વડોદરા બોટ દુર્ઘટના; ભાગીદારોની પૂછપરછ થતાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

વડોદરા બોટ દુર્ઘટના કેસમાં પોલીસ તપાસમાં અગાઉ પણ એક મોટો ખુલાસો થયો હતો. કોર્પોરેશન સાથે થયેલા મૂળ કરાર પ્રમાણે હરણી લેકઝોનમાં માત્ર પેડલ બોટનો જ કોન્ટ્રાક્ટર હતો. પેડલ બોટનો જ કરાર હોવા છતાં સંચાલકો વધુ પૈસા કમાવવા માટે મોટર બોટ ચલાવતા હતા.

વડોદરા બોટ દુર્ઘટના; ભાગીદારોની પૂછપરછ થતાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

ઝી બ્યુરો/વડોદરા: હરણી લેક ઝોનમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં લેકઝોનના ભાગીદારોની પૂછપરછમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. ભાગીદાર પોતે જ બોટિંગના નિયમો જાણતા નહોતા. બોટિંગ માટે શું જરૂરી હોય છે તે અંગે ભાગીદારોની કોઈ પ્રકારની માહિતી નહોતી. કયા પ્રકારના સ્ટાફ રાખવો જોઈએ અને બોટિંગ જેવી રાઈડ્સ માટે કેવા નિયમો હોવા જોઈએ તે અંગેનો કોઈ ખ્યાલ ન્હોતો. પૈસા બચાવવા માટે લેકઝોનના સંચાલકોએ લાયકાત વિનાનો બિનઅનુભવી સ્ટાફને પસંદ કર્યો હતો. આ તમામ સ્ટાફની નિલેશ જૈને ભરતી કરી હતી. બોટિંગનું લાયસન્સ, ઈન્સ્યોરન્સ કે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નહોતું. 

નોંધનીય છે કે, વડોદરા બોટ દુર્ઘટના કેસમાં પોલીસ તપાસમાં અગાઉ પણ એક મોટો ખુલાસો થયો હતો. કોર્પોરેશન સાથે થયેલા મૂળ કરાર પ્રમાણે હરણી લેકઝોનમાં માત્ર પેડલ બોટનો જ કોન્ટ્રાક્ટર હતો. પેડલ બોટનો જ કરાર હોવા છતાં સંચાલકો વધુ પૈસા કમાવવા માટે મોટર બોટ ચલાવતા હતા. તો હરણી લેક ઝોનના કોન્ટ્રાક્ટરોએ વીમો પણ ન લીધો હોવાનું સામે આવ્યું હતું.

પરેશ શાહ અને તેના ભાગીદારોએ જવાબ ન આપતા ઈન્સ્યોરન્સ કંપનીને પોલીસનું તેડું આવ્યું છે. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનની બેદરાકરીના લીધે બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકના મૃત્યુ થયા છે કેમ કે કોન્ટ્રાક્ટ મુજબ કોન્ટ્રાક્ટર બોટ ચલાવે છે કે નહીં તેનું ચેકિંગ કરવાની જવાબદારી કોર્પોરેશનના જવાબદાર અધિકારીની છે. આ કેસમાં હજુ સુધી કોર્પોરેશનના કોઈ કર્મચારી સામે કાર્યવાહી કરાઈ નથી.

ઉલ્લેખનીય છે કે બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મૃત્યુ થયા છે. બોટમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડ્યા હોવાથી બોટ પલટી મારી ગઈ હતી. બોટ દુર્ઘટનાના હજુ પણ 6 આરોપી ફરાર છે. જેમાં પરેશ શાહનો પુત્ર, પુત્રી અને પત્નીનો પણ સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news