સુરત BRTS માં મહિલા મુસાફરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી, એકબીજાના વાળ ખેંચ્યા

Surat News : સુરતની BRTS બસમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી, તેવામાં આ મહિલાઓ છુટ્ટા હાથની મારામારી કરી હતી. મહિલાઓનું બે ગ્રૂપ ચાલુ બસમાં જ બાખડ્યુ હતુ
 

સુરત BRTS માં મહિલા મુસાફરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી, એકબીજાના વાળ ખેંચ્યા

Surat BRTS Video : સુરત હવે ક્રાઈમ સિટીના રસ્તે નીકળી ગયુ છે. ડાયમંડ નગરી, ટેક્સટાઈલ નગરની ઓળખ હવે ક્રાઈમ સિટીની બની ગઈ છે. સુરતમાં હવે ગુનાખોરીનો રસ્તો સરળ બની ગયો છે. ગુનો આચરવો એ સહજ વાત બની ગઈ છે. ત્યારે સુરતમાં જોખમી રીલ્સ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સુરતમાં BRTS બસમાં મહિલા મુસાફરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ મારામારી એટલી હદે વધી ગઈ, કે મહિલા મુસાફરો ગાળગાળી કરતા પણ અચકાઈ ન હતી.

હાલ જે વીડિયો સામે આવ્યો છે, તેમાં સ્પષ્ટ દેખાય છે કે, બીઆરટીએસ બસમાં મહિલાઓ એકબીજા સાથે મારામારી કરી રહી છે. તો એકબીજાના વાળ પણ ખેંચ્યા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલાઓ એકબીજા સામે ગાળો બોલતા પણ અચકાતી નથી. તો અભદ્ર ટિપ્પણીઓ પણ કરી હતી.

સુરતની BRTS બસમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી, તેવામાં આ મહિલાઓ છુટ્ટા હાથની મારામારી કરી હતી. મહિલાઓનું બે ગ્રૂપ ચાલુ બસમાં જ બાખડ્યુ હતુ. ત્યારે કોઈ મુસાફરે આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 8, 2023

 

ઝઘડાનું કારણ શું હતું 
આ ઘટના વિશે જાણવા મળ્યું કે, બીઆરટીએસ બસની અંદર ચડતી વખતે જગ્યા બાબતે બે મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઉગ્ર ઝઘડો થતાં મારામારી સુધી પહોંચી ગયો હતો. બંને મહિલાનાં જૂથ બસમાં ચડ્યાં પછી આમને સામને થઈ ગયાં હતાં. બંને જૂથની મહિલાઓ બસની અંદર અપશબ્દો બોલવા લાગી હતી. એકબીજાના વાળ ખેંચીને મારામારી કરવા લાગી હતી. જો કે, બસમાં સવાર અન્ય મુસાફરોએ મહિલાઓને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news