ગુજરાતના ખેડૂત સાથે આવું વર્તન! મહેનતથી પકવેલા કપાસનો ભાવ જ ન કર્યો, આજીજી કરી, પગે પડ્યો પણ...
આજે વહેલી સવારે કેટલાક ખેડૂતોનો કપાસ સીસીઆઇના અધિકારીઓ દ્વારા કવોલિટીના પર્પસથી રિજેક્ટ કરવામાં આવ્યો હતો. જેને લઈને ખેડૂતો દ્વારા સીસીઆઇના અધિકારીઓને આજીજી કરવામાં આવી હતી. પરંતુ તેઓનો કપાસ લેવામાં આવ્યો નહોતો.
Trending Photos
ચિરાગ જોશી/વડોદરા: સમગ્ર ગુજરાત ભરમાં રાજ્ય સરકાર દ્વારા સીસીઆઇના નેજા હેઠળ બી ગ્રેડના કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં વડોદરાના ડભોઇ ખાતે આવેલ શ્રીજી ફાઇબર જીન ખાતે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. તેવામાં આજે વહેલી સવારે કેટલાક ખેડૂતોનો કપાસ સીસીઆઇના અધિકારીઓ દ્વારા કવોલિટીના પર્પસથી રિજેક્ટ કરવામાં આવ્યો હતો. જેને લઈને ખેડૂતો દ્વારા સીસીઆઇના અધિકારીઓને આજીજી કરવામાં આવી હતી. પરંતુ તેઓનો કપાસ લેવામાં આવ્યો નહોતો.
તદઉપરાંત સીસીઆઇના અધિકારી દ્વારા સુરેશભાઈ નામના વેપારીને કપાસ આપી દો તેવું કહેતા જ ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. સાથે સાથે ખેડૂતો દ્વારા શ્રીજી ફાઇબર જીન ખાતે હલ્લાબોલ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા હતા. એટલું જ નહીં ખેડૂતો દ્વારા વહાલા દવલાની નીતિથી કપાસ રીજીકેટ કર્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.
જ્યારે બીજી બાજુ સીસીઆઈના અધિકારીઓ સાથે ટેલીફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકારી ધારા ધોરણ મુજબ કાળો કપાસ હોવાથી રિજેક્ટ કરવામાં આવ્યો છે. તેવા કારણો જણાવ્યા હતા. ત્યારે હવે આવનારા સમયમાં રાજ્ય સરકાર સમગ્ર મામલે કયા પ્રકારના નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે