વડોદરામાં બોટ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં! ધડાધડ શિક્ષણ સમિતિની આ 6 શાળાને નોટિસ

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 શાળાઓમાંથી 6 શાળાના બિલ્ડીંગ જોખમી હોવાનું બહાર આવ્યું છે અને આ 6 શાળાને કોર્પોરેશને નોટિસ ફટકારી છે. આ બિલ્ડિંગો જોખમી હોવાથી બાળકોને બેસાડવા નહિ તેવી નોટિસ ફટકારી છે.

વડોદરામાં બોટ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં! ધડાધડ શિક્ષણ સમિતિની આ 6 શાળાને નોટિસ

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરની પ્રાથમિક શાળાના બિલ્ડિંગોની ચકાસણી કરતા 6 બિલ્ડિંગો જોખમી હોવાનો રિપોર્ટ આવ્યો છે. અત્યાર સુધી બાળકો જોખમી શાળામાં આભ્યાસ કરતા હતા. આવી શાળાઓમાં નોટિસ લગાવવામાં આવી છે.

વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બનતા આખા રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા જોકે આ ઘટના બાદ કોર્પોરેશનમાં અધિકારીઓ દોડતા થયા છે અને લોકો ની સલામતી માટે ચકાસણી ની શરૂઆત કરી છે જોકે આ ચકાસણી અનેક વિગતો બહાર આવી રહી છે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 શાળાઓમાંથી 6 શાળાના બિલ્ડીંગ જોખમી હોવાનું બહાર આવ્યું છે અને આ 6 શાળાને કોર્પોરેશને નોટિસ ફટકારી છે આ બિલ્ડિંગો જોખમી હોવાથી બાળકોને બેસાડવા નહિ તેવી નોટિસ ફટકારી છે જોકે અત્યાર સુધી આ બાળકો જીવન જોખમે અભ્યાસ કરતા હોવાની વિગતો બહાર આવી છે.

વડોદરા શિક્ષણ સમિતિની 6 શાળાની બિલ્ડિંગોને નોટિસ આપી તેની વિગતો..

  • માધવરાવ ગોળવલકર મરાઠી શાળા.સયાજીગંજ
  • હેડગેવાર પ્રાથમિક શાળા અકોટ.
  • નેતાજી સુભાષચંદ્ર બોઝ  પ્રાથમિક શાળા.
  • રાજારામ મોહનરાય પ્રાથમિક શાળા સૈયદ વાસણા.
  • મહર્ષિ અરવિંદ શાળા સમાં.
  • રંગવવધૂત શાળા ..
  • મગનભાઈ શકરભાઈ પ્રાથમિક શાળા...

બાળકનું નામ ભગવાનના નામ પરથી રાખવું યોગ્ય છે? જાણી લેજો પ્રેમાનંદજી મહારાજનો આ જવાબ

વડોદરા કોર્પોરેશને 5 દિવસ માં જ ચકાસણી કરીને રિપોર્ટ આપી દિધો છે. જેના કારણે પાલિકાએ શાળાના બિલ્ડિંગો પર નોટિસ લગાવીને પોતાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી લીધા છે. જોકે બીજી બાજુ શિક્ષણ સમિતિના ચેરમેનનું કહેવું છે કે આ નોટિસમાં કોઈની સહી કે સિક્કો નથી અને અમને કોઈ પણ પ્રકારની જાણ પણ કરવામાં આવી નથી. ત્યારે આ નોટિસ કોણે લગાવી તે પણ એક સવાલ છે. 

વડોદરા શહેરની 6 શાળાના બિલ્ડીંગ જર્જરિત છે, તેમ છતાં અહી બાળકો અભ્યાસ કરતા હતા તે પણ ચિંતાનો વિષય છે કેમ અત્યાર સુધી આ બિલ્ડિંગોની તપાસ ના થઈ. કેમ હવે કોર્પોરેશનને નોટિસ આપવાની જરુર પડી. શું કોઈ મોટી હોનારતની રાહ જોવાતી હતી આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news