થોડીક મિનીટો માટે દેખાયેલ સૂર્યગ્રહણનો ગુજરાતીઓએ લીધો લ્હાવો
હાલ અડધો દેશ સૂર્યગ્રહણ (Solar Eclipse 2019) નો નજારો માણી રહ્યો છે. સૂર્યગ્રહણની શરૂઆત સવારે 8.05 કલાકે થઈ હતી, જેના બાદ સવારે 9.22 કલાકે સૂર્ય અમાસના ચંદ્ર દ્વારા 75 ટકાથી પણ વધુ ઢંકાઈ ગયો હતો. 2019ના આ અંતિમ કંકણાકૃતિ (ખંડગ્રાસ) સૂર્યગ્રહણનો લ્હાવો લોકો લઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતીઓ નસીબદાર છે કે, 2019નું છેલ્લું સૂર્યગ્રહણ ગુજરાતમાં થોડીક મિનીટો માટે જ જોવા મળ્યું છે. ત્યારે ગુજરાતભરમાં ઠેકઠેકાણે સૂર્યગ્રહણને નિહાળવાના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ લોકોને સૂર્યગ્રહણ મામલે પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ પણ દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો.
Trending Photos
અમદાવાદ :હાલ અડધો દેશ સૂર્યગ્રહણ (Solar Eclipse 2019) નો નજારો માણી રહ્યો છે. સૂર્યગ્રહણની શરૂઆત સવારે 8.05 કલાકે થઈ હતી, જેના બાદ સવારે 9.22 કલાકે સૂર્ય અમાસના ચંદ્ર દ્વારા 75 ટકાથી પણ વધુ ઢંકાઈ ગયો હતો. 2019ના આ અંતિમ કંકણાકૃતિ (ખંડગ્રાસ) સૂર્યગ્રહણનો લ્હાવો લોકો લઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતીઓ નસીબદાર છે કે, 2019નું છેલ્લું સૂર્યગ્રહણ ગુજરાતમાં થોડીક મિનીટો માટે જ જોવા મળ્યું છે. ત્યારે ગુજરાતભરમાં ઠેકઠેકાણે સૂર્યગ્રહણને નિહાળવાના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ લોકોને સૂર્યગ્રહણ મામલે પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ પણ દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો.
ગુજરાતના અનેક મંદિરો આજે બંધ
2019ના વર્ષનું સૂર્યગ્રહણ આજે ભારતમાં દેખાઈ રહ્યું છે, ત્યારે ગુજરાતના તમામ મોટાભાગના મંદિરો બપોર સુધી બંધ રાખવામાં આવ્યા છે. અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ડાકોર મંદિર, શામળાજી મંદિર, બહુચરાજી મંદિર જેવા પ્રખ્યાત મંદિરો બપોર સુધી બંધ રાખવામાં આવ્યા છે. તો આ સિવાય નાના મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા છે. આ કારણે મંદિરમાં દર્શન કરવાના સમયગાળામા બદલાવ કરવામાં આવ્યો છે. મોટાભાગના મંદિરો બપોરે 12.00 કલાક દરમિયાન બંધ રહેવાના છે.
અમદાવાદના સાયન્સ સિટીના સિનિયર સાયન્ટિસ્ટ નરોત્તમ સાહુએ સૂર્યગ્રહણ વિશે કહ્યું કે, સૂર્યગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના છે. વૈજ્ઞાનિકો સૂર્યગ્રહણ દરમિયાન અનેક સંશોધનો કરે છે. સૂર્યગ્રહણ કોઈ અંશ્રદ્ધાનો વિષય નથી. ગુજરાત સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ આ ખગોળીય ઘટના જોઈ શકાય એમાટે ખાસ વ્યવસ્થા કરી છે. અમદાવાદ સાયન્સ સિટીમાં પણ સૌથી મોટી વ્યવસ્થા કરવામાં આવી છે.
અંધશ્રદ્ધા દૂર કરાઈ
ગ્રહણ દરમિયાન કંઈ ખાઈ-પી ન શકાય તેવી અંધશ્રદ્ધાને વડોદરાના ખગોળ શાસ્ત્રી દ્વારા દૂર કરવામાં આવી. વડોદરામાં સૂર્યગ્રહણ દરમિયાન વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યો હતો. ખગોળ શાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતે આ અંધશ્રદ્ધા તોડવા માટે વિદ્યાર્થીઓ સાથે નાસ્તો કર્યો હતો. સમાજમાં સૂર્યગ્રહણ દરમિયાન કઈ ખાવું પીવું ન જોઈએ તેવી માન્યતા છે. ત્યારે સમાજમાં ફેલાયેલ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે સૂર્યગ્રહણ સમયે નાસ્તો ખાવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે