ઉત્તર ગુજરાતમાં બરફવર્ષા અને ગુજરાતમાં પડશે ઠંડી! જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં તાપમાનમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે અને લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. રાજ્યમાં ક્યારે ઠંડી વધશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મહત્વની માહિતી આપી છે.

ઉત્તર ગુજરાતમાં બરફવર્ષા અને ગુજરાતમાં પડશે ઠંડી! જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થતી હોય તેવું લાગી રહ્યું છે.. અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો દિવસેને દિવસે ઘટી રહ્યો છે.. આજના સવારના તાપમાનની વાત કરીએ તો, આજે સૌથી ઓછું ગાંધીનગરનું 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.. ત્યાર બાદ પોરબંદરમાં 14, ડીસામાં 14.3, વડોદરામાં 14.8, રાજકોટમાં 14.9, નલિયા અને અમરેલીમાં 15.2, અમદાવાદમાં 16 અને ભુજમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. ઠંડીની શરૂઆત થતા અમદાવાદમાં તિબેટિયન બજાર ખાતે ગરમ કપડાં સહિતની વસ્તુઓ લેવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે.

રાજ્યમાં ઠંડી અંગે વાત કરતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યુ કે અત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. ત્યાં બરફવર્ષા ચાલુ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે તેની અસર જોવા મળશે અને આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે.

પરેષ ગોસ્વામીએ કહ્યું કે રાજ્યમાં માવઠાની કોઈ સંભાવના નથી. પરંતુ હવે ઠંડીમાં વધારો થતો રહેશે. તેમણે કહ્યું કે દિવસે થોડીક ગરમી જોવા મળી રહી છે તે પણ સોમવારથી ઘટી જશે. એટલે કે હવે લોકોને ગરમીથી સંપૂર્ણ રાહત મળી શકે તેમ છે. પવનની ગતિ અંગે પરેશ ગોસ્વામીએ કહ્યું કે અત્યારે પવનની દિશા અને ગતિ સામાન્ય છે. તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. સોમવારથી તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

પરેશ ગોસ્વામીએ ઠંડીની આગાહી કરતા કહ્યું કે, દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તે પ્રકારનું વાતાવરણ થઈ ગયો છે. હાડ થીજવી દે તેવી ઠંડી 25 નવેમ્બર સુધી આવે તેવી કોઈ સંભાવના જોવા મળતી નથી. 21 નવેમ્બર પછી દિવસનું તાપમાન હજુ નીચું આવશે. પરંતુ કોલ્ડ વેવની સંભાવના નથી. Search Book 25 નવેમ્બર સુધી આકાશમાં વાદળા જોવા મળે તેવી સંભાવના પણ હાલ નથી. આકાશ ચોખ્ખું રહેશે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news