વિદ્યાર્થીઓએ PUBGની બેટલ મેપને ગણાવી ‘માનસિક વિકૃતિ’ અને ‘ત્રાસવાદ’ 

આજના યુવાનો માટે PUBG ગેમ એક વ્યસન થઇ ગયું છે. મોબાઈલમાં ગેમ રમવાની વાત આવે એટલે માતા - પિતા માટે પોતાના બાળકોને રોકવો આજના સમયમાં ખુબ જ મુશ્કેલ બન્યું છે. એવામાં PUBG ગેમ આજના બાળકો અને યુવાનો માટે ઘાતક સાબિત થઇ રહી છે. PUBG ગેમનું વ્યસન બાળકોમાં એટલુ વધી ગયું છે કે સ્કુલ, ટ્યુશન અને કોલેજના ભોગે પણ બાળકો PUBG ગેમના દીવાના બન્યા છે. જેથી શિક્ષણમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. 

વિદ્યાર્થીઓએ PUBGની બેટલ મેપને ગણાવી ‘માનસિક વિકૃતિ’ અને ‘ત્રાસવાદ’ 

અમદાવાદ: આજના યુવાનો માટે PUBG ગેમ એક વ્યસન થઇ ગયું છે. મોબાઈલમાં ગેમ રમવાની વાત આવે એટલે માતા - પિતા માટે પોતાના બાળકોને રોકવો આજના સમયમાં ખુબ જ મુશ્કેલ બન્યું છે. એવામાં PUBG ગેમ આજના બાળકો અને યુવાનો માટે ઘાતક સાબિત થઇ રહી છે. PUBG ગેમનું વ્યસન બાળકોમાં એટલુ વધી ગયું છે કે સ્કુલ, ટ્યુશન અને કોલેજના ભોગે પણ બાળકો PUBG ગેમના દીવાના બન્યા છે. જેથી શિક્ષણમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. 

હાલ હજારોની સંખ્યામાં રાજ્યમાં બાળકો અને યુવાનો એક સાથે પબજી ગેમ રમતા અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. PUBG ગેમના યુવાનો એટલા બધા વ્યસની બની ગયા છે કે વાલીઓએ તેમના બાળકોને આ ગેમથી દુર રાખવા મનોચિકિત્સક પાસે પોતાના બાળકોની સારવાર પણ કરાવવી પડી રહી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાળાના બળાકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રેલીમાં છોટા હાથીમાં બેસીને બેનરો સાથે ગેમનો વિરોધ કરી રહ્યા છે. નડિયાદમાં આવેલી લીટલ કિંગડમ સ્કૂલના બાળકોએ પબ્જી ગેમના કારણે શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણમાં નુકશાન થઇ રહ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા બેનરમાં લખવામાં આવેલા શબ્દો પણ જોરદાર લખવામાં આવ્યા છે. 

બેનરમાં લખવામાં આવેલા વાક્યો 

  • પબ્જી ગેમ કરે શિક્ષણનો નાશ 
  • PUBG ગેમ હેલ્થ બગાડે, માઇન્ડ બગાડે, વર્તન બગાડે, અભ્યાસ બગાડે, ધંધો બગાડે 
  • PUBG ગેમ એટલે ત્રાસવાદ 
  • PUBG ગેમ એટલે માનસિક વિકૃત્રી 

Pub-Ji-2.jpg

નડિયાદની એક શાળા દ્વારા ગેમ રમવાથી થઇ રહેલા નુકશાન પર ભાર મુકવામાં આવ્યો છે. અને લોકોને ગેમથી કેવા પ્રકારનું નુકશાન થાય છે અને શિક્ષણમાં તેની સીધી અસર જોવા મળી રહી તેને લઇને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ગેમ રમનારા લોકોને ત્રાસવાદી પણ કહેવામાં આવ્યા છે. યુવાનો આ ગેમ રમીને માનસિક રીતે વિકૃત પણ થઇ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news