મારામારી

બેસણાંમાં બબાલ: સુરતમાં કોરોના સંકટ વચ્ચે યોજાયું બેસણું, મારામારીના દ્રશ્યો સાથે Video Viral

સુરતમાં અવારનવાર કોઇને કોઇ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો રહે છે. ત્યારે સુરતમાં આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં બેસણું રાખતા બબાલ થઈ હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે આ ઘટનામાં મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હોવાનું સામે આવ્યું છે.

Jul 10, 2020, 09:26 PM IST

ભરૂચથી વડોદરાના રેડ ઝોનમાં આવેલા શબ્બીરે કોરોના ટેસ્ટ કરાવવાની ના પાડતા ટોળાએ માર માર્યો

વડોદરા (vadodara) ના પાણીગેટ તાઈવાડામાં ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ભરૂચથી આવેલ શબ્બીર નામનો શખ્સ રેડઝોનમાં પ્રવેશતા લોકો રોષે ભરાયા હતા. રમઝાનના રોઝા છોડ્યા બાદ ટોળું ભેગુ થયું હતું. ટોળાંએ કારમાં તોડફોડ કરી હતી. શબ્બીરે કોરોના (Coronavirus) ટેસ્ટ કરાવવાની ના પાડતા ટોળાએ માર માર્યો હતો. બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. 

May 6, 2020, 09:10 AM IST

સુરતમાં ફરી એક વખત કસ્ટોડિયલ ડેથ: પોલીસ સામે લાગ્યા ગંભીર આરોપ

પોલીસ કસ્ટડીમાં ફરી એક વખત યુવાનનું મોત નિપજતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યું છે. મારામારીના કેસમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં લવાયેલા આરોપીનું કસ્ટડીમાં મોત થતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે મૃતક આરોપીને અસ્થામાની સમસ્યા છે. 

Mar 11, 2020, 12:27 PM IST
Blows In Rajpipla Due To Old Animosity PT3M36S

રાજપીપળામાં જૂની અદાવતને કારણે ધીંગાણું

રાજપીપળાના મછી માર્કેટમાં જૂની અદાવતે ધીંગાણું સર્જાયું હતું. રાજપીપળા નવા ફળિયાના યુવાન વિકાસ ભોઈ પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઘાયલ યુવાનને રાજપીપળા સિવિલ હોસ્પિટલ પરથી વધુ સારવાર અર્થે સુરત લઈ જવાયો હતો.

Mar 3, 2020, 05:05 PM IST
Blows Near Bopal In Ahmedabad PT1M27S

અમદાવાદના બોપલ પાસે મારામારી, મહિલાઓને થઈ ઈજા

બોપલ આંબલી પાસે આવેલા મહંમદપુરામાં અંગત અદાવતમાં એક કોમના બે જૂથો વચ્ચે છુટા હાથની મારામારી થઇ હતી... એક જૂથ દ્વારા બીજા જૂથ પર હથોયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો... આ સિવાય ફરિયાદની ગાડીને પણ તોડફોડ કરવામાં આવી હતી..

Feb 25, 2020, 08:45 PM IST
Blows Up With Doctor At G K General Hospital Of Bhuj PT4M34S

ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ડોક્ટર સાથે મારામારી

ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ડોકટર સાથે મારામારી ઘટના સામે આવી છે. દર્દીની સારવાર મુદ્દે બે મહિલા સહિત ચાર લોકો ફરજ પર રહેલા બે ડોકટરો પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

Feb 21, 2020, 06:25 PM IST
Clash Between Two Group Of Maharashtrian Samaj In Bardoli PT2M59S

બારડોલીમાં મહારાષ્ટ્રીયન સમાજના બે જૂથ વચ્ચે મારામારી

બારડોલીના ધામદોડ નાકા નજીક મુકવામાં આવેલી શિવાજીની પ્રતિમા નજીક ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બારડોલી શિવાજી મહારાજની પ્રતિમા નીચે લગાવવામાં આવેલી તખતીના વિવાદ મામલે ત્રણ દિવસથી મહારાષ્ટ્રીયન સમાજના બે જૂથ વચ્ચે અથડામણ જોવા મળી રહી છે. ત્યારે આજરોજ ફરી મહારાષ્ટ્રીયન સમાજના જ બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી.

Feb 20, 2020, 07:25 PM IST
Blows On Car Parking Issues In Surat PT3M35S

સુરતમાં કાર પાર્કિંગને લઇને છૂટા હાથની મારામારી

સુરતના મોટા વરાછા વિસ્તારમાં કાર પાર્કને લઈ છુટ્ટા હાથની મારામારીની ઘટના સામે આવી છે. દુકાનદાર અને કાર માલિક વરચે મારામારી થઇ હતી. અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Jan 30, 2020, 09:00 PM IST

વલસાડમાં બે કાર ટકરાઇ અને પછી થઇ જોવા જેવી...જુઓ વીડિયો

વલસાડના કલ્યાણ બાગ સર્કલ નજીક અજીબ ઘટના બની હતી. બે કાર અકસ્માત થયા બાદ બંને કારમાં સવાર લોકો એકબીજા સાથે બાખડી પડ્યા હતા. ટ્રાફિક પોલીસની હાજરીમાં જ સ્થિતિ વણસી હતી. એટલુ જ નહિ, બંને કારમાં સવાર લોકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી પણ થઈ હતી. આ ઘટના બાદ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના બાદ સ્થાનિકો પણ તેઓને છોડાવવા વચ્ચે પડ્યા હતા. 

Jan 27, 2020, 02:45 PM IST
Two People Blowing On Madhavpur Beach In Porbandar PT3M6S

પોરબંદરના માધવપુર બીચ પર બે શખ્સો વચ્ચે મારામારી

પોરબંદરના માધવપુર બીચ પર બે શખ્સો વચ્ચે બબાલ થઇ હતી. સિંગચાણાનું વેચાણ કરનાર પરપ્રાંતિય શખ્સો વચ્ચે મારામારી થઇ હતી. જેનો આ વીડિયો વાયરલ થયો હતો.

Jan 24, 2020, 06:40 PM IST

‘જાની દુશ્મન’ની જેમ કર્ણાવતી ક્લબમાં મારામારી પર ઉતરી આવી નણંદ-ભાભી, CCTV જોઈને નહિ થાય વિશ્વાસ

ટેકનોલોજી, વૈભવ અને સંપત્તિ વધવાથી શું પરિવારને સુખની પ્રાપ્તિ થાય છે ખરી? અમદાવાદ (Ahmedabad) ની સૌથી પોશ ગણાતા કર્ણાવતી ક્લબ (Karnavati Club)માં ગઈકાલે એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારીની ઘટના બની છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અમદાવાદની ખ્યાતનામ કર્ણાવતી કલબમાં નણંદ અને તેના બાળકોએ ભાભી ઉપર હુમલો કર્યા હોવાની ઘટનાથી સમગ્ર ક્લબમાં ચકચાર મળી છે. 

Jan 24, 2020, 08:26 AM IST
Savdhan Gujarat: Blows Up Between Family In Karnavati Club PT4M35S

સાવધાન ગુજરાતઃ કર્ણાવતી ક્લબમાં પરિવાર વચ્ચે મારામારી

ટેકનોલોજી, વૈભવ અને સંપત્તિ વધવાથી શું પરિવારને સુખની પ્રાપ્તિ થાય છે ખરી?...ના બિલકુલ નહીં....આવું હું એટલે કહું છું કેમકે અમદાવાદના સૌથી પોશ ગણાતા કર્ણાવતી ક્લબમાં આજે એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઈ....આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ...ત્યારે ચાલો સમજીએ આ આખો મામલો જેથી તમને પણ મારી વાત સમજાઈ જશે...

Jan 24, 2020, 12:00 AM IST
Blows Up Between Family In Karnavati Club Of Ahmedabad PT4M41S

અમદાવાદના કર્ણાવતી ક્લબમાં પરિવાર વચ્ચે મારામારી, જુઓ વીડિયો

અમદાવાદના કર્ણાવતી ક્લબમાં પરિવારની મહિલાઓ વચ્ચે મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં નણંદ અને ભણેજે ભાભી પર હુમલો કરતા સરખેજ પોલીસ સ્ટેશનમાં ભાભીએ મારામારી અંગેની ફરિયાદ નોંધાવી છે.

Jan 23, 2020, 09:05 PM IST

મે ભી ''ચોકીદાર'' સાથે ભાજપનાં નેતાની મારામારી, ગુંડાને પણ શરમાવે તેવું વાણી-વર્તન

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પંચમ સોસાયટીમાં ગાર્ડે ગાડી બહાર પાર્ક નહી કરવાનું કહેતા ભાજપનાં નેતા ભડકી ગયા હતા. એક તરફ દેશના વડાપ્રધાન જ્યારે મે ભી ચોકીદાર અભિયાન હેઠળ લોકોનાં હૃદયમાં સ્થાન મજબુત બનાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. તો બીજી તરફ ભાજપનાં નેતાઓ ચોકીદાર સાથે જ ગેરવર્તણુંક કરતા જોવા મળ્યા હતા. પોતાની પદ ગરિમાં અને પ્રતિષ્ઠાનું ભાન ભુલીને ચોકીદાર સાથે કોઇ ગલીનાં ગુંડાની જેમ બાખડવા લાગ્યા હતા ભાજપનાં નેતા.

Jan 18, 2020, 11:34 PM IST
Son Kills Father In Bhavnagar PT9M18S

ભાવનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા, પોલીસે કરી પુત્રની ધરપકડ

ભાવનગરના સિહોરના કનાડ ગામે પિતા પુત્ર વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. સામાન્ય બબાલમાં પિતા પર પુત્રએ જીવલેણ હુમલો કર્યો હતો. હકુભા ગોહિલ પર પુત્ર યુવરાજસિંહએ હુમલો કર્યો હતો. મારામારીમાં હકુભાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હકુભા ગોહિલનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

Jan 15, 2020, 03:45 PM IST

CCTV : માત્ર હજાર રૂપિયાની લેતીદેતીમાં સાડીની દુકાનમાં થઈ મારામારી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં મારામારીનો લાઈવ વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. એમ્બ્રોઇડરી વર્કના રૂપિયાની લેતીદેતી મામલે બે વેપારીઓએ દુકાનદારને ઢોર માર માર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

Dec 30, 2019, 03:14 PM IST
Blows Between BJP President And Vice President In Navsari PT2M24S

નવસારીમાં ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે મારામારી

નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકામા થપ્પડકાંડ થયો છે જેમા પાલિકા પ્રમુખને ભાજપના ઊપપ્રમુખે થપ્પડ મારી દેતા પાલિકામા રાજકારણ ગરમાયુ છે નવસારી નગરપાલિકાના હદ વિસ્તરણમા રાજ્યસરકારે વિજલપોર પાલિકામા મર્જ કરવા માટે મંજુરી માટે બોલાવેલી ખાસ સામાન્ય સભા તોફાની બનતા થપ્પડ કાંડ સર્જાયો છે...

Dec 28, 2019, 03:50 PM IST
Blows About Molestation Of Girl In H K College Of Ahmedabad PT3M45S

અમદાવાદ: યુવતીની છેડતી બાબતે H K કોલેજમાં બબાલ, ઘટના CCTVમાં કેદ

અમદાવાદની HK કોલેજમાં વિદ્યાર્થિનીની છેડતી અને મારામારી બાબતે નવરંગપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

Dec 11, 2019, 12:40 PM IST
Viral Video Of Beating A Love Couple In Dahod PT3M54S

દાહોદમાં પ્રેમી પંખીડાને માર માર્યાનો Video થયો Viral, જુઓ વીડિયો...

દાહોદ નજીક આવેલ બાવકા ગામના મંદિરે પ્રેમી પંખીડાને માર મારતો વીડિયો સામે આવ્યો છે. પ્રેમી પંખીડાને માર મારતા તેમજ ગાડીની તોડ ફોડ કરાઇ હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Dec 1, 2019, 11:15 AM IST