ખેલ મહાકુંભ: PM મોદીએ કહ્યું આ ખેલ મહાકુંભ નહી પરંતુ ગુજરાતની યુવા શક્તિનો મહાકુંભ છે

ખેલ મહાકુંભ 2022 નો આજે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રારંભ થશે. સાંજે 06.30 વાગ્યાની આસપાસ તેઓ આ કાર્યક્રમનું ઉદ્ધાટન કરશે. જેના પગલે સમગ્ર અમદાવાદને દુલ્હનની જેમ શણગારાયું છે અને સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોટા પ્રમાણમાં ભાજપના મંત્રીઓ અને સંગઠનના લોકો સ્ટેડિયમ ખાતે પહોંચી ચુક્યા છે. આ ઉપરાંત ખેલ મહાકુંભમા ભાગ લેનારા ખેલાડીઓ અને અનેક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અહી હાજર છે. ગૃહમંત્રી તથા રમતગમત મંત્રી હર્ષ સંઘવી પોતે પર્સનલી સમગ્ર તૈયારીઓ પર ધ્યાન આપી રહ્યા છે. 

ખેલ મહાકુંભ: PM મોદીએ કહ્યું આ ખેલ મહાકુંભ નહી પરંતુ ગુજરાતની યુવા શક્તિનો મહાકુંભ છે

અમદાવાદ : ખેલ મહાકુંભ 2022 નો આજે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રારંભ થયો હતો. સાંજે 06.30 વાગ્યાની આસપાસ તેઓ આ કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું. જેના પગલે સમગ્ર અમદાવાદને દુલ્હનની જેમ શણગારાયું છે અને સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.  મોટા પ્રમાણમાં ભાજપના મંત્રીઓ અને સંગઠનના લોકો સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. આ ઉપરાંત ખેલ મહાકુંભમા ભાગ લેનારા ખેલાડીઓ અને અનેક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અહી હાજર રહ્યા હતા. ગૃહમંત્રી તથા રમતગમત મંત્રી હર્ષ સંઘવી પોતે પર્સનલી સમગ્ર તૈયારીઓ પર ધ્યાન આપી રહ્યા હતા. વડાપ્રધાનના હસ્તે ખેલ મહાકુંભ 11 નું ઉદ્ધાટન અને ગુજરાતની સ્પોર્ટ પોલિસીનું પણ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. 

  • વડાપ્રધાન મોદી ભવ્ય રોડશો બાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પહોંચી ચુક્યા છે. 
  • બાહુબલિના સુપ્રસિદ્ધ ગીત જય જય કારા ગીત ગાઇને કલાકારો અને હાજર લોકોએ કર્યું ભવ્ય સ્વાગત
  • મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું, હર્ષ સંઘવીએ પણ PM ને મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું.
  • રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સ્વાગત કર્યું હતું.
  • ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પણ હર્ષ સંઘવીએ સ્વાગત કર્યું હતું.
  • હર્ષ સંઘવીએ સી.આર પાટીલનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.

હર્ષ સંઘવીનું સંબોધન LIVE...

  • હર્ષ સંઘવીએ ભારત માતા કી જયના નારા સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. વડાપ્રધાન મોદી સાહેબના માર્ગદર્શનમાં આજે 11 માં ખેલ મહાકુંભનું ભવ્યતાભવ્ય શુભારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે સ્ટેજ પર હાજર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, મુખ્યમંત્રી, ભુપેન્દ્ર પટેલ, સાંસદો અને મેયર તથા યુવા સાથીઓનો હું આભાર વ્યક્ત કરૂ છું. આજે હું તમામ વતી વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરૂ છું. ગુજરાતના યુવાનોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન પુરૂ પાડવા માટે અતિવ્યસ્તતા છતા પણ સમય કાઢીને તેઓ અહીં પધાર્યા છે. સંકલ્પ શું હોઇ શકે સોગંદ શું હોઇ શકે? 20 ફેબ્રુઆરી 2014 ના દિવસે વડાપ્રધાને એક સંકલ્પ લીધો હતો કે, હું દેશને ક્યારે પણ નમવા નહી દઉ. આજે 7 વર્ષ પછી પણ વડાપ્રધાને સંકલ્પ અડીખમ છે. મોદી સાહેબનો સંકલ્પ હિમાલય જેટલો અટલ બની ચુક્યો છે. માનનીય મોદી સાહેબે આપણા રાજ્ય અને દેશ માટે અનેક એવા કાર્યો કર્યા છે જે શબ્દોથી વર્ણવી ન શકાય. સાહેબે દેશની સુરક્ષા અને દેશના છેવાડાના માનવીના ઉત્થાન માતે એવા પગલા લીધા કે જે દેશને નવી ઉંચાઇએ લઇ ગયા. અનેક યુવાનોને આત્મનિર્ભર ભારત થકી નવુ પ્લેટફોર્મ બહાર પાડ્યું. ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા સહિત અનેક પ્રકારે યુવાનોને નવા નવા પ્લેટફોર્મ પુરા પાડ્યા છે. મોદી સાહેબનો રાજ્યના તમામ વિદ્યાર્થીઓ વતી આભાર વ્યક્ત કરવા માંગુ છું. યુક્રેનમાં જે થયું તે સૌ કોઇ જાણે છે. ભારત પહેલો એવો દેશ હતો જેણે ન માત્ર યુક્રેનથી વિદ્યાર્થીઓને કાઢ્યા પરંતુ છેક ઘર સુધી પહોંચાડ્યા. 2002 પહેલા આઝાદીના 52 વર્ષે પણ ગુજરાતમાં માત્ર 2 કરોડ 53 લાખનું બજેટ હતું. પરંતુ 2002 બાદ રમગ ગમત ક્ષેત્રે વડાપ્રધાન મોદીએ અનોખા પગલા લીધા. ખેલમહાકુંભ જેવા ઇનિસિયેટીવ શરૂ કર્યું. પહેલા જ વર્ષે 13 લાખ લોકોએ ભાગ લીધો હતો. જે બીજ વાવ્યું તે હવે વટવક્ષ બન્યું છે. 55 લાખ લોકોએ ભાગ લીધો છે. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં સ્પોર્ટ સેન્ટર ખુલી ચુક્યાં છે. આજે ગુજરાત રમત ગમત ક્ષેત્રે પણ આદર્શ બન્યું છે. 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ LIVE...

  • 11 મા ખેલમહાકુંભના પ્રસંગે આપણું માર્ગદર્શન કરવા પધારેલા વિશ્વના સૌથી શક્તિશાળી નેતા વડાપ્રધાન મોદી. યુવાનો પ્રત્યે પહેલાથી જ અનોખી લાગણી ધરાવતા વડાપ્રધાન ઉપરાંત રાજ્યપાલ, પ્રદેશ પ્રમુખ સહિત તમામ મંચસ્થ લોકોનો અને અહીં હાજર લોકોનો આભાર વ્યક્ત કરૂ છું. ખેલ મહાકુંભની પરંપરાના સ્થાપક નરેન્દ્ર મોદીના હાથે જ આજે 11 મા ખેલમહાકુંભનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2010 માં શરૂ કરેલી ખેલકુદની આ પરંપરા આઝાદીના અમૃત મહોત્સવના વર્ષે તેના 11 મા પડાવે પહોંચી છે. તેઓ ગુજરાતના રમતવીરોને પ્રત્યક્ષ મળવા માટે આવ્યા છે. ગુજરાતી એટલે દાળભાત ખાવું રમત ગમત આપણું કામ નહી તેવું મેણુ ભાંગવા ખેલ મહાકુંભની શરૂઆત તેમણે કરી હતી. ખેલે તે ખીલે તે ભાવ સાથે ગુજરાતના તમામ લોકોમાં ખેલની ધરબાઇને પડેલી ભાવના ઉજાગર કરી છે. એક સમયે 13 લાખ રમતવીરોથી શરૂ થયેલી પરંપરા આજે 55 લાખ લોકોની સહભાગીતા સુધી પહોંચી છે. તે સાબિત કરે છે હવે ગુજરાતનો ખેલ મહાકુંભ એક ઉત્સવ બની ચુક્યો છે. વડાપ્રધાન આપે શરૂ કરેલ પરંપરા હવે ગુજરાતની સંસ્કૃતીનો અભિન્ન હિસ્સો બની ચુક્યો છે. ખેલાડી રમવા ખાતર રમે તેમ નહી પરંતુ પોતાની રુચીના ખેલમાં ખીલે તે માટે પૌષ્ટીક આહારથી માંડીને વૈશ્વિક કક્ષાની ટ્રેનિંગ, કોચિંગ અને પારિતોષિક દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આદિવાસી વિસ્તાર અને દરિયાકાંઠા લોકોનું ટેલેન્ટ પણ ગુજરાત મળ્યું છે. ગુજરાતમાં ખેલાડીઓ હતા પરંતુ તેમને પ્લેટફોર્મ મળતું નહોતું તે હવે ખેલમહાકુંભલી મલી રહ્યું છે. લોકોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવી છે.  9 વર્ષથી વધારેની ઉંમરના બાળકોથી માંડી 60 વર્ષના લોકો સુધી ખેલમહાકુંભમાં ભાગ લે છે. ગુજરાતમાં એક સ્પોર્ટિંગ કોમ્યુનિટિ શરૂ થઇ છે. ખેલમહાકુંભને અલગ રીેતે જોવાય છે. રમત ગમત હવે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી નથી રહી પરંતુ તે જીવનની જરૂરિયાત તરીકે આગળ વધી રહી છે. વડાપ્રધાને વાવેલા બીજ હવે વટવ-ક્ષ બનીને ફળ આપી રહ્યા છે. હવે ગુજરાતના યુવાનો તમામ ક્ષેત્રમાં આગળ આવી રહ્યા છે રાષ્ટ્રીય સ્તરે ઓલખ બનાવી રહ્યા છે. વિજેતા બનેલા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા અને તાલીમ અપાઇ રહી છે. જેના પગલે આંતરરાષ્ટીય અને આંતરરાષ્ટ્રીયમાં વધારો થઇ રહ્યો છે. સરિતા ગાયકવાડ ખેલમહાકુંભની જ દેન છે. ગુજરાતની 6 દિકરીઓ ટોકિયો ઓલમ્પિકમાં ભાગ લઇને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આ રમતવિરોની સિદ્ધિને વધારે જાગૃતિ લાવીને લોકચાહના પેદા કરી છે. ગુજરાતને આપના દિશાદર્શનમાં ખેલમહાકુંભની શરૂઆત કરીને એક અનોખી ઇકો સિસ્ટમ ઉભી કરી છે. આ ઇકો સિસ્ટમને વધારે ઉન્નત બનાવવા માટે રાજ્યની નવી રમત પોલીસી પણ આપ દ્વારા સમર્પિત કરવામાં આનાર છે. આવો રમીએ અને સ્વસ્થ્ય રહીએ અને રાજ્યમાં એક રમતની ઇકોસિસ્ટમ ઉભી કરીએ. 

વડાપ્રધાન MODI LIVE...

  • નમસ્કાર, ભારત માતા કી જયના નારા સાથે વડાપ્રધાન મોદીએ પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. સંબોધનમાં તેમણે ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સાંસદ સી.આર પાટીલ, રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિત તમામ નાગરિકો અને મંત્રી, ધારાસભ્ય અને સાંસદોનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતના ખુણેખુણેથી આવેલા યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. મારી સામે યુવા જોશનો આ સાગર, આ ઉમંગ, આ ઉત્સાહની લહેરો સ્પષ્ટ દર્શાવે છે કે, ગુજરાતનો યુવાન તમે બધા આભને આંબવા માટે થનગની રહ્યા છો. આ ન માત્ર રમતોનો મહાકુંભ છે પરંતુ ગુજરાતની યુવા શક્તિનો પણ મહાકુંભ છે. હું તમામ યુવાનોને 11 ખેલ મહાકુંભ બદલ શુભકામનાઓ પાઠવું છું. કોરોનાને કારણે 2 વર્ષ સુધી ખેલમહાકુંભ પર બ્રેક લાગી હતી પરંતુ ભુપેન્દ્રભાઇએ જે ભવ્યતા સાથે ફરી એકવાર શરૂઆત કરી છે તેના કારણે યુવાનો નવા ઉત્સાહથી થનગની ઉઠ્યા છે. દોસ્તો મને યાદ છે 12 વર્ષ પહેલા 2010 માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હું તે કાર્યકાળમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. આજે હું કહી શકું છું કે, જે સ્વપ્નનું બીજ મે વાવ્યું હતું તે વટવૃક્ષ બનતું દેખાઇ રહ્યું છે. આ બીજને હું આજે આટલા વિશાળ વટવૃક્ષનો આકાર લેતા જોઇ રહ્યો છું. 2010 માં પ્રથમ ખેલ મહાકુંભમાં જ ગુજરાતે 16 રમતમાં 13 લાખ ખેલાડીઓ સાથે આનો પ્રારંભ કર્યો હતો. મને ભુપેન્દ્રભાઇએ કહ્યું કે, 2019 માં થયેલા ખેલમહાકુંભમાં આ ભાગીદારી વધીને 40 લાખ સુધી પહોંચી ચુકી હતી. 36 સ્પોર્ટ્સ અને 26 પેરા સ્પોર્ટ્સમાં 40 લાખ ખેલાડી. કબ્બડી, ખોખો અને ટગઓફ વોરથી માંડીને યોગાસન અને મલ્લખમ સુધી સ્કેટિંગ અને ટેનિસથી માંડીને ફેન્સિંગ સુધી દરેક રમતમાં આપણા યુવાનો આજે અદ્ભુત પ્રદર્શન કરી રહ્યા છે. હવે આ આંકડો 40 લાખને પાર કરીને 55 લાખ સુધી પહોંચી ચુક્યો છે. શક્તિદુત જેવા કાર્યક્રમ દ્વારા ખેલમહાકુંભના ખેલાડીઓને મદદ કરવાની જવાબદારી પણ સરકાર ઉઠાવી રહી છે. જે સતત અવિરામ પ્રયાસો કરવામાં આવ્યા ખેલાડીઓએ જે સાધના કરી અને ખેલાડી પ્રગતિ કરે છે તો તેની પાછળ એક લાંબી તપસ્યા હોય છે. જે સંકલ્પ ગુજરાતના લોકોએ મળીને લીધો હતો તે આજે સમગ્ર વિશ્વમાં પોતાના ઝંડા ફરકાવી રહ્યા છે. મારા નવયુવાન મિત્રો આ ગુજરાતની યુવા શક્તિનો તમને ગર્વ છે ? ગુજરાતના ખેલાડીઓ પરાક્રમ કરી રહ્યા છે તમને ગર્વ થઇ રહ્યો છે ? ખેલ મહાકુંભથી નિકળનાર યુવાનો ઓલમ્પિક્સ, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ સહિત અનેક સ્થળોએ દેશનું અને ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. આવી જ પ્રતિભાઓ આ મહાકુંભથી પણ તમારી વચ્ચેથી નિકળશે. ખેલાડીઓ રમત ગમતના મેદાનમાંથઈ નિકળે છે અને દેશના ઝંડા સમગ્ર વિશ્વમાં ફરકાવે છે. સાથીઓ એક સમય હતો જ્યારે રમત જગતમાં ભારતની ઓળખ અને શાખ માત્ર એક બે રમતના વિશ્વાસે હતી. તેનું પરિણામ આવ્યું કે, જે રમત દેશના ગૌરવ અને ઓળખ સાથે જોડાયેલા હતા તેને પણ ભુલાવી દેવાયા. જેના કારણે રમત સાથે જોડાયેલા સંસાધનો વધાર, સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે જેટલું ધ્યાન અને પ્રાથમિકતા અપાવી જોઇએ તે અટકી ગયું હતું. જે પ્રકારે રાજનીતિમાં ભાઇ ભત્રીજા વાદ ઘુસી ગયો છે રમત જગતમાં પણ ખેલાડીઓની પસંદગીમાં પારદર્શીતા નહોતી. ખેલાડીઓની તમામ પ્રતિભા પરેશાનીઓ સામે લડવામાં જ જતી રહેતી હતી. આ વમળમાંથી નિકળીને ભારતના યુવાઓ આજે આભને આંબી રહ્યા છે. ગોલ્ડ અને સિલ્વરની ચમક દેશના આત્મવિશ્વાસને પણ ચમકાવી રહી છે. ચમત્કારનો અનુભવ પણ કરાવી રહી છે. વિશ્વનો સૌથી યુવા દેશ રમતગમતના મેદાનમાં પણ એક શક્તિ તરીકે ઉભરી રહ્યો છે. ટોકિયો ઓલમ્પિક્સ અને પેરા ઓલમ્પિક્સમાં આપણા ખેલાડીઓએ આ પરિવર્તનને સાબિત કર્યું છે. ટોકિયો ઓલમ્પિક્સમાં ભારતમાં પહેલીવાર 7 મેડલ જીત્યા છે. આ જ રેકોર્ડ ભારતના યુવાનોએ ટોકિયો ઓલમ્પિક્સમાં પણ વધાર્યો. ભારતે આ વૈશ્વિક પ્રતિયોગિતામાં 19 મેડલ પ્રાપ્ત કર્યા. જો કે સાથીઓ આ માત્ર શરૂઆત છે. હું હિન્દુસ્તાન અટકવાનું છે, ન હિન્દુસ્તાન થાકવાનું છે. મને મારા દેશની યુવા શક્તિ પર વિશ્વાસ છે. મને મારા દેશના યુવા ખેલાડીઓની તપસ્યા પર વિશ્વાસ છે. મને મારા દેશના યુવા ખેલાડીઓના સપનાઓ, સંકલ્પ, સમર્પણ પર વિશ્વાસ છે. એટલા માટે જ આજે હું લાખો યુવાનોની સામે હિંમત સાથે ગર્જના કરી શકુ છું કે, ભારતની યુવા શક્તિ દેશને ખુબ જ આગળ લઇને જશે. એ દિવસ દુર નથી જ્યારે આપણે અનેક રમતોમાં અનેક ગોલ્ડ એક સાથે જીતનાર દેશો પૈકી એક હઇશું. આપણો ત્રિરંગો ગર્વથી ફરકતો હશે. આ વખતે યુક્રેનમાંથી જે યુવાનો પરત આવ્યા છે, યુદ્ધના મેદાનમાંથી આવ્યા છે, બોમ્બગોળાની વચ્ચેથી આવ્યા છે. આવીને તેમણે કહ્યું કે, આજે ત્રિરંગાની આન,બાન અને શાન શું હોય છે તે અમે યુક્રેનમાં અનુભવી છે. પરંતુ સાથીઓ હું વધારે એક દ્રષ્ય તરફ તમને લઇ જવા માંગુ છું. જ્યારે આપણા ખેલાડી મેડલ પ્રાપ્ત કરીને પોડિયમ પર ઉભા રહેતા હતા અને ત્રિરંગો દેખાતો હતો અને ભારતનું રાષ્ટ્રગાન વાગતું હતું, આપણા ખેલાડીઓની આંખોમાંથી હર્ષના અને ગૌરવના આંસુઓ વહી રહ્યા હતા. આ હોય છે દેશભક્તિ. ભારત જેવા યુવા દેશને દિશા આપવામાં યુવાનોની ખુબ જ મોટી ભુમિકા છે. ભવિષ્યને યુવાન ઘડી શકે છે. તે યુવા જ ઘડી શકે છે જે સંકલ્પ લઇને તેના માટે સમર્પિત થઇ જાય છે. આજે આ ખેલ મહાકુંભમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ગામ, શહેર અને નાના ગામડાઓમાંથી લાખો યુવાન અહીં જોડાયા છે. તમે તમારા સપનાઓને પુર્ણ કરવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છો. હું તમારા સપનાઓમાં તમારા ક્ષેત્રનું ભવિષ્ય જોઇ રહ્યો છું. તમારા જિલ્લાનું ભવિષ્ય જોઇ રહ્યો છું. હું તમારા સપનાઓમાં સમગ્ર ગુજરાત અને દેશનું ભિષ્ય જોઇ રહ્યો છું. તેથી જ આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી લઇને સ્ટેન્ડ્ અપ ઇન્ડિયા, વોકલ ફોર લોકલ અને ભારતના દરેક અભિયાનની જવાબદારી ભારતના યુવાનોએ પોતે જ આગળ વધીને ઉટાવી છે. આપણા યુવાનોએ ભારતના સામર્થને સાબિત કરી દેખાડ્યું છે. મારા યુવા મિત્રો આજે સોફ્ટવેરથી માંડી સ્પેસ પાવર સુધી, ડિફેન્સથી લઇને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી ભારતનો દબદબો છે. દુનિયા ભારતને એક મોટી શક્તિ તરીકે જોઇ રહી છે. ભારતની આ શક્તિને સ્પોર્ટ્સ સ્પિરિટ, ખેલદિલી અનેકગણી વધારી શકે છે. આ જ તમારી સફળતાનો પણ મંત્ર છે. એટલા માટે જ હું હંમેશા કહુ છું કે, જે ખેલે તે જ ખીલે. મારી તમામ યુવા મિત્રોને સલાહ છે કે, સફળતા માટે કોઇ શોર્ટકટ નથી હોતો. તમે રેલ્વે પ્લેટફોર્મ પર જોયું હશે ઘણા લોકો બ્રિજ પરથી જવાના બદલે પાટા કુદીને જાય છે. ત્યાં રેલવેના લોકોએ લખ્યું છે, શોર્ટ કમ વિલ કટ યુ શોર્ટ. શોર્ટકટનો રસ્તો ખુબ જ ટુંકો હોય છે. મિત્રો સફળતાનો માત્ર એક જ મંત્ર છે, લોન્ગ ટર્મ પ્લાનિંગ અને કન્ટીન્યુઅસ કમિટમેન્ટ. ન એક જીત આપણો અંતિમ પડાવ હોઇ શકે ન તો એક હાર. આપણા વેદોમાં કહ્યું છે, ચરૈવૈતી, ચરૈવૈતી. આજે દેશ પણ અનેક પડકારો વચ્ચે અટક્યા વગર થાક્યા વગર અને ઝુક્યા વગર આગળ વધી રહ્યો છે. આપણે બધાએ મળીને સતત પરિશ્રમ સાથે સતત આગળ વધવાનું છે. સ્પોર્ટ્સમાં આપણે જીત માટે 360 ડિગ્રી પર્ફોમ કરવાની જરૂર છે. સમગ્ર ટીમને પર્ફોમ કરવાનું હોય છે. અહીં સારા સારા ખેલાડીઓ હાજર છે. તમે જણાવો કે, ક્રિકેટમાં કોઇ ટીમ સારી બેટિંગ કરે અને બોલિંગ ખરાબ કરે તો જીતી શકશે શું ? ટીમનો ખેલાડી ખુબ જ સારૂ રમે પણ અન્ય ખેલાડીઓ ઓછઉ પર્ફોમ કરે તો જીતી શકાશે? જીતવા માટે સમગ્ર ટીમને બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગના ક્ષેત્રમાં સારુ પ્રદર્શન કરવું પડશે. ભારતમાં રમતને સફળતાના શીખર સુધી પહોંચાડવા માટે દેશને આજે આવા જ 360 ડિગ્રી ટીમ વર્કની જરૂર છે. માટે દેશ એક હોલિસ્ટિક એપ્રોચ સાથે કામ કરી રહ્યો છે. ખેલો ઇન્ડિયા આ જ પ્રોગ્રામનું ઉદાહરણ છે. પહેલા આપણી યુવા પ્રતિભા દબાયેલી રહેતી હતી. તેમને તક મળતી નહોતી. આપણે દેશની પ્રતિભાને ઓળખીને દરેક સહયોગ આપવાનું શરૂ કર્યું. પ્રતિભા હોવા છતા આપણા યુવાનો ટ્રેનિંગના અભાવે પાછળ રહી જતા હતા. આજે વિશ્વકક્ષાની ટ્રેનિંગ મળી રહી છે. દેશ તે નક્કી કરે છે કે, ખેલાડીઓને રિસોર્સિસ ઘટે નહી. હું ભુપેન્દ્ર પટેલ અને તેમની ટીમને શુભકામનાઓ આપુ છું. યુવાનોનો આભાર. ખુબ ખુબ આભાર... ભારત માતા કી જય...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news