સુરતના વેપારીએ બનાવી આ ખાસ મીઠાઈ, એક કિલોનો ભાવ છે 9000 રૂપિયા

મીઠાઈ બનાવનાર દુકાનદારે પોતાની દુકાનના 25 વર્ષ પૂર્ણ થતા સુરતીઓને રક્ષાબંધનમાં કંઇક નવુ આપવાના આશયથી સોનાના વરખવાળી મીઠાઈ બનાવી છે.

 સુરતના વેપારીએ બનાવી આ ખાસ મીઠાઈ, એક કિલોનો ભાવ છે 9000 રૂપિયા

સુરતઃ ખાવાના શોખીન સુરતીલાલાઓ કંઇક નવું કરવાના કારણે દેશભરમાં જાણીતા છે. ત્યારે સુરતમાં મિઠાઇના વેપારીએ નવતર પ્રયોગ કર્યો છે. ખાવાના શોખીનો કંઇક ને કંઈક નવું અને વૈવિધ્યપૂર્ણ શોધતા જ રહે છે. તેમાં સુરતીલાલાઓની વાત આવે તો ત્યાંના ફરસાણથી લઇ મીઠાઈઓમાં જાતજાતની વેરાઇટી જોવા મળતી હોય છે. ત્યારે સોનાના વરખવાળી મિઠાઇએ બજારમાં આવતા ન માત્ર સુરત પરંતુ સમગ્ર રાજ્યના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સોનું કિંમતી હોય છે, તો પછી મીઠાઈ પણ મોંઘી જ રહેવાની, ત્યારે સોનાના વરખવાળી આ મીઠાઈની કિંમત 9000 રૂપિયે કિલો રખાઇ છે. તેવામાં બહેનો પણ પોતાના ભાઇને સોનાના વરખવાળી મીઠાઈ ખવડાવવાના આશયથી આટલી મોંઘી મીઠાઈ ખરીદવાની ઇચ્છા રાખે છે. 

મીઠાઈ બનાવનાર દુકાનદારે પોતાની દુકાનના 25 વર્ષ પૂર્ણ થતા સુરતીઓને રક્ષાબંધનમાં કંઇક નવુ આપવાના આશયથી સોનાના વરખવાળી મીઠાઈ બનાવી છે. દુકાનમાલિકે મિઠાઇમાં શુધ્ધ સોનાનો વરખ ચડાવ્યો છે. ત્યારે સોનાના વરખવાળી મિઠાઇ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે તેવો મત દુકાનના માલિકે દર્શાવ્યો છે.

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મીઠાઇના વેપારીએ બનાવેલી સોનાના વરખવાળી મીઠાઈની કિંમત ચોક્કસ વધારે તો છે જ, પરંતુ જ્યારે તહેવારની વાત આવે ત્યારે વસ્તુની કિંમત કરતાં લાગણી અને તહેવારની ખુશીનું મૂલ્ય વધી જાય છે. ત્યારે ખાવાના શોખીન સુરતીલાલાઓ હોંશે હોંશે સોનાના વરખવાળી મીઠાઈની ખરીદી કરે તો નવાઈ નહીં. 

સ્વાદના શોખીન સુરતીઓ માટે કહેવાય છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ. સુરતમાં કેટલાક તહેવારોમાં તો કરોડો રૂપિયાની મીઠાઈ લોકો ઝાપટી જાય છે, ત્યારે સોનાની વરખ વાળી મીઠાઈના ઓર્ડરો પણ લોકો આપી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news