બંદર ઉપર લગાવાતા સિગ્નલનો શું હોય છે અર્થ? જાણો ક્યારે લગાવાય છે ક્યા નંબરનું સિગ્નલ

આપણે હંમેશા સાંભળતા કે જોતા આવ્યાં છીએકે, આ બંદર પર હવે આ નંબરનું સિગ્નલ લાગ્યું. તો શું તમને ખ્યાલ છે ક્યા નંબરનું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે. અને ક્યા સિગ્નલનો શું અર્થ હોય છે. ખુબ રસપ્રદ છે આ માહિતી.

Updated By: May 17, 2021, 11:48 AM IST
બંદર ઉપર લગાવાતા સિગ્નલનો શું હોય છે અર્થ? જાણો ક્યારે લગાવાય છે ક્યા નંબરનું સિગ્નલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણે હંમેશા સાંભળતા કે જોતા આવ્યાં છીએકે, આ બંદર પર હવે આ નંબરનું સિગ્નલ લાગ્યું. તો શું તમને ખ્યાલ છે ક્યા નંબરનું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે. અને ક્યા સિગ્નલનો શું અર્થ હોય છે. ખુબ રસપ્રદ છે આ માહિતી. હાલ ગુજરાત પર વિશાશક વાવાઝોડા તૌકતેનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિમાં દરિયા પર બદલાતી પરિસ્થિતિ મુજબ અલગ અલગ સિગ્નલ લગાવીને સુચના આપવામાં આવી રહી છે. ત્યારે સિગ્નલનો શું અર્થ હોય છે એ પણ જાણી લઈએ.

કુલ 1 થી 12 નંબર સુધીના હોય છે સિગ્નલઃ
દરિયામાંથી આવતા વાવાઝોડા કે પછી દરિયાકાંઠે ફુંકાતા ભારે પવનને લઈને બંદર ઉપર 1થી 12 નંબરના સિગ્નલ લગાવવામાં આવે છે. જેના આધારે દરિયામા રહેલી બોટ, સ્ટીમર, જહાજના ચાલકને એ ખબર પડે કે દરિયો કેટલો ગાંડોતુર બનશે. આ સિગ્નલને કારણે દરેક લોકો સમજી શકે છેકે, હવે આગામી પરિસ્થિતિ શું થઈ શકે છે. ખાસ કરીને આ દરિયાઈ કામકાજ અને દરિયાઈ પરિવહન માટેની એક લાઈન લેગ્વેજ છે. એને જ સિગ્નલ કહેવામાં આવે છે. જેમ જેમ સિગ્નલમાં અંક વધતો જાય તેમ તેમ વાવાઝોડાની તિવ્રતામાં વધારો હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

મોટાભાગે 11 નંબર સુધીના જ સિગ્નલ ભારતમાં લગાવાય છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવાય છે. 1946મા પવનની ગતીને ધ્યાને લઈને કુલ 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરાયુ હતું. પરંતુ મોટે ભાગે ભય સુચક સિગ્નલનો વપરાશ 12 નંબર સુધીનો જ કરાતો હોય છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો વપરાશ કરવામાં આવે છે.

કચ્છમાં દરિયાકાંઠા નજીકના 100 થી વધુ ગામોમાં 18 હજારથી વધુ લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ

કયા નંબરના સિગ્નલનો શું છે અર્થ? ક્યારે લગાવાય છે ક્યું સિગ્નલ?
સિગ્નલ નંબર-01
જ્યારે પવનની ગતિ એકથી પાંચ કિલોમીટરની હોય ત્યારે એક નંબરનું સિગ્નલ લગાવાય છે. બહુ ગંભીર નથી હોતો પવન.

સિગ્નલ નંબર-02
પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-03
આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય.

સિગ્નલ નંબર-04
ચાર નંબરનુ સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હોય ત્યારે લગાવાય છે.

સિગ્નલ નંબર-05
બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે.

સિગ્નલ નંબર-06
જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-07
જ્યારે વહેતા પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

સિગ્નલ નંબર-08
દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-09
જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-10
જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર -11
સમુદ્રમાં ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-12
જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube