સાનિયા મિર્ઝાએ બેબી શાવરમાં પહેર્યો એવો ડ્રેસ કે સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

ઉલ્લેખનીય છે કે, સાનિયા અત્યારે ગર્ભાવસ્થામાંથી પસાર થઈ રહી છે અને સંભવતઃ ઓક્ટોબર મહિનામાં બાળકને જન્મ આપશે 

સાનિયા મિર્ઝાએ બેબી શાવરમાં પહેર્યો એવો ડ્રેસ કે સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

નવી દિલ્હીઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાના પ્રથમ બાળકના જન્મ અંગે ઘણી જ ઉત્સાહિત છે. સાનિયાએ જ્યારેથી ગર્ભાવસ્થા અંગેની જાહેરાત કરી છે ત્યારે તે સતત સમાચારમાં છવાયેલી રહે છે. આ વખતે સાનિયા મિર્ઝા પોતાના બેબી શાવરના ડ્રેસ અંગે ચર્ચામાં છવાઈ ગઈ છે. 

વાત એમ છે કે, સાનિયા મિર્ઝાનું બીજું બેબી શાવર ફંક્શન હતું. આ વખતે તેનો પતિ શોએબ મલિક પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. પ્રથમ બેબી શાવરમાં મેચના કારણે શોએબ મલિક હાજર રહી શક્યો ન હતો. સાનિયા મિર્ઝાનો પ્રથમ બેબી શાવર પરંપરાગત શૈલીમાં કરાયો હતો, જેમાં સાનિયા મિર્ઝાએ એનિમલ થીમનો ડ્રેસ પહેર્યો હતો. 

A post shared by @ elitespeople on

આ વખતના બેબી શાવરમાં સાનિયા શોએબની સાથે જોડાઈ હતી, જેનું આયોજન હૈદરાબાદમાં કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજસ્થાની શૈલીનું ભોજન રાખવામાં આવ્યું હતું. આ બેબી શાવરમાં સાનિયા મિર્ઝાએ જે પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો તેના કારણે તે સોશિયલ મીડિયા પર ઘણી જ ટ્રોલ થઈ હતી. યુઝર્સે સાનિયાની ડ્રેસ સેન્સને ઘણી જ ખરાબ બતાવી હતી અને લખ્યું કે, સાનિયા આ ડ્રેસમાં ઘણી જ જાડી દેખાઈ રહી છે. 

સાનિયા મિર્ઝાના બેબી શાવર કાર્યક્રમના ફોટા જેવા સોશિયલ મીડિયા પર આવ્યા તેની સાથે જ પ્રશંસકોએ કોમેન્ટની સાથે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. 

A post shared by FilmyColors Pictures (@filmycolorspictures) on

સાનિયા મિર્ઝાનો ગર્ભાવસ્થાનો અંતિમ સમયગાળો ચાલી રહ્યો છે. આ કારણે તેનું શરીર અત્યંત ભરાવદાર દેખાઈ રહ્યું છે. સાનિયા ફોટામાં ખુબ જ જાડી દેખાતી હોવાના કારણે સોશિયલ મીડિયાના યુઝર્સે સાનિયાની જાડી હોવા અંગેની કોમેન્ટ કરી હતી. 

સાનિયાના આ ફોટા અંગે કેટલાક પ્રશંસકોએ વખાણ કર્યા છે તો કેટલાકે ટીકા કરીને તેને ટ્રોલ કરી છે. 

A post shared by Bloggers style (@bloggers_page1) on

આ બેબી શાવરમાં કેક કટિંગનો કાર્યક્રમ રખાયો હતો, જેના ઉપર 'બેબી મિર્ઝા-મલિક' લખ્યું હતું. 

A post shared by Pakistan Film Industry (@pakistanfilmindustry) on

ઉલ્લેખનીય છે કે, સાનિયા મિર્ઝા ગર્ભાવસ્થાનો ભરપૂર આનંદ માણી રહી છે. તેણે ગર્ભધારણ કર્યા બાદ સૌ પ્રથમ વખત ઈન્સ્ટાગ્રામ પર શોએબ સાથેનો ફોટો શેર કર્યો હતો અને તેની ખુશી જાહેર કરી હતી. 

A post shared by Couple goal (@couple_x_goal) on

સાનિયા અને શોએબ પોતાના આગામી સંતાનની અટક 'મિર્ઝા-મલિક' રાખવા માગે છે. 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા બાદ સાનિયા ઘણી ચર્ચામાં રહી હતી. લગ્નના 8 વર્ષ થઈ ગયા બાદ પણ આ યુગલ સતત ચર્ચામાં છવાયેલું રહ્યું છે. અત્યારે તો આ યુગલ માતા-પિતા બનવાની રાહ જોઈ રહ્યું છે. સાનિયા ઓક્ટોબર મહિનામાં સંતાનને જન્મ આપે તેવી સંભાવના છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news