System News

ગુજરાતમાં પાણીનો પોકાર: તંત્રના સબ સલામતના દાવાઓ વચ્ચે અહીં પાણી માટે વલખે છે લોકો
જિલ્લાના કડાણા ડેમ વિસ્તારમાં કરોડોના ખર્ચે જૂથ પાણી પુરવઠા યોજના કડાણા અને સંતરામપુર તાલુકાના 134 ગામોને પાણી પૂરું પાડવાની આશીર્વાદ સમાન યોજના હોવા છતાં મોટા ભાગના ગામોને પીવાનું પાણી નથી મળી રહ્યું. જેના કારણે પાણી લેવા દૂર દૂર સુધી રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. કડાણા ડેમનું પાણી કેનાલ મારફતે નવ જિલ્લાઓને પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ કડાણા ડેમના નજીકના ગામોને જ પાણી ન મળતા દિવા તળે અંધારા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. કડાણા ડેમ વિસ્તારમાં સરકાર દ્વારા 134 ગામ લોકોને પાણી મળી રહે તે હેતુથી કરોડો રૂપિયાનો ખર્ચ કરી કડાણા જૂથ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે, પરંતુ કડાણા ડેમ વિસ્તારના લોકોને જ પાણી ન મળતા -દૂર દૂર કિલોમીટરો સુધી પાણી લેવા જવાનો વારો આવ્યો છે. 
Apr 27,2022, 18:36 PM IST

Trending news