સુરત પોલીસતંત્ર સદંતર નિષ્ફળ, ખંડણી માંગવાની ફેશન, દુષ્કર્મ, હત્યા રોજીદો ક્રમ
Trending Photos
* સુરતમાં વધી રહી છે ખંડણી માંગવાની ઘટના
* પૂર્વ પોલીસકર્મીના પુત્રો સહિત સાત સામે ફરિયાદ
* ચકચારી ગેંગ રેપ કેસનો આરોપી પણ હતો સામેલ
* ક્રાઇમ બ્રાન્ચે કરી બે આરોપીઓની ધરપકડ
તેજસ મોદી/સુરત : ચકચારી ગેંગરેપનો આરોપી લાજપોર જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ સ્ક્રેપના વેપારી પાસે ખંડણી માંગી હતી. એટલું જ નહિ જેલમાં જતા પહેલા ગાજીપરા ગેંગને આ મામલે વાત કરતા ગાજીપરા ગેંગ દ્વારા પણ સ્ક્રેપના વેપારીને ધમકાવ્યા હતા. છેવટે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે, ધમકી આપવામાં સુરતના ચકચારી ગેંગરેપ કેસની આરોપી પોલીસ પુત્ર અને તેનો ભાઈ પણ સામેલ હતો.
સુરત શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચના જાપતામાં ઉભેલા બે આરોપીઓ પૈકીનો એક છે જુનેદ સૈયદ છે, જ્યારે જુનેદનો ભાઈ તારીક સૈયદ હાલ લાજપોર જેલમાં બંધ છે. તારીક સૈયદ સુરતમાં ચકચારિત ચાલતી કારમાં થયેલા ગેંગ રેપ મામલે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. અડાજણ પાટિયા પર રહેતા ફરિયાદી સેફાઉદ્દીન મોતિવાલા સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જેને આ ગેંગે અડાજણ વિસ્તારમાં આવેલી M.K એન કંપનીની ઓફિસમાં બોલાવી ધમકાવ્યો હતો. ખંડણી પેટે રૂ 30 લાખની મંગની કરી હતી, એવું ફરિયાદી દ્વારા ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.
ગાજીપરા ગેંગના વિપુલ ગાજીપરા, અલ્તાફ પટેલ, જુનેદ સૈયદ, તારીક સૈયદ, ઇલયાસ કાપડિયા સહીત 7 સામે ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે 7 પૈકી બે, જુનેદ સૈયદ અને ઈલિયાસ કાપડિયાની ધરપકડ કરી છે. જ્યારે બાકીના આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત પોલીસ કમિશનરે 30 જેટલી ગેંગ પર નજર રાખી છે. જ્યાં કોઈ ગેંગ કોઈ વેપારી કે સામાન્ય ઇસમને ધરાવે-ધમકાવે છે. તો કાયદેસરની ફરિયાદ લેવામાં આવી રહી છે. હાલ સુધીમાં આસિફ બાપ્તિ ગેંગ, લાલુ ઝાલીમ ગેંગ અને અશરફ નાગોરી ગેંગ સામે GUCTOC ની ફરિયાદ નોંધવામાં આવી છે. હવે ચોથી ફરિયાદ GUJCTOC ની ગાજીપરા ગેંગ સામે નોંધાઈ તો નવાઈ નહિ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે