trapped

માનસિક અસ્થિર કિશોરી નદી વચ્ચે ફસાઇ, સતત વધી રહેલા પાણી વચ્ચે 7 કલાક બાદ રેસક્યું કરાયું

મોરવા હડફના સંતરોડ પાસેથી પસાર થતી પાનમ નદીના પટમાં અચાનક પાણીનું વહેણ વધી જતાં ગોધરાના મેરપ ગામની માનસિક અસ્થિર કિશોરી નદીમાં ફસાઈ ગઈ હતી.અંદાજીત છ થી સાત કલાક બાદ કિશોરીને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,શહેરા પ્રાંત અધિકારી અને ગોધરા મામલતદાર,ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Sep 12, 2021, 12:17 AM IST

જો વેક્સિન લો તો બારકોડ લેવાનું ન ભુલતા, નહી તો વેક્સિન લીધી ન લીધી થઇ જશે, જાણો વિદેશી કપલનો ચોંકાવનારો કિસ્સો

કોરોનાને કારણે સામાન્ય જનજીવનમાં અનેક પરિવર્તનો આવ્યા છે સાથે સાથે લોકોની આદતોમાં પણ આમુલ પરિવર્તન જોવા મળી રહ્યું છે. જો કે હવે લોકોના પ્રવાસ અંગેની આદતો અને તૈયારીઓમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. કોરોના બાદથી વેક્સિન પાસપોર્ટનો એક નવો કોન્સેપ્ટ સામે આવ્યો છે. જેથી દરેક દેશ ઇચ્છે છે કે, તેમના નાગરિકો સ્વસ્થય રહે અને તેમના દેશમાં કોરોના ન આવે. જો કે આ પ્રયાસમાં કેટલીક વખત બહાર ગયેલા તેમના નાગરિકો મઉશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. 

Jul 29, 2021, 10:33 PM IST

RAJKOT: ટ્રકની ટક્કરે બેનાં મોત, કોંગી મહિલા સભ્યનો મૃતદેહ ટાયરમાં ફસાયો

રાજ્યમાં કોરોનાનો કાળ લોકડાઉન સમયે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો હતો. જો કે લોકડાઉનમાં છુટછાટ બાદ કરી રોડ અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે જુનાગઢ સોમનાથ રોડ પર બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કોંગ્રેસી મહિલા સભ્ય અને તેમના દીયરનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 

Jul 8, 2021, 10:36 PM IST

નદીના ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક ફસાયો, જીવના જોખમે બાઇક તણાવતું બચાવા અનેક પ્રયાસો કર્યા

તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતા સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડિયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં ઘોડાપુર આવ્યું છે. સતત વરસાદનાં કારણે નદી બે કાંઠે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે ગામમાં જવાની ઉતાવળ એક બાઇક ચાલકને ભારે પડી હતી. 

Jun 22, 2021, 05:07 PM IST

માલપુરમાં વીજતારમાં ફસાયેલા પક્ષીનું રેસક્યું કરી રહેલા યુવકને કરન્ટ લાગતા મોત

જિલ્લાના માલપુર ગામના બજારમાં આજે બપોરના અરસામાં વીજળીનાં થાંભલામાં ફસાઇતરફડિયા મારતા કબુતરનો જીવ બચાવવા માટે થાંભલા પર ચડેલા શ્રમજીવી યુવાનને વીજ કરંટ લાગતા જમીન પર પટકાયો હતો. જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ આદરી છે. 

Jun 10, 2021, 11:24 PM IST

અમદાવાદીઓ બહાર નિકળતા પહેલા ખાસ વાંચજો નહી તો ફસાઇ જશો, શહેરનાં હૃદય સમો બ્રિજ બંધ

  • 30 ઓક્ટોબર 2019 નાં રોજ શાહીબાગને આરટીઓ સાથે જોડતો સુભાષબ્રીબ્રીજ બંધ કરવામાં આવ્યો હતો
  • એક તબક્કે કોરોનાનું સંક્રમણ વધવાનાં કારણે અમદાવાદનાં અનેક બ્રીજ બંધ કરવામાં આવ્યા હતા

Mar 14, 2021, 03:31 AM IST

'નેપાળ' ના પાકિસ્તાનમાં થયા લગ્ન, સર્જીકલ સ્ટ્રાઇક થતા હિન્દુસ્તાન આવવામાં પડી તકલીફ

થાર એક્સપ્રેસ બંધ થયા બાદ અનેક દુલ્હનો પાકિસ્તામાં ફસાઇ ગઇ હતી. દુલ્હાઓ સતત પોતાની દુલ્હનોને ભારત લાવવા માટે સંઘર્ષણ કરી રહ્યા હતા. આજે આખરે તે ઘડી આવી ગઇ જ્યારે 2 વર્ષ બાદ એક દુલ્હન મોરબાઇ અને છગન બાઇ પોતાનાં શ્ર્વસુરગૃહ એટલે કે હિન્દુસ્તાનના બાડમેર-જેસલમેર પહોંચી તો પરિવારનાં લોકો ખુશખુશાલ થઇ ગયા. જિલ્લા મુખ્યમથક ખાતે તેમનું સ્વાગત કરાવવામાં આવ્યું. જો કે હજી પણ એક દુલ્હન પાકિસ્તાનમાં અટવાયેલી હોવાનું દુખ પણ છે. 

Mar 9, 2021, 09:46 PM IST
Some Families From Valsad Were Trapped In Maharashtra PT3M10S

વલસાડના કેટલાક પરિવાર મહારાષ્ટ્રમાં ફસાયા

Some Families From Valsad Were Trapped In Maharashtra

Apr 25, 2020, 06:45 PM IST
Gujarati Trapped In Iran Due To Coronavirus PT4M

કોરોના કહેર: ઇરાનમાં ફસાયા ગુજરાતીઓ, સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો પોસ્ટ

કોરોનાં વાયરસનાં કારણે ચીનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને કાઢવાની કાર્યવાહી હજી સરકાર પુર્ણ કરી રહી ત્યાં જાપાનમાં ફસાયેલા કેટલાક નાગરિકોને કાલે કાઢવામાં આવ્યા હતા. જો કે આજે ઇરાનમાં પણ 300થી વધારે ગુજરાતીઓ ફસાયા હોવાનાં સમાચાર સામે આવી રહેલા છે. આ લોકો વીડિયો બનાવીને સરકાર તેમને બચાવે તેવી અપીલ વિદેશ મંત્રાલય અને સરકારને કરી રહ્યા છે.

Feb 27, 2020, 10:45 PM IST

કોરોનાનો કહેર: ચીન અને જાપાન બાદ હવે ઇરાનમાં પણ ફસાયા 300 ભારતીય નાગરિક

કોરોનાં વાયરસનાં કારણે ચીનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને કાઢવાની કાર્યવાહી હજી સરકાર પુર્ણ કરી રહી ત્યાં જાપાનમાં ફસાયેલા કેટલાક નાગરિકોને કાલે કાઢવામાં આવ્યા હતા. જો કે આજે ઇરાનમાં પણ 300થી વધારે ભારતીયો ફસાયા હોવાનાં સમાચાર સામે આવી રહેલા છે. ફસાયેલા લોકો પૈકી મોટા ભાગનાં ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે. આ લોકો વીડિયો બનાવીને સરકાર તેમને બચાવે તેવી અપીલ વિદેશ મંત્રાલય અને સરકારને કરી રહ્યા છે. 

Feb 27, 2020, 10:00 PM IST

વાપી: 9 વર્ષની બાળકીનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવતા ચકચાર

શહેરમાં ચકચારી ઘટના બની છે. 9 વર્ષની બાળકી ગળેફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાપી ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળકીનાં મૃતદેહનું પેનલ પીએમ કરાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આ મુદ્દે હાલ પોલીસ પણ ગુંચવાડામાં છે. પરિવાર દ્વારા પણ હોબાળો કરવામાં આવી રહ્યો છે. પરિવાર દ્વારા બાળકી સાથે કાંઇક અજુગતુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

Feb 7, 2020, 10:08 PM IST

ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અંગે નીતિન પટેલનું મહત્વનું નિવેદન

ચાઈનામાં કોરોના વાયરસને લઈને હાહાકારની સ્થિતિની બની ચુકી છે. ત્યારે અભ્યાસ અર્થે ચાઈના ગયેલા રાજ્યના વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકાર ચિંતિત બની છે. રાજ્યના વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવા અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી સર્જાયેલી સ્થિતિને લઈ માત્ર રાજ્ય સરકાર જ નહીં પરંતુ ભારત સરકાર પણ ખૂબ ચિંતિત બની છે. ચીનથી આવતા તમામ લોકોનું એરપોર્ટ પર જ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ મળેલા સમાચાર મુજબ ચીનમાં અભ્યાસ કરતા કોઈ પણ ગુજરાતી વિદ્યાર્થીને કોરોના ઇન્ફેક્શન થયું નથી. રાજ્ય સરકાર સતત દેશના વિદેશમંત્રી અને વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છે. ચીનમાં વસતા જે પણ ભારતીય પાછા આવવા માંગે છે તેમને રાજ્ય અને ભારત સરકાર પરત લાવશે.

Jan 31, 2020, 05:14 PM IST
Fire Department Rescues A Person Trapped In Canal Pipe In Surat PT4M15S

સુરતમાં કેનાલની પાઈપમાં ફસાયો વ્યક્તિ, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યૂ

સુરતના ખડસદ ગામે કેનાલની પાઈપમાં ફસાયેલા આધેડને બહાર કાઢવા ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કર્યું હતું. જો કે, આધેડને બહાર કાઢે તે અગાઉ જ મોતને ભેટતા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પાઈપ સાફ કરવા ઉતર્યા બાદ મોતને ભેટ્યાં હોય તેમ માનવામાં આવે છે. હાલ સમગ્ર મુદ્દે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Jan 20, 2020, 08:30 PM IST

ભારે હિમવર્ષાનો કહેર: મહેસાણાનાં અનેક પરિવાર મસૂરીમાં ફસાયા

છેલ્લા અનેક દિવસોથી ઉતર ભારતમાં હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે સંપુર્ણ વાહન વ્યવહાર ઠપ્પ થઇ ચુક્યો છે. જેના કારણે ફરવા માટે આવેલા લોકો પણ ફસાઇ ગયા છે. રોડ રસ્તા બ્લોક હોવાનાં કારણે મોટા પ્રમાણમાં સહેલાણીઓ પણ ફસાયા છે. ખાસ કરીને મોટા પ્રમાણમાં ગુજરાતીઓ ફસાયા છે. મસુરીમાં ભારે હિમવર્ષાને કારણે મહેસાણાના ગોઝારીયાનાં 75 પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. 

Jan 5, 2020, 08:55 PM IST

પાકિસ્તાનના કરાંચીમાં ફસાયા ગોધરાના 80થી વધુ લોકો, પરિજનોમાં આક્રંદ

ગોધરાના લઘુમતી કોમના 80થી વધુ નાગરિકો પાકિસ્તાનના કરાંચીમાં ફસાયા હોવાથી પરિવાજનો ઘેરી ચિંતામાં મુકાયા છે. કાશ્મીરમાંથી 370 અને 35A  કલમ નાબૂદ થતા ભારત પાકિસ્તાન વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ્પ થઇ જતા ગોધરાના નાગરિકો પાકિસ્તાનમાં અટવાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

Aug 24, 2019, 05:07 PM IST
3 Gujarati Youth Trapped in Malaysia PT3M

મલેશિયામાં ત્રણ ગુજરાતી યુવકોને બનાવાયા બંધક,જુઓ શું છે મામલો

એક વર્ષ પહેલાં આણંદ જિલ્લાના ત્રણેય યુવકો રોજગારી માટે એજન્ટ મારફતે મલેશિયા ગયા હતા.

Aug 8, 2019, 05:50 PM IST

જાકીર મુસાને ઠાર મારી ભારતીય સૈન્યએ PM મોદીએ શુભેચ્છા પાઠવી

જમ્મુ કાશ્મીરમાં સેનાએ મોટુ ઓપરેશન પાર પાડ્યું છે. ત્રાલમાં સુરક્ષાદળો દ્વારા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાકિર મુસાને ઢાર મારવામાં આવ્યાના સમાચાર છે. જો કે અત્યાર સુધી તેની પૃષ્ટી નથી થઇ શકી. જાકીર મુસા કુખ્યાત આતંકવાદી સંગઠન અંસાર ગજવાત ઉલ હિંદનો ચીફ છે. આતંકવાદી જાકીર મુસાને સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી શોધી રહી હતી.  રિપોર્ટ અનુસાર આર્મીની 42 રાષ્ટ્રીય રાઇફલ્સ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફની એક ટુકડીએ દદસારા ગામમાં એક ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

May 23, 2019, 11:16 PM IST