સુરત મહિલા PSI લેડી સિંઘમ ઉપરાંત અત્યંત સ્વેદનશીલ સ્વભાવ ધરાવતા હતા, 5 દિવસથી ડિપ્રેસ હતા
Trending Photos
સુરત: શહેરના ઉધના પોલીસ મથકની પટેલ નગર ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અમિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. સાથે પોલીસ કર્મચારીઓનાં જણાવ્યા અનુસાર અમિતા જોશી ઉધના વિસ્તારમાં લેડી સિંઘમ જેવી છાપ ધરાવતા હતા. જો કે તેઓ સ્વભાવે ખુબ જ સંવેદનશીલ હતા. જો કે છેલ્લા પાંચ વર્ષથી તેઓ ખુબ જ ડિસ્ટર્બ રહેતા હતા. તેમના સ્ટેટસમાં તેઓ ડિપ્રેશનમાં હોવાનું સ્પષ્ટ પણે જોઇ શકાતું હતું.
અમિતા જોશી વર્ષ 2013ની બેચના પીએસઆઇ હતા. ઉધના વિસ્તારમાં તેમની છાપ લેડી સિંઘમ તરીકેની હતી. ગુનેગારો ટપોરીઓ તેમના નામ માત્રથી થથરતા હતા. તેઓ કડક ઓફિસરની ઇમેજ ધરાવતા હતા. જો કે સ્વભાવે અતિસંવેદનશીલ હતા. લોકડાઉનમાં ગરીબોને ભોજન પુરૂ પાડીને તેમણે પોતાના અતિસંવેદનશીલ સ્વભાવનો પરચો આપ્યો હતો.
ગત્ત વર્ષે એક ગરીબ છોકરાની સાયકલ ચોરાઇ ગઇ હતી. છોકરો પિતા સાથે પોલીસ ચોકીમાં ચોરીની અરજી કરવા માટે આવ્યો હતો. સાયકલ ચોરાઇ જતા નાસીપાસ થયેલા આ છોકરાને જોઇ પીએસઆઇ અમિતાનું દિલ દ્રવી ઉઠ્યું હતું. તેમણે પોતાના ખર્ચે છોકરાને સાયકલ અપાવી હતી.
પોલીસ કર્મચારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ દિવસથી ડ્યુટી દરમિયાન તેઓ ખુબ જ નોર્મલ રહેતા હતા. જો કે સ્ટેટસમાં તેઓ ડિપ્રેશનમાં હોય તેવા સ્ટેટસ મુકતા હતા. તેમણે રામલીલા ફિલ્મમાં વાગતા મરસીયાનો વીડિયો મુક્યો હતો. આ ઉપરાંત આગ તો અપને હી લગાતે હૈ, ગૈર તો સિર્ફ હવા દેતે હૈ આ ઉપરાંત જો ગુજર ગયા ઉસે પીછે મુડકર મત દેખો. વરના જો આગે મિલને વાલા હૈ ઉસે ભી ખો દોંગે તેવા સ્ટેટસ મુકતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે