પૈસા પાણીની જેમ વહાવવા છતા પણ પોતાના પરિવારને ગુમાવી બેઠો આ પોલીસ જવાન

કોરોનાના કહેરમાં શહેર પોલીસમાં દુઃખદ અને હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી પર એવી આફત આવી તૂટી કે એક જ પરિવારના ત્રણ સભ્યોને કાળમુખી કોરોના ભરખી ગયો હતો. પોલીસ જવાનનો પરિવાર રોળાઇ ગયો હતો.

Updated By: Nov 22, 2020, 09:19 PM IST
પૈસા પાણીની જેમ વહાવવા છતા પણ પોતાના પરિવારને ગુમાવી બેઠો આ પોલીસ જવાન

મૌલિક ધામેચા/અમદાવાદ: કોરોનાના કહેરમાં શહેર પોલીસમાં દુઃખદ અને હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી પર એવી આફત આવી તૂટી કે એક જ પરિવારના ત્રણ સભ્યોને કાળમુખી કોરોના ભરખી ગયો હતો. પોલીસ જવાનનો પરિવાર રોળાઇ ગયો હતો.

ફોટોમાં આપ જોઈ રહેલા ચહેરાઓ આ દુનિયામાં નથી રહ્યા. નયના રાવલ, ચિરાગ  રાવલ અને અનિલ રાવલ એક જ પરિવારના ત્રણ સભ્યો હતા. જે ત્રણેય ને કોરોના થોડા જ સમયમાં ભરખી ગયો. નોંધનીય છે કે બી ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ધવલ રાવલ નામના પોલીસકર્મીના આ પરિવારના સદસ્યો હતા. જેમાં તેમની માતા, પિતા અને સગા ભાઈને કાળમુખી કોરોના ભરખી ગયો. 

પોલીસકર્મી ધવલ રાવલના પરિવારમાં ગત 29 ઓક્ટોબરના રોજ પ્રથમ કોરોના સંક્રમણ કેસ જોવા મળ્યો. પ્રથમ પિતા અનિલ રાવલ ફાર્મા કંપનીમાં જોબ કરતા હોવાથી કોરોના સંક્રમણ લાગ્યું અને તેનો ચેપ  ધવલ રાવલની માતા નયના રાવલને લાગ્યો. સાથોસાથ સગા ભાઈ ચિરાગ રાવલ પણ કોરોનામાં ઝપટાઈ ગયા. ધવલ રાવલમાં કહ્યા મુજબ પરિવારની સારવાર માટે કોઈ કચાસ ન રહી જાય તે માટે સારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા અને ખાનગી હોસ્પિટલમાં ૧૭ લાખ રૂપિયા પણ સારવાર માટે મિત્ર વર્તુળ અને અન્ય લોકો પાસેથી ઉછીના લઇ હોસ્પિટલમાં ચુકવ્યા હતા. તેમ છતાં પરિવારના ત્રણ સભ્યોને તે બચાવી ન શક્યો તેનું રંજ મનમાં રહી ગયો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube