સુરતમાં હાઈ પોલિટિકલ 'ડ્રામા' વચ્ચે મોટો ટ્વિસ્ટ, જેનું 'અપહરણ' ગણાવ્યું તે AAPના ઉમેદવારે તો ફોર્મ પરત ખેંચ્યું!
Gujarat Election 2022: આપના ઉમેદવાર કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા ખેંચ્યું છે. ગુજરાતની રાજનીતિમાં આપના ઉમેદવાર કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચે તેવી ચર્ચા ચાલી રહી હતી.
Trending Photos
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે આજે સવારે એક અજીબોગરીબ ઘટના બની. જેમાં સુરત પૂર્વ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા ગઈકાલ રાતે 8 વાગ્યાથી લાપતા થયા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ ગોપાલ ઈટાલિયા, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ ભાજપ પર કંચન જરીવાળા અને તેના પરિવાર પર ધાકધમકી આપી દબાણ કરાયું હોવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હાલ તેનું ઉલ્ટું જોવા મળી રહ્યું છે.
આપના ઉમેદવાર કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા ખેંચ્યું છે. ગુજરાતની રાજનીતિમાં આપના ઉમેદવાર કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચે તેવી ચર્ચા ચાલી રહી હતી. અન્ય રાજકીય પાર્ટીના દબાણમાં આવીને કંચન જરીવાલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચશે તેવી પણ ચર્ચા ચાલી રહી હતી, પરંતુ ઉમેદવારે જાતે આવીને મતદાન પહેલા જ ફોર્મ પરત ખેંચ્યું છે, જેના કારણે સુરતમાં રાજકારણ ગરમાયું છે.
તમને જણાવી દઈએ કે સુરત પૂર્વ બેઠક ઉપર ખરાખરીનો જંગ જામે તેવી પુરેપુરી શક્યતા જોવામાં આવી રહી છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી અસલમ સાયકલવાલા, ભાજપ તરફથી સિટીંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું છે.
AAPનો બીજેપી પર મોટો આક્ષેપ
આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ દ્વારા કંચન જરીવાળા અને તેના પરિવાર પર ધાકધમકી આપવામાં આવી છે અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા સૌ પ્રથમ કંચન જરીવાળાના પરિવારજનો પર દબાણ લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કંચન જરીવાળા પર દબાણ વધતાં તેઓએ ચૂંટણી નહીં લડવા નિર્ણય કર્યો હતો.
કેજરીવાલે વ્યક્ત કરી આશંકા
અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટીના ઉમેદવારનું અપહરણ થવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. અગાઉ ભાજપે તેમનું નામાંકન રદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું નામાંકન સ્વીકારવામાં આવ્યું હતું. બાદમાં તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. શું તેનું અપહરણ કરવામાં આવ્યું છે?
ઈસુદાન ગઢવી દ્વારા ટ્વીટ
ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે કંચન જરીવાલાને ભાજપના લોકો ઉઠાવી લીધા હોવાની શક્યતા છે. કંચન જરીવાલા અને તેનો પરિવાર ગાયબ છે. જોકે, કંચન જરીવાલા ફોર્મ પરત ખેંચતા નાટકીય ડ્રામા સર્જાયો છે.
રાજ્યસભા આપના સાસંદ સંજયસિંઘની પ્રેસ કોન્ફરન્સ
રાજ્યસભા આપના સાસંદ સંજયસિંઘે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કંચન જરીવાલાનો કથીત અપહરણ કરતો વિડિયો જાહેર કરશે. ભાજપની ગુજરાતમાં દયનિય સ્થિતિ હોવાથી લોકશાહીનું ગળુ દબાવી રહી છે. ભાજપે ચુંટણી પહેલા હાર માની લીધી છે, એટલે આવા પ્રયાસો કરે છે. કંચન જરીવાલાને બળ જબરી પુર્વક આરઓ ઓફીસ લઇ જઇ ફોર્મ રદ કરવા પ્રયાસ કર્યો. જેમાં સફળ ન થતાં તેમનુ અપહરણ કર્યુ. ગુજરાતમાં ચુટણી પંચને ભાજપ સીધુ ચેલેન્જ આપતુ હોય એમ દેખાય છે.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપે 27 વર્ષ શુ કર્યુ એ જાહેર કરે ઉમેદવારનુ અપહરણ કેમ કરે છે. તેમના પર ફોર્મ પરત લેવાનુ દબાણ તાત્કાલીક રોકવુ જોઇએ. આપના નેતાઓ મુખ્ય ચુંટણી અધિકારી સાથે મુલાકાત કરી રજુઆત કરાશે. વિડિયો રીલીજ કરી ભાજપના મળતિયા લોકોના ફોટો રજુ કર્યા. રવિ નામના વ્યક્તિ સાથે દાઢી વાળા વ્યક્તિનો ફોટો, રવિનો ગુજરાતના મુખ્યમંત્રી અને પુર્ણેશ મોદી સાથેનો ફોટો રજુ કર્યો. અત્યાર સુધી ભાજપ ધારાસભ્યોનુ અપહરણ કરતી હતી હવે ઉમેદવારોનું અપહરણ કરી રહી છે. ભારતીય ચુટંણી પંચ ઉમેદવારને સુરક્ષા આપે અને તેને ભય મુક્ત વાતાવરણમાં ચુંટણી લડવા દે.
હવે શું બની રહ્યા છે નવા સમીકરણ?
હવે કંચન જરીવાલા ગુમ થયા હોવાના સમાચાર વચ્ચે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતો હવે નવા સમીકરણો બની રહ્યા છે. હવે આ બેઠક પર સીધી લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થશે. AIMIM પાર્ટી દ્વારા મુસ્લિમ ઉમેદવારને ઉભો રાખવામાં આવ્યો છે, જેના કારણે તેમને મત મળે એવી શક્યતા ખૂબ ઓછી છે. હવે કંચન જરીવાલા ચૂંટણીમાં ન ઉતરે તો જ ભાજપ સરળતાથી જીતી શકે તેમ છે. હવે જોવાનું એ રસપ્રદ બનશે કે કંચન જરીવાલા પોતાનો ઉમેદવારી પત્ર પરત ખેંચે છે કે ચૂંટણીમાં ઝંપલાવશે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે