અનોખુ મંદિર...જે સૂર્યગ્રહણ વખતે પણ રહે છે ખુલ્લું, લોકો ખાસ કરે છે પૂજા અર્ચના

આ મંદિરમાં ભક્તો માટે રાહુ કેતુ પૂજા ઉપરાંત અહીં કાલહસ્તીશ્વર સ્વામીની અભિષેકમ પૂજા થાય છે. જેમને જ્યોતિષમાં કોઈ દોષ હોય તેઓ અહીં ગ્રહણ દરમિયાન આવે છે અને રાહુ કેતુ પૂજા બાદ ભગવાન શિવ અને દેવી જ્ઞાનપ્રસૂનઅંબા (માતા પાર્વતી)ની પણ પૂજા કરે છે. 

અનોખુ મંદિર...જે સૂર્યગ્રહણ વખતે પણ રહે છે ખુલ્લું, લોકો ખાસ કરે છે પૂજા અર્ચના

તિરુપતિ: સૂર્યગ્રહણ (solar eclipse) દરમિયાન દેશભરમાં જ્યાં મંદિરો (Temple)  બંધ રહે છે  ત્યાં એક મંદિર એવું પણ છે જે સૂર્યગ્રહણ વખતે પણ ખુલ્લુ રહે છે. આંધ્ર પ્રદેશનું પ્રખ્યાત કાલહસ્તી મંદિર સૂર્યગ્રહણ દરમિયાન પણ ખુલ્લુ રહે છે. જ્યારે બાકીના બધા મંદિર 13 કલાક બંધ રહેશે. 

આ મંદિરમાં ભક્તો માટે રાહુ કેતુ પૂજા ઉપરાંત અહીં કાલહસ્તીશ્વર સ્વામીની અભિષેકમ પૂજા થાય છે. જેમને જ્યોતિષમાં કોઈ દોષ હોય તેઓ અહીં ગ્રહણ દરમિયાન આવે છે અને રાહુ કેતુ પૂજા બાદ ભગવાન શિવ અને દેવી જ્ઞાનપ્રસૂનઅંબા (માતા પાર્વતી)ની પણ પૂજા કરે છે. 

સૂર્યગ્રહણ દરમિયાન પણ પૂજા થવા પાછળના અનેક કારણ પૌરાણિક કથાઓમાં છે. હકીકતમાં આ મંદિરમાં સ્થાપિત ભગવાન શિવની મૂર્તિઓમાં તમામ 27 નક્ષત્ર અને 9 રાશિઓ હાજર છે. ભગવાન શિવની મૂર્તિ ધાતુથી બનેલી છે અને સમગ્ર સોલર સિસ્ટમની નિયંત્રિત કરે છે. 

જુઓ LIVE TV

મંદિરના પૂજારી મારુતિ શર્માએ કહ્યું કે હકીકતમાં આ શ્રી કાલહસ્તી મંદિરને રાહુ કેતુ ષષ્ટમ કહે છે. અહીં ભગવાન શિવ અને માતા પાર્વતીની સાથે રાહુ અને કેતુ પણ છે. 

(ઈનપુટ- ડીએમ શેષાગિરી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news