ઘટના પાછળ હું જ છું અને પુરાવા એકત્ર કરતો હતો. મારા ઠાકરે પુરાવા આપ્યા છે. ત્રણ મહિના થી હું પુરાવા એકત્ર કરતો હતો. જેમાં વિજય બાપુ એવું કહેતા હતા કે, અમે કોઈ ધંધો કરતા નથી તેવું કહ્યું તેના પુરાવા આપીશ. એટલું જ નહીં આર્થિક લેવડ દેવડના પુરાવા હું આપીશ અને શા માટે ગીતાબેનના જ સતાધારના વિડીયો આવે છે ? તે પણ સવાલો છે. નરેન્દ્ર બાપુએ કહ્યું હતું કે, વિજય ભગતનની નિયમ મુજબની તિલક વિધિ થઈ જ નથી. જેવી રીતે 1 જૂન 2006ના નરેન્દ્ર સોલંકીની તિલક વિધિ જીવરાજ બાપુની ઉપસ્થિતીમાં અપા ગીગાના ઓટલે કરવામાં આવી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને અડધી કેબિનેટની ઉપસ્થિતીમાં મારી તિલક વિધિ કરવામાં આવી હતી. આવી કોઈ વિધિ જ વિજય બાપુની કરવામાં આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news