આ શું? ઓસ્ટ્રેલિયન પત્રકારોનું આ કેવું વર્તન...ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર મૌલિન પારેખ સાથે ગેરવર્તણૂક

આ શું? ઓસ્ટ્રેલિયન પત્રકારોનું આ કેવું વર્તન...ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર મૌલિન પારેખ સાથે ગેરવર્તણૂક

ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયા જોડે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે. ટેસ્ટ સિરીઝની પહેલી મેચ પર્થમાં રમાઈ હતી જેમાં ભારતનો 295 રનથી વિજય થયો હતો. બીજી ટેસ્ટ એડિલેડમાં રમાઈ હતી જે ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ગાબા ટેસ્ટ ડ્રો રહી અને હવે ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાશે. હાલ 5 મેચોની સિરીઝ 1-1ની બરાબરી પર છે. આ બધા વચ્ચે રવિન્દ્ર જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં બબાલના સમાચાર સામે આવ્યા છે. 

જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં બબાલ
મેલબર્ન ટેસ્ટ માટે ભારતીય ક્રિકેટ ટીમ હાલ પ્રેક્ટિસમાં લાગી છે. 21 ડિસેમ્બરે ભારતીય ટીમનો એમસીજીમાં પહેલો પ્રેક્ટિસ સેશન હતો. પ્રેક્ટિસ સેશન દરમિયાન રવિન્દ્ર જાડેજાએ મીડિયાને સંબોધન કર્યું. જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હિન્દીમાં સવાલોના જવાબ આપ્યા. પીસીના અંતમાં ઓસ્ટ્રેલિયન પત્રકારોએ જાડેજાને અંગ્રેજીમાં સવાલ પૂછવાના પ્રયત્ન કર્યા પરંતુ જાડેજાએ જો કે એમ કહીને પીસી છોડવાનો નિર્ણય લીધો કે તેણે બસ પકડવાની છે. 

— BCCI (@BCCI) December 21, 2024

સમયના અભાવમાં કેટલાક ભારતીય પત્રકારો પણ સવાલ પૂછી શક્યા નહીં. જો કે ઓસ્ટ્રેલિયન મીડિયા જાડેજાથી નારાજ જોવા મળ્યું. ભારતીય ટીમના મીડિયા મેનેજર મૌલિન પારેખે તેમને સમજાવવાની કોશિશ કરી કે આ પીસી ફક્ત ભારતીય મીડિયા માટે હતી પરંતુ ઓસ્ટ્રેલિયાના મીડિયાને આ વાત પચી નહીં. કેટલાક ઓસ્ટ્રેલિયન રિપોર્ટર્સ ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર મૌલિન પારેખ પર ભડકતા જોવા મળ્યા. ઓસ્ટ્રેલિયાના પત્રકારોએ ભારતીય ટીમના મીડિયા મેનેજર સાથે પણ દુર્વ્યવ્હાર કર્યો. જે અયોગ્ય હતો. એટલે સુધી કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની પીસી દરમિયાન પણ અનેક ભારતીય પત્રકારોને સમયના અભાવે સવાલ પૂછવાની તક મળતી નથી. પરંતુ ભારતીય પત્રકારોએ ક્યારેય  દુર્વ્યવહાર કર્યો નથી. 

કોહલી સાથે દલીલમાં ઉતરી હતી ઓસી મહિલા પત્રકાર
ઓસ્ટ્રેલિયન મીડિયાને તેમની ટીમના 12માં ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને જ્યારે તેમનો મુકાબલો ભારત જેવી તગડી ટીમ સામે હોય કે જેમણે મેજબાન ટીમને ઘર આંગણે છેલ્લી બે ટેસ્ટ સિરીઝમાં હરાવ્યા છે. પછી ભલે તે 2008માં મંકી ગેટ હોય કે હાલનો વિરાટ કોહલીનો કિસ્સો હોય. અત્રે જણાવવાનું કે હાલમાં જ મેલબર્ન પહોંચેલા વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયાની મહિલા પત્રકાર સાથે ઉગ્ર દલીલ થઈ હતી. તે કથિત રીતે પોતાના પરિવાર તરફ કેમેરા વળવાથી નારાજ હતો. વિરાટે મહિલા પત્રકારને અપીલ કરી હતી કે તે તેમની તસવીર લે પરંતુ તેના પરિવારની તસવીરો ડિલીટ કરે. પરંતુ પત્રકારે કોહલીની વાત ન માની. જેના પર કોહલીની આ મહિલા પત્રકાર સાથે ગરમાગરમી થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાના કાનૂન મુજબ કોઈ જાહેર સ્થળ પર કોઈ પણ સેલિબ્રિટીનો વીડિયો કે તસવીર લેવા પર કોઈ પ્રતિબંધ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news