youth

રાવણ દહન કાર્યક્રમ મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ગૃહ રાજ્યમંત્રીએ

ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાવણ દહન મામલે પણ મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં આ વખતે રાહણ દહન કાર્યક્રમ યોજી શકાશે

Oct 13, 2021, 07:36 PM IST

યુવાનોને નશાના ચુંગાલમાંથી મુક્ત કરવા અને પેડલરોને નેસ્તનાબુદ કરવા સરકારનો મક્કમ નિર્ધાર: હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં કેફી અને નશાકારક દ્રવ્યોના વેપારને નાથવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે. રાજ્યના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે

Oct 13, 2021, 07:05 PM IST

માનવતાનું મોત? ગાંધીનગરમાં જોતા જ ગમી જાય એવા દોઢ વર્ષના બાળકને તરછોડી યુવક ફરાર !

હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને ગુજરાતના મોટા ભાગના લોકો રાત્રે મોડે સુધી જાગતા હોય છે તેવામાં મોદી રાત્રે એક એવી ચકચારી ઘટના બની કે જેને સમગ્ર ગુજરાતને વિચારતું કરી દીધું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક યુવક આશરે દોઢ વર્ષના બાળકને મૂકીને ફરાર થઈ જતા ચકચાર મચી છે.

Oct 9, 2021, 02:54 AM IST

Anil Kapoor યંગ રહેવા માટે પીવે છે સાપનું લોહી! અભિનેતાએ પોતે જ કર્યો હતો આ વાતનો ખુલાસો

બોલીવુડમાં સૌથી યંગ અને ફિજિકલી સૌથી ફીટ કોણ છે એવી વાત આવે ત્યારે હંમેશા દરેકના મોંઢે એક જ નામ આવે અને એ છે અનિલ કપૂરનું. પણ શું તમે જાણો છોકે, અનિલ કપૂર આટલો યંગ રહેવા માટે શું કરે છે, જાણીને તમે વિચારમાં પડી જશો.

Sep 16, 2021, 07:56 AM IST

વડોદરાના યુવાને ખાનગી કંપનીની નોકરી છોડી, શરૂ કર્યો ગણેશજીની પ્રતિમા બનાવવાનો બિઝનેસ

વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરનાર દક્ષેશ જાંગીડ નામના યુવાને ખાનગી કંપનીની નોકરી છોડી ગણેશજીની પ્રતિમા બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે

Aug 10, 2021, 03:24 PM IST

ભાવનગરના આ યુવાઓની કામગીરીની UN માં પ્રશંસા, દેશના ટોપ 50 માં થયા સામેલ

દુનિયામાં પ્લાસ્ટિકના ઉપયોગ બાદ તેના નિકાલથી પર્યાવરણ તેમજ પ્રકૃતિને ખુબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ભાવગનરના યુવાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળ બનાવવામાં આવ્યું છે

Aug 3, 2021, 05:54 PM IST

સુરતમાં યુવકે બીજા માળે ચડી મચાવી ભારે ધમાલ, કહ્યું- પગે પડે તો જ શાંત થાઉં, દુનિયાને ભસ્મ કરી નાખીશ

સુરતના (Surat) કાપોદ્રામાં આવેલા RB કોમ્પ્લેક્ષ કમ્પાઉન્ડમાં એક યુવકે બીજા માળે ચડી ભારે ધમાલ મચાવી હતી. બીજી તરફ પોલીસ (Surat Police) અને ફાયર વિભાગને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા

Aug 2, 2021, 04:08 PM IST

Modi Cabinet Expansion: મોદી સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ, જાણો કયા આધાર પર સામેલ થશે નવા ચહેરા

સતત બીજીવાર સત્તામાં આવેલી મોદી સરકારમાં કેબિનેટનો આ પહેલો ફેરબદલ અને વિસ્તરણ હશે. નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં આયોજિત કરાશે. 

Jul 7, 2021, 07:08 AM IST

યુવકે કિડની અને માનસિક તકલીફથી કંટાળીને આત્મહત્યા કરી, અંતિમ વીડિયો VIRAL

જિલ્લામાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. એક યુવકે માનસિક સ્વાસ્થય અને શારીરિક સ્વાસ્થયના કારણે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. જે વાયરલ થઇ રહ્યું છે. યુવકે પોતાને કિડનીની તકલીફ સારી નહી તઇ રહી હોવાનાં કારણે આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. વીડિયોમાં તે સ્પષ્ટ પણે કહી રહ્યો છે કે, હું આત્મહત્યા કરી રહ્યો છું... લવ યૂ ફ્રેન્ડ્સ... લવ યુ મોમ ડેડ. તેમ કહીને કેનાલમાં કુદી પડ્યો હતો. 

Jun 26, 2021, 04:27 PM IST

બોટાદના ખોબા જેવડા ગામમાં યુવક પર અંધાધુંધ ફાયરિંગ, ગોળી આંગળી ચીરી પેટમાં ઘુસી

રાજ્યના બોટાદ જિલ્લામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં તુરખા ગામે મોડી રાત્રે યુવક પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ છોડતા એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જો કે યુવકે પોતાના બચાવમાં હાથ આડો કરતા એખ ગોળી તેની આંગળી ચીરીને પેટમાં ઘુસી ગઇ હતી. ઘાયલ યુવકને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 

Jun 25, 2021, 07:00 PM IST

છુટક મજુરી કરતા વ્યક્તિની વ્યાજખોરોએ બાઇક પણ જપ્ત કરી, યુવકે VIDEO બનાવી આત્મહત્યા કરી

શહેરમાં ફરી એક વખત વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે. દેવું ભરપાઇ નહી થઇ શકવાનાં કારણે એક વ્યાજખોરે બાઇક પડાવીને ધમકીઓ આપતા યુવાને આત્મહત્યા કરી લીધી છે. જો કે આત્મહત્યા કરતા પહેલા તેણે વીડિયો બનાવ્યો હતો. જેમાં તમામ બાબતે ખુલાસો કર્યો હતો. જેથી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. વ્યાજખોરો સામે અનેક વખત પોલીસે લાલ આંખ કરી હોવા છતા પણ વ્યાજખોરો બેખોફ છે. 

Jun 19, 2021, 11:55 PM IST

આવું પણ બને? ભાવનગરમાં છાલ ફેંકવા મુદ્દે યુવક પર છરીથી હૂમલો થતા ચકચાર

શહેરમાં આજે પોલીસ સ્ટેશનમાં એક યુવક દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જો કે ફરિયાદ ખુબ જ વિચિત્ર છે. જેમાં કેરીની છાલ મુદ્દે એક યુવક પર જીવલેણ હુમલો થયાની ફરિયાદ દાખલ છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, એક ખુબ જ સામાન્ય બાબતમાંથી થયેલી માથાકુટ લોહીયાળ બની હતી. ઘટના એટલી ઉગ્ર બની હતી કે, માથાકુટમાંથી મારામારી થઇ અને છેક છરીના ઘા મારી દેવા સુધી વાત પહોંચી હતી. 

Jun 14, 2021, 05:02 PM IST

AHMEDABAD: ઝૂંપડપટ્ટીની આગમાં યુવાનનાં 3 લાખ રોકડા, લાખોના ઘરેણા બળીને ખાખ

શહેરનાં વેજલપુરમાં આવેલી ઝુંપડપટ્ટીમાં આજે સવારે આગ લાગવાની ભીષણ ઘટના બની હતી. જ્યાં અનેક લોકોાં ઘર અને તેમનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. યુવાને આપવીતી જણાવતા કહ્યું કે, મારા હાલમાં જ લગ્ન થયા છે. મારા એકઠા કરેલા ત્રણ લાખ રૂપિયા અને પત્નીના દાગીના આગમાં બળીને ખાખ થયા છે. આ કરૂણ કથની વર્ણવી છે ઝૂંપડામાં રહેતા ઇશ્વરભાઇે ઝુંપડપટ્ટીમાં લાગેલી આગના કારણે બધુ જ તહેસનહેસ થયું છે.આ માત્ર ઇશ્વરભાઇની જ વાત નથી. આ આગમાં અનેક સામાન્ય પરિવારનાં લોકોની મરણમુડી બળીને ખાખ થઇ ચુકી છે. 

May 25, 2021, 10:39 PM IST

RAJKOT: મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે ઇન્જેક્શન નહી મળતા, યુવાને સોનુ સુદની મદદ માંગી

ટેક્નોલોજીના સમયમાં સોશિયલ મીડિયાના ફાયદા અને નુકસાન થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જો કે જ્યારે સરકારી તંત્ર પણ તમારી મદદ ન કરતું હોય તેવામાં સોશિયલ મીડિયા દ્વારા ટોપના લેવલ સુધી પહોંચવા માટે મદદરૂપ થાય છે. કોડીનારના ડોળાસા ગામના એક યુવકે પોતાના ભાઇની સારવાર માટે 19 લાખ રૂપિયા ખર્ચ્યા છતા મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની જરૂરિયા પેદા થયા બાદ બજારમાં ઉપલબ્ધ ન હોવાથી તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી. 

May 22, 2021, 05:21 PM IST

કોરોના કહેર વચ્ચે દારૂ પાર્ટી, આણંદમાં 4 યુવતીઓ સહિત 13 નબીરાઓ ઝડપાયા

દેશભરમાં હાલ કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. તેથી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લાવવા માટે દેશના કેટલાક રાજ્યોમાં લોકડાઉન લગાવાયુ છે. ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુ પણ લાગુ કર્યો છે

May 12, 2021, 08:10 PM IST

યુવાનોની અનોખી પહેલ વેક્સિન લેતા પહેલા કર્યું બ્લડ ડોનેટ, લોકોને કરી અનોખી અપીલ

કોરોના મહામારી શરૂ થઈ ત્યારબાદથી બ્લડ ડોનેટ કરતા લોકોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરે તે માટે સંસ્થાઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી જગ્યાઓ પર કેમ્પો શરૂ કરવામાં આવી રહ્યા છે. થેલેસેમિયા હોય કોઈ મેજર સર્જરી કરાવવાની હોય ત્યારે લોકોને બ્લડની જરૂર પડતી હોય છે. આ બ્લડ સમયાંતરે બ્લડ ડોનેટ કરતા લોકોના માધ્યમથી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવતું હોય છે. 

Apr 28, 2021, 05:55 PM IST

જાપાનમાં મોત સામે ઝઝૂમી રહેલા ગુજરાતી યુવક માટે પરિવારે મદદનો હાથ લંબાવ્યો

મહેસાણાના ભેસાણ ગામના એક પરિવારે જાપાનમાંથી પુત્રને પરત લાવવા માટે મદદની અપીલ કરી છે. જયેશ પટેલ નામનો યુવાન છેલ્લા 7 મહિનાથી જાપાનની એક હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે જયેશને ભારત પરત લાવવા માટે અંદાજે દોઢ કરોડ જેટલો ખર્ચ થવાની સંભાવના છે

Apr 19, 2021, 02:55 PM IST

Bhavnagar માં બે શખ્સોએ યુવાનને જીવતો સળગાવ્યો, 90 ટકા દાઝી જતાં સ્થિતિ ગંભીર

ભાવનગરમાં (Bhavnagar) વધુ એક વ્યાજખોરોના (Usurers) આતંકની ઘટના સામે આવી છે. ભાવનગરના પાલિતાણામાં  વ્યાજના પૈસાની (Money Lending) ઉઘરાણી મામલે બે શખ્સો દ્વારા યુવાનને જીવતો સળગાવવામાં આવ્યો છે

Apr 3, 2021, 04:47 PM IST

Ahmedabad: મકાનમાં ભાગ મુદ્દે યુવકે પોતાના જ સગા ભાઇને છરી મારી દેતા ચકચાર

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મકાનમાં હિસ્સાને વહેંચણી માટે મોટા ભાઇએ નાના ભાઇ સાથે ઝગડો કર્યો હતો. ઝગડો એટલો ઉગ્ર હતો કે નાના ભાઇને પેટમાં છરી મારી દીધી હતી. જેના પગલે તત્કાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બીજી તરફ મોટો ભાઇ તત્કાલ પલાયન થઇ ગયો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસે પાંચ લોકોના હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાંચ લોકોની વિરુદ્ધ તપાસ આદરી છે. 

Feb 27, 2021, 12:05 AM IST

રાજકોટમાં યુવાને રાતોરાત માલદાર બનવા એવું ષડયંત્ર ઘડ્યું કે, પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ

આજનો યુવા વર્ગ મોજ શોખ માટે અવળા રવાડે ચડી જતો હોય છે. જો સંગત બુરી હોય તો તે ચોરી (Robbery) અને લૂંટ જેવી ઘટનાઓને પણ અંજામ આપે છે. પછી ભલે તેના માટે કોઈ પણ પરિણામ ભોગવવાનું આવે, આવી જ એક ઘટના જેતપુર (Jetpur)ના ભીડભંજન રોડ ઉપર બની હતી. લૂંટમાં જે લૂંટાયા હતા તેજ લૂંટારા નીકળ્યા અને લૂંટનું નાટક સામે આવ્યું હતું. થોડા દિવસ પહેલા જેતપુર (Jetpur) તાલુકાના ભીડભંજન રોડ ઉપર એક સ્વીફ્ટ કારને આંતરીને લૂંટ કરવામાં આવી હતી. જેમાં લૂંટારાઓએ સ્વીફ્ટ કાર અને 30 હજાર રોકડા રૂપિયાની લૂંટની ફરિયાદ જેતપુર (Jetpur) તાલુકા પોલીસમાં નોંધી હતી. જેના અનુસાર ઉપલેટાનો મૂળ રહેવાસી એવો 22 વર્ષના નીરવ દિનેશભાઇ ચાવડા રાત્રીના 9 વાગ્યાની આસપાસ તાલુકાના થાણાગાલોળ બાજુથી આવી રહ્યા હતા, તેને જેતપુર (Jetpur)ના ભીડભંજન મહાદેવ મંદિરના રોડ ઉપર 3 અજાણીયા શખ્સોએ હાથ ઉંચો કરીને આંતરી હતી. સ્વીફ્ટ કાર અને 30 હજારની લૂંટ કરી હોવાની ફરિયાદ જાહેર કરી હતી.

Jan 23, 2021, 04:51 PM IST