અલ્પેશ કથિરીયાને ટ્રાન્સફર વોરંટ દ્વારા સુરત લઈ જવાયો, ક્રાઇમબ્રાંચ કચેરી બહાર પાટીદાર યુવાનોએ કર્યો સૂત્રોચ્ચાર
રાજદ્રોહના કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયાને સુરત લઈ જવામાં આવ્યો હતો.
Trending Photos
સુરતઃ રાજદ્રોહના કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયાને સુરત લઈ જવામાં આવ્યો હતો. અમરોલીમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં ક્રાઇમબ્રાન્ચે ટ્રાન્સફર વોરંટ મેળવીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેને ક્રાઇમબ્રાન્ચ કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો.
અલ્પેશને સુરત લાવવાના સમાચાર મળતા પાટીદાર યુવાનોના ટોળા ક્રાઇમબ્રાન્ચ કચેરી બહાર એકઠા થઈ ગયા હતા. તેમણે અલ્પેશની જેલ મુક્તિની માંગ સાથે જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. ભેગા થયેલા પાટીદાર યુવાનોએ કચેરી બહાર સૂત્રોચ્ચાર કરતા પોલીસે ટોળું વિખેરી નાખ્યું હતું. મંગળવારે ક્રાઇમ બ્રાન્ચ અલ્પેશને સુરત કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગણી કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે