ભારતની ચીન પર હવે 'Education Strike', ચીની વિદ્યાર્થીઓના એજ્યુકેશન વીઝાના નિયમો બન્યા કડક

ભારત-ચીન સીમા (Indo-China Border) વિવાદ બાદ ભારત સરકાર (Indian Government) ચીન વિરૂદ્ધ કડક બની ગઇ છે. ગલવાન ઘાટી (Galwan valley)માં મૃત્યું પામેલા સૈનિકોને કોઇપણ હાલતમાં ભુલી શકતી નથી.

ભારતની ચીન પર હવે 'Education Strike', ચીની વિદ્યાર્થીઓના એજ્યુકેશન વીઝાના નિયમો બન્યા કડક

નવી દિલ્હી: ભારત-ચીન સીમા (Indo-China Border) વિવાદ બાદ ભારત સરકાર (Indian Government) ચીન વિરૂદ્ધ કડક બની ગઇ છે. ગલવાન ઘાટી (Galwan valley)માં મૃત્યું પામેલા સૈનિકોને કોઇપણ હાલતમાં ભુલી શકતી નથી. પહેલાં ભારત સરકારે ચાઇનીઝ એપ્સ (Chinese App)ને બેન કરી પછી હવે ચીની વિદ્યાર્થીઓને લઇને મોટો નિર્ણય કર્યો છે. આખી દુનિયામાંથી અઢી કરોડ વિદેશી દર વર્ષે ભારતની મુલાકાત લે છે. જેમાંથી લગભગ અઢી લાખ ચીની નાગરિક હોય છે. એવા ચીની વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે, જે સ્ટૂડન્ટ વિઝા પર ભારત આવે છે. ગત વર્ષોમાં ભારત્ની 54 યુનિવર્સિટીઓ (54 Universities) અને સંસ્થાઓ સાથે ચીનના 'સ્ટૂડન્ટ એક્સચેંજ પ્રોગ્રામ' (Student Exchange Program) માં કરાર થયો છે. જેમાં બનારસ હિંદુ યુનિવર્સિટી, જવાહર લાલ નહેરૂ યુનિવર્સિટી અને આઇઆઇટી જેવી મુખ્ય સંસ્થાઓ સામેલ છે. પરંતુ હવે કેન્દ્ર સરકાર ચીની વિદ્યાર્થીના એજ્યુકેશન વીઝા પર લગામ કસવાની તૈયારી કરી રહી છે. એટલે કે હવે પાકિસ્તાની વિદ્યાર્થીઓનું ભારતમાં ભણવું મુશ્કેલ હોય છે, ચીની વિદ્યાર્થીઓ માટે એટલું જ મુશ્કેલ બની જશે. 

જોકે વર્ષ 1978થી ચીની સરકાર ચીનના વિદ્યાર્થીઓને પોતાના દેશની સોફ્ટ પાવર વધારવા માટે વિદેશી યુનિવર્સિટીમાં મોકલવા માટે કાર્યક્રમ ચાલી રહ્યા છે. તેને ચીની ભાષામાં Hanban કહેવામાં આવે છે. જેમાં ચીનની ભાષાના વિસ્તાર અને તેની સંસ્કૃતિના ફેલાવા માટે અલગ-અલગ દેશોની યુનિવર્સિટીઓ સાથે કરાર હોય છે, પરંતુ ધીમે-ધીમે ચીનની સામ્યવાદી વિચારધારા અને ચીની સરકારનું વલણ તેને દેશના શિક્ષણ તંત્રમાં વધારતું જાય છે. એટલા માટે 2018માં ઓસ્ટ્રેલિયાએ પોતાના એજ્યુકેશન વીઝા નિયમોને કડક કર્યા હતા, કારણ કે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં ચીની વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જે ધીરે-ધીરે ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થી રાજકારણમાં દરમિયાનગિરી કરવાનું શરૂ કરી ચૂક્યા છે અને યુનિવર્સિટીમાં આંદોલન સુધી કરવા લાગ્યા છે. 

મોટી સંખ્યામાં અમેરિકાના ટ્રમ્પ વહિવટીતંત્રએ પણ ચીન ઉપર સખત વલણ અપનાવતાં ચીનની એવી તમામ યોજનાઓને વિદેશી મિશન ગણવામાં આવે છે, જેથી આવી યોજનાઓ માટે મંજૂરી મળતાં પહેલાં વધુ સખત થઇ ગયું છે. ભારતની સુરક્ષા એજન્સીઓએ કેન્દ્ર સરકારને ચીની વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય રાજકીય પક્ષો, વિદ્યાર્થી રાજકારણ, વૈચારિક થિંક ટેન્ક અને પોલીસી મેકિંગમાં હસ્તક્ષેપ કરવાની વાત કહી હતી. ખાસકરીને જ્યારે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીને લઇને ત્યારબાદ વિદેશી મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયે મળીને તેને રોકવા માટે પગલાં ભરવાની પહેલ કરી છે. 

કોઇએ પણ દેશની સાંસ્કૃતિક મૂળિયા તેની શિક્ષણ વ્યવસ્થ્યામાં હોય છે અને તે રાષ્ટ્રનું ભવિષ્ય તેના વિદ્યાર્થીમાં. જોકે ભારતે ચીની વિદ્યાર્થી પર લગામ કસવા સાથે જ રાષ્ટ્રના ભવિષ્યને સુરક્ષિત રાખવા મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news