ગુજરાતમાં આપના ચઢાણ હજી ઘણા કપરા છે, આણંદમાં વિરોધનો વિશાળ ભડકો જોવા મળ્યો

પંજાબમાં સરકાર આવવાની ખુશીમાં હાલ ગુજરાત આપમાં પણ ખુબ જ ખુશી જોવા મળી રહી છે. તેવામાં આણંદ જિલ્લામાંથી વધારે એક માઠા સમાચાર આવ્યા હતા. આણંદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના 150 થી વધુ સભ્યોના રાજીનામાં ધરી દીધા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ફેક્સ અને સોશ્યલ મીડિયા માધ્યમથી કેજરીવાલને રાજીનામાં મોકલી દીધા હતા. રાજીનામુ આપનાર કાર્યકરો ચંપલ ફેંકનાર સામે ચંપલ જડો કાર્યક્રમ આપશે અને પાર્ટીના ચોક્કસ નેતાઓનો વિરોધ કરશે. આણંદમાં 14 મીએ તિરંગા યાત્રા યોજી આંદોલન શરૂ કરાશે. પ્રદેશના નેતાઓના કારણે રાજ્યમાં અનેક કાર્યકરો આપ છોડી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. ચરોતરમાંથી આપ સભ્યપદ છોડો આંદોલન શરૂ કરવામાં આવશે. 

ગુજરાતમાં આપના ચઢાણ હજી ઘણા કપરા છે, આણંદમાં વિરોધનો વિશાળ ભડકો જોવા મળ્યો

આણંદ : પંજાબમાં સરકાર આવવાની ખુશીમાં હાલ ગુજરાત આપમાં પણ ખુબ જ ખુશી જોવા મળી રહી છે. તેવામાં આણંદ જિલ્લામાંથી વધારે એક માઠા સમાચાર આવ્યા હતા. આણંદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના 150 થી વધુ સભ્યોના રાજીનામાં ધરી દીધા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ફેક્સ અને સોશ્યલ મીડિયા માધ્યમથી કેજરીવાલને રાજીનામાં મોકલી દીધા હતા. રાજીનામુ આપનાર કાર્યકરો ચંપલ ફેંકનાર સામે ચંપલ જડો કાર્યક્રમ આપશે અને પાર્ટીના ચોક્કસ નેતાઓનો વિરોધ કરશે. આણંદમાં 14 મીએ તિરંગા યાત્રા યોજી આંદોલન શરૂ કરાશે. પ્રદેશના નેતાઓના કારણે રાજ્યમાં અનેક કાર્યકરો આપ છોડી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. ચરોતરમાંથી આપ સભ્યપદ છોડો આંદોલન શરૂ કરવામાં આવશે. 

દિલ્હી બાદ પંજાબમાં સત્તા મેળવનારી આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં ચૂંટણી જીતવાના સ્વપ્ન જોઈ રહી છે, ત્યારે આણંદ જિલ્લાના 150 થી વધુ કાર્યકરો દ્વારા પ્રદેશના નેતાઓના મનસ્વી વર્તનના વિરોધમાં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામાં આપી દેતા ચકચાર મચી છે. રાજીનામુ આપનાર કાર્યકરો અને આગેવાનો દ્વારા પ્રદેશનાં નેતાઓ પર ભ્રષ્ટાચારનાં આક્ષેપો કર્યા હતા.

આણંદ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખપદેથી અગાઉ રાજીનામુ આપનાર દિવાલી ઉપાધ્યાયનાં નેતૃત્વમાં આજે 150 થી વધુ કાર્યકરોએ આજે પાર્ટીના સભ્ય પદેથી સામુહિક રાજીનામાં આપી દીધા છે. અને પ્રદેશના નેતાઓ પર ભ્રષ્ટાચારનાં આક્ષેપો કર્યા હતા. આણંદ જિલ્લા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી રાજીનામાં આપનાર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આવતીકાલથી ન્યાય યાત્રાનો પ્રારંભ કરશે. જે સોમવારે આણંદમાં ન્યાય યાત્રા આવશે. જેમાં આમ આદમી પાર્ટીમાંથી તમામ કાર્યકરો પ્રાથમિક સભ્યપદ મુક્ત થાય તે માટે આંદોલન શરૂ કરવામાં આવશે. 

આમ આદમી પાર્ટીના કિશાન સેલના પૂર્વ અધ્યક્ષ રવિ પટેલએ કહ્યું હતું કે પ્રદેશના ત્રણ નેતાઓ મહિને પગાર, ભથ્થું મેળવી રહ્યા છે. જેઓની સ્થાવર, જંગમ મિલકત, રોકડ, ત્રણ વર્ષનાં ઇન્કમ ટેક્ષ રિટર્નની તપાસ કરવા તેમજ પક્ષના ડોનેશનના કરોડો રૂપિયા ચાઉં કરી 40-40 લાખની ગાડીઓ, મોંઘા ફોન વાપરી રહ્યા છે. ત્યારે ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું હોઇ સામુહિક રાજીનામાં આપ્યા હતા. આ નેતાઓ સુશાસન અને ભ્રષ્ટાચાર મુક્ત ગુરગુજરાતની વાત કરે છે. તે કઇ રીતે શક્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news