'પાટીદારો અને યહુદીઓના DNA એક સમાન છે, યહુદીઓ 88 લાખ, આપણે સવા કરોડ છીએ, એક થઈ રહીશું તો ધાર્યું કામ કરી શકીશું'
સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયા આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, યહૂદી સમાજ પાસેથી માત્ર પાટીદાર સમાજે નહીં પણ ભારતે શીખવા જેવું છે. પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ.
Trending Photos
ઝી બ્યુરો/આણંદ: અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિતે અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આણંદમાં એક શામ સરદાર સાહેબ કે નામ લોક ડાયરો યોજાયો હતો. સરદાર ધામનાં ઉપક્રમે પાટીદાર સમાજનો કાર્યકમ યોજાયો હતો. જેમાં સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પાટીદારો અને યહુદીઓના DNA એક સમાન છે. યહુદીઓ 88 લાખ છે, આપણે સવા કરોડ છીએ. જો એક થઈને રહીશું તો ધાર્યું કામ કરી શકીશું.
સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયા આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, યહૂદી સમાજ પાસેથી માત્ર પાટીદાર સમાજે નહીં પણ ભારતે શીખવા જેવું છે. પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ. સરદારધામમાં દીકરીઓને લાઠી દાવ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે. યહૂદીઓ મેનેજમેન્ટ દ્વારા દુનિયા પર આર્થિક સામ્રાજ્ય ભોગવે છે. યહૂદીઓ 88 લાખ અને આપણે સવા કરોડ છીએ. યહૂદીઓ અને આપણા DNA મળતા આવે છે.
મહત્વનું છે કે ગગજીભાઈ સુતરિયાએ પાટીદાર સમાજને સંકલ્પ લેવડાવ્યો હતો. બિનજરૂરી ખર્ચાઓ અને રૂઢી રિવાજોમાંથી બચત કરીને યુવા શક્તિમાં દસ વર્ષ રોકાણ કરીશું. નાના મોટાનો ભેદ ભૂલીને અમારા સૌ બંધુ ભગીનીઓને જરૂરિયાતમંદ પરિવારોને ઉપયોગી થશું. તન મન ધનથી સમગ્ર પાટીદાર સમાજની ડિઝાઇનને સ્વીકારીશું.
સરદાર પટેલ એ માત્ર પાટીદારો જ નહીં પણ સમગ્ર સમાજનું ગૌરવ: ભુપેન્દ્રભાઈ પટેલ
સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલન અંગે વાત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે વિશ્વઉમિયાધામ દ્વારા કરાયેલું રાજવી પરિવારોનું સન્માન યુવાનોમાં રાષ્ટ્ર ચેતના જગવવા માટે ઉદ્દીપકનું કામ કરશે. વિશ્વઉમિયાધામ હંમેશા સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર છે. સરદાર પટેલ એ માત્ર પાટીદારો જ નહીં પણ સમગ્ર સમાજનું ગૌરવ છે.
ભારતની આઝાદીના ઈતિહાસમાં પ્રથમવાર રાજવી વારસોનું સન્માન કરાયું: આર.પી.પટેલ
આ સમગ્ર કાર્યક્રમ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભારતની આઝાદીના ઈતિહાસમાં પ્રથમવાર રાજવી પરિવારોનું સન્માન કરાયું છે. સાથો સાથ આ કાર્યક્રમથી સમાજમાં સામાજિક સમરસતાનું એક મૂર્તિમંત ઉદાહરણ પુરુ પડ્યું છે. જ્યારે અમદાવાદના જાસપુરમાં વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચુ ( 504 ફૂટ) જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ હોય ત્યારે સનાતન ધર્મ માટે ગર્વ લેવાની ક્ષણ છે. વિશ્વ ઉમિયાધામ એ પહેલી એવી વૈશ્વિક સંસ્થા છે જેમણે ભારતના રાજવી પરિવારોનું સન્માન કર્યું હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે