કેન્દ્રીય ગૃહમંત્રીની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ, અમિત શાહ આ કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે અમિત શાહ સિન્ધુભવન વિસ્તારમાં (Sindhubhavan Area) વૃક્ષારોપણ (Plantation) કરશે

Updated By: Jun 22, 2021, 09:26 AM IST
કેન્દ્રીય ગૃહમંત્રીની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ, અમિત શાહ આ કાર્યક્રમમાં આપશે હાજરી

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે અમિત શાહ સિન્ધુભવન વિસ્તારમાં (Sindhubhavan Area) વૃક્ષારોપણ (Plantation) કરશે. ત્યારે ગાંધીનગર લોકસાભા અંતર્ગત આવતી 4 વિધાનસભામાં કાર્યક્રમ હાજરી આપશે. આ અગાઉ 5 જૂને આયોજિત કાર્યક્રમ રદ થયો હતો. અમદાવાદના સિન્ધુભવન રોડ સ્થિતિ AMC પ્લોટમાં અમિત શાહ રૂબરૂ ઉપસ્થિત રહેશે.

જો કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસીય ગુજરાતના પ્રવાસે (Gujarat Tour) છે. ત્યારે ગઈકાલે અમિત શાહ બોડકદેવ (Bodakdev) વેક્સીનેશન કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ રૂપાલ ખાતે વેક્સીન સેન્ટરની (Rupal Vaccination Center) મુલાકાતે પહોંચ્યા હતા. રસીકરણ સેન્ટર પર જવાનો હેતું લોકોને ગુજરાત સરકાર (Gujarat Government) ના મોટા રસીકરણ અભિયાનનો (Vaccination Campaign) ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

આ પણ વાંચો:- ગુજરાતના 125 તાલુકામાં વરસાદ, બનાસકાંઠા અને ભાવનગરના 7 રસ્તા થયા બંધ

રૂપાલ વેક્સીનેશન સેન્ટર (Rupal Vaccination Center) ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા અને રૂપાલ ખાતે આવેલા વરદાયિની માતા મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ (DyCM Nitin Patel) અને ગૃહ મંત્રી અમિત શાહ એક ગાડીમાં ગાંધીનગર સરકીટ હાઉસ આવી પહોંચ્યા હતા. 

આ પણ વાંચો:- પાટણમાં આવ્યા નવા નીર, ઉપરવાસમાં ભારે વરસાદ બાદ જિલ્લામાં સર્જાયા આહલાદક દ્રશ્યો

જ્યારે સીએમ વીજય રૂપાણી (CM Vijay Rupani) અલગ ગાડીમાં સરકીટ હાઉસ પહોંચ્યા હતા. જો કે, સરકીટ હાઉસના બીજા માળે સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ગૃહ મંત્રી (Home Minister) અમિત શાહ વચ્ચે બંધ બારણે બેઠક (Meeting) યોજાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube