પાટનગરના વિકસિત ગામનો ચોંકાવનારો સામાજિક સર્વે, જાણશો તો મોંઢામાંથી નિકળી પડશે ના હોય..!!!
આ સરવે મુજબ, ‘આ ગામમાં હજુ પણ દહેજપ્રથા વ્યાપકપણે પ્રચલિત છે અને જ્ઞાતિની અંદરના જ લગ્નોને પ્રાથમિકતા આપવામાં આવે છે. લગ્ન કરવા લાયક વય 18થી 21 વર્ષની વચ્ચે માનવામાં આવે છે. આ ગામના લગભગ 20% લોકોનું માનવું છે કે, દહેજ આપવાથી તેમની દીકરીના સુખી જીવનની ખાતરી થઈ જાય છે.
Trending Photos
Social Survey: નવગુજરાત ગ્રૂપ ઑફ કૉલેજિસનો હિસ્સો ગણાતી શ્રીમતી એસ. આર. મહેતા આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થીઓએ હાલમાં જ ગાંધીનગર જિલ્લામાં આવેલા રાંદેસણ ગામનો એક સામાજિક સરવે હાથ ધર્યો હતો. આ સરવેની કામગીરી હવે પૂરી થઈ ગઈ છે. આ સંસ્થાના સમાજશાસ્ત્ર વિભાગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દર વર્ષે એક ગામનો સરવે હાથ ધરે છે અને તેમના શૈક્ષણિક અભ્યાસક્રમના ભાગરૂપે તેના તારણોને પ્રકાશિત કરે છે.
કલ્પના કરો...! ભારતમાં 50 વર્ષ પછી કેવી દેખાશે AC, AI બતાવી ભવિષ્યની ઝલક
ખૂબ જ કામના છે Gmail ના આ 5 હીડન ફીચર્સ, દરેક યૂઝર્સને હોવી જોઇએ જાણકારી
પાંચ દાયકા જૂની કૉલેજ શ્રીમતી એસ. આર. મહેતા આર્ટ્સ કૉલેજ નવગુજરાત ગ્રૂપ ઑફ કૉલેજિસનો એક હિસ્સો છે અને આર્ટ્સ નાં વિવિધ વિષયોમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે સમર્પિત છે. શ્રીમતી એસ. આર. મહેતા આર્ટ્સ કૉલેજના સમાજશાસ્ત્ર વિભાગના હેડ ડૉ. સીમા બડગુજર અને પ્રોફેસર મસરી વાઢેળ એમ બે પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગના 30 વિદ્યાર્થીઓ આ સરવેમાં સંકળાયા હતાં.
રાંદેસણ એ એક વિકસિત ગામ છે અને તેમાં લગભગ 1782 લોકો વસે છે. આ સરવેને ગુણાત્મક અને માત્રાત્મક એમ બંને પ્રકારના પ્રશ્નોને સમાવતા લેખિત ફૉર્મ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવેના તારણોએ આ ગામમાં વસતાં લોકોના શૈક્ષણિક સ્તર, તેમની જ્ઞાતિ, વ્યવસાય, તેમની સામે રહેલા પડકારો અને ચિંતાઓ તથા ગામના આંતરમાળખાં અંગે ઊંડી સમજણ પૂરી પાડી હતી.
Good News! એપ્રિલમાં પલટાઇ જશે વૃષભ-સિંહ રાશિવાળાઓની કિસ્મત, દરરોજ વધશે બેંક બેલેન્સ
Automatic SUVs: 10 લાખથી સસ્તી 5 બેસ્ટ ઓટોમેટિક એસયૂવી, Tata અને Hyundai જેવા ઓપ્શન
આ સરવેમાં એક સ્પષ્ટ બાબત એ ઉજાગર થઈ હતી કે રાંદેસણ ગામના ફક્ત 20% લોકો જ ગ્રેજ્યુએટ છે. તો બીજી તરફ આ ગામના 60% પરિવારો ફક્ત ધોરણ 8 કે 10 સુધી જ ભણેલા છે. તો બાકીના 20% ગ્રામજનો અશિક્ષિત છે. રાંદેસણ ગામમાં રાઠોડ, દરબાર, ગોહિલ, ઠાકોર, વાઘેલા, રાજપૂત, મકવાણા અને પરમાર સહિતની જ્ઞાતિના લોકો વસે છે. તેમાંથી મોટાભાગના લોકો પ્રાથમિક રીતે પશુપાલન, ખેતી અને મજૂરીના કામ સાથે સંકળાયેલા છે.
આ લોકો અશિક્ષિત કેમ છે, તેની પાછળના કારણો તો સ્પષ્ટ નથી પરંતુ આ સરવેમાં ઉજાગર થયું છે કે, ગામના સમુદાયે હવે કન્યાઓના શિક્ષણને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું છે અને આ ગામના પરિવારો હવે વધુ મુક્તપણે તેમના ઘરની દીકરીઓને આગળ ભણવાની મંજૂરી આપતાં થયાં છે.
કરોડપતિ બનવું હોય તો અપનાવો 15x15x15 ની ફોર્મ્યૂલા, રોજ કરો માત્ર 500 રૂ.નું રોકાણ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદનો પડકાર, આવી હોઇ શકે છે બંને ટીમોની પ્લેઇંગ 11
આ સરવેમાં જણાવવામાં આવ્યું છે કે, આ ગામની 40% કન્યાઓને તેમના ગામના સીમાડાની બહાર આગળ ભણવા જવાની મંજૂરી આપવામાં આવતી નથી, જે કન્યાઓની સામે શિક્ષણ અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રહેલા પડકારોમાંથી એકને સૂચવે છે. સામાજિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ પણ ગ્રામજનો અને ખાસ કરીને ગામની કન્યાઓમાં શિક્ષણના અભાવના સંભવિત કારણોમાંથી એક હોઈ શકે છે.
મોટી સીટવાળા ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટરની લોન્ચ ડેટ આવી નજીક, 999 રૂપિયામાં કરાવો બુક
Neechbhang Rajyog 2024: મીન રાશિમાં બનશે નીચ ભંગ રાજયોગ, થશે તગડો લાભ, આ રાશિઓના બગડશે કામ
આ સરવે મુજબ, ‘આ ગામમાં હજુ પણ દહેજપ્રથા વ્યાપકપણે પ્રચલિત છે અને જ્ઞાતિની અંદરના જ લગ્નોને પ્રાથમિકતા આપવામાં આવે છે. લગ્ન કરવા લાયક વય 18થી 21 વર્ષની વચ્ચે માનવામાં આવે છે. આ ગામના લગભગ 20% લોકોનું માનવું છે કે, દહેજ આપવાથી તેમની દીકરીના સુખી જીવનની ખાતરી થઈ જાય છે.’
જોકે, આંતરમાળખાંની દ્રષ્ટિએ આ ગામે સારી એવી પ્રગતિ કરી છે. આ સરવેમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આ ગામ ગાંધીનગરથી નજીક આવ્યું હોવાથી અહીં રિવરફ્રન્ટના બાંધકામ જેવા ઘણાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યાં છે. વળી, આ ગામમાં પ્રાથમિક શાળા અને આરોગ્ય-કેન્દ્રનું નિર્માણ થવાથી અહીંના નિવાસીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી છે.’
કાળઝાળ ગરમી બોડીને ઠંડુગાર રાખશે આ વસ્તુઓ, આજથી શરૂ કરી દો સેવન મળશે અઢળક ફાયદા
પરીક્ષા વિના 68000 પગારવાળી નોકરી જોઇએ છે? તો ONGC માં તાત્કાલિક કરો અરજી
આ સરવે મુજબ, આ ગામના ઘરોમાં લગાવેલા નળ મારફતે લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને ખૂબ થોડાં લોકો કૂવા અને નદીના પાણી પર નિર્ભર છે. આ ગામના મોટાભાગના પરિવારો સંયુક્ત કુટુંબો છે અને ઘણાં પરિવારોમાં તો ઓછામાં ઓછાં 10 લોકો એક સાથે રહેતાં હોય છે.
તડકામાં કાળી પડી ગયેલી સ્કીનને દૂધ જેવી ગોરી કરી દેશે આ ઘરેલુ ઉપાય, ઉનાળો અપનાવો ખાસ
બેવકૂફ બનશો નહી...સિઝન આવી ગઇ છે શીખી લો તરબૂચ ખરીદવાની ટિપ્સ, મધ જેવું મીઠું નિકળશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે