માનસિક અસ્થિર કિશોરી નદી વચ્ચે ફસાઇ, સતત વધી રહેલા પાણી વચ્ચે 7 કલાક બાદ રેસક્યું કરાયું

મોરવા હડફના સંતરોડ પાસેથી પસાર થતી પાનમ નદીના પટમાં અચાનક પાણીનું વહેણ વધી જતાં ગોધરાના મેરપ ગામની માનસિક અસ્થિર કિશોરી નદીમાં ફસાઈ ગઈ હતી.અંદાજીત છ થી સાત કલાક બાદ કિશોરીને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,શહેરા પ્રાંત અધિકારી અને ગોધરા મામલતદાર,ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
માનસિક અસ્થિર કિશોરી નદી વચ્ચે ફસાઇ, સતત વધી રહેલા પાણી વચ્ચે 7 કલાક બાદ રેસક્યું કરાયું

પંચમહાલ : મોરવા હડફના સંતરોડ પાસેથી પસાર થતી પાનમ નદીના પટમાં અચાનક પાણીનું વહેણ વધી જતાં ગોધરાના મેરપ ગામની માનસિક અસ્થિર કિશોરી નદીમાં ફસાઈ ગઈ હતી.અંદાજીત છ થી સાત કલાક બાદ કિશોરીને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,શહેરા પ્રાંત અધિકારી અને ગોધરા મામલતદાર,ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

શનિવારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે અચાનક પાનમ નદીમાં પાણીની આવક થઈ હતી.દરમિયાન મોરવા હડફના સંતરોડ નજીકથી પસાર થતી પાનમ નદીના પટમાં ગોધરા તાલુકાના મેરપ ગામની એક કિશોરી નદીના વહેણ વચ્ચે આવેલા એક બેટ ઉપર કિશોરી ફસાઈ હોવાની જાણકારી સંતરોડના અગ્રણી ને સ્થાનિકો દ્વારા કરવામાં આવતા તેઓ દ્વારા મોરવા હડફ પોલીસ અને ધારાસભ્ય નિમિષાબેન સુથારને જાણ કરવા માં આવી હતી.ધારાસભ્ય જાતે જ ઘટના સ્થળે દોડી રેસ્ક્યુ પૂર્ણ થયા સુધી રોકાયા હતા.દરમિયાન ગોધરા તાલુકા પોલીસ અને ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ,શહેરા પ્રાંત અધિકારી, ગોધરા મામલતદાર સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ગોધરા પાલિકા ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયા નદીના વચ્ચે ફસાઈ ગયેલી કિશોરી પાસે પહોંચી ગયા હતા અને તેણીને સાંત્વના આપી હતી.પ્રાથમિક તબક્કે સ્થાનિક  તરવૈયા અને ફાયર ટીમે કિશોરીને લાઈફ જેકેટની મદદથી કિશોરીને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો.પરંતુ જેમાં જોખમ લાગતાં અંતે એસડીઆરએફ વિભાગની બોટ મંગાવી રેસ્ક્યુ કરી કિશોરીને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી.

કિશોરી નું સફળ રેસ્ક્યુ કરી નદી બહાર લાવતા ધારાસભ્ય ધ્વારા તેણી ને ફૂડ પેકેટ આપી હૈયા ધારણા આપી માનસિક અશ્વસ્થ કિશોરી ને શાંત પાડી હતી.આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન માં જોડાયેલ વહીવટી તંત્ર ના અધિકારીઓ, રેસ્ક્યુ ટિમો,સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ નો ધારાસભ્ય નિમિષાબેન સુથારે આભાર વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news