Surat: અઢી વર્ષની બાળકી ગુમ થયા મુદ્દે ફોરેન્સીક ટીમ અંગે પોલીસ દોરોમદાર
Trending Photos
સુરત : શહેરમાં પાંડેસરાના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે અઢી વર્ષની બાળકી ગુમ થઇ ગઇ હોવાના પ્રકરણમાં મૃતદેહ મળી આવ્યા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં તેના પર દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પણ સડી ગયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહને પગલે હત્યાનું ચોક્કસ કારણ સામે ન આવતાં વિશેરા લેબમાં મોકલવામાં આવ્યા છે. જો કે એક અંદાજ અનુસાર બાળકીનું ગળું દબાવી હત્યા કરાઈ હોય શકે છે. દુષ્કર્મ દરમિયાન તેનું મોત થયું હોય શકે છે. જોકે ચોક્કસ કારણ વિશેરાના રિપોર્ટ બાદ જ સામે આવી શકે છે. દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રકારના બનાવો ભવિષ્યમાં બનતા રોકવા માટે તમામ વાલીઓએ સાવચેત રહેવું જરૂરી છે. જેમાં કોઈપણ અજાણી જગ્યાએ કે સોસાયટીમાં બાળકોને એકલા ન છોડવા માટે તેમજ કોઈ અજાણી વ્યકિત દેખાય તો તેના પર પણ નજર રાખવી તેવી પણ સલાહ આપવી જોઇએ. અજાણી વ્યકિત સાથે બાળક ના જાય તે માટે પણ બાળકને જરુરી સમજ આપવી.
ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ ચોંકી ઊઠી હતી. કોહવાયેલ ગયેલી હાલતમાં મળેલા મૃતદેહને વિશેરા લેબમાં મોકલવામાં આવ્યા છે. નરાધમ આરોપીની ધરપકડ કરવા માટે તમામ પ્રકારના સુત્રોને કામે લગાડ્યા છે. અજાણ્યો નરાધમ આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે