ઇન્ટરવ્યું આપવા ગયેલી યુવતી થઇ બેભાન ! જ્યારે હોશમાં આવી ત્યારે શરીર પર નહોતું એક પણ...

યુવતીને લોકડાઉનના કારણે પતિ બેકાર થયો અને નોકરી માટે ચારિત્ર જ ગુમાવાનો વારો આવ્યો હતો

Updated By: Sep 28, 2020, 10:19 PM IST
ઇન્ટરવ્યું આપવા ગયેલી યુવતી થઇ બેભાન ! જ્યારે હોશમાં આવી ત્યારે શરીર પર નહોતું એક પણ...
પ્રતિકાત્મક તસવીર

* નોકરી મેળવવાનું યુવતીને ભારે પડ્યું
* એક વાર મુલાકાત કરનાર યુવકને ગઈ મળવા
* યુવકે યુવતીને બેભાન કરી ગુજાર્યો બળાત્કાર
* લોકડાઉનમાં ઉભી થયેલી બેકારી યુવતી માટે સજારૂપ સાબિત થઈ

ઉદય રંજન/અમદાવાદ : યુવતીને લોકડાઉનના કારણે પતિ બેકાર થયો અને નોકરી માટે ચારિત્ર જ ગુમાવાનો વારો આવ્યો હતો અને એક હવસખોરનો શિકાર બની હતી. લોકડાઉનમાં પતિની હોટલ બન્ધ થઈ જતા યુવતી પતિ સાથે અમદાવાદ આવી અને નોકરી શોધવા લાગી હતી. નોકરીની શોધમાં અગાઉ પરિચયમાં આવેલા યુવકને મળી. જોકે યુવકે નોકરી આપવાના બહાને બોલાવી યુવતીને બેભાન કરી બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપીની નારોલ પોલીસે ધરપકડ કરી છે. 

અમદાવાદ: ફુટબોલ રમવા જેવી સામાન્ય બાબતે વૃદ્ધ પર 3 નર રાક્ષસોનો હિચકારો હુમલો

આ હેવાનનું નામ છે સુરેશ જાટ. સોલામાં રહેતી ૨૮ વર્ષીય યુવતી છેલ્લા પંદર દિવસથી તેના પતિ સાથે ભાડે રહેવા આવી છે. તેના પતિ ઉદયપુરમાં હોટલ ચલાવતા હતા. પરંતુ લોકડાઉનને કારણે ધંધો પડી ભાંગતા બંને પતિ-પત્ની અમદાવાદમાં નોકરી શોધવા આવ્યા હતા. આ યુવતી અગાઉ અમદાવાદમાં બે વર્ષ એકલી રહેતી હતી, ત્યારે બોપલમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતી હતી. તે વખતે તેની ઓફિસમાં સુરેશભાઈ જાટ નામનો વ્યક્તિ આવ્યો હતો અને તેને આ મહિલાને ટ્રાન્સપોર્ટર તરીકેની ઓળખ આપી પરિચય કર્યો હતો.


(દુષ્કર્મનો આરોપી)

Gujarat Corona Update: 1404 નવા કેસ નોંધાયા, 12નાં મોત, 1336 દર્દીઓ સાજા થયા

જો કે નોકરી જોઈતી હોવાના કારણે આ મહિલા અમદાવાદ આવ્યા બાદ સુરેશને ફોન કર્યો હતો. ત્યારે તેને ફ્લેટ ઉપર બોલાવી હતી. યુવતી ઘરમાં આવતા જ આ મહિલાએ તેને નોકરીની વાત કરવા માટે ડોક્યુમેન્ટ બતાવ્યા હતા. ત્યારે સુરેશ નામના વ્યક્તિએ આ મહિલાને કોલ્ડડ્રિન્કની બોટલ આપતા તે પી ગઈ હતી. ત્યાર બાદ મહિલાને આ પીણું પીવાથી ચક્કર આવ્યા હતા. ત્યારે તેની નોકરીની વાત સુરેશ નામના વ્યક્તિ સાથે ચાલુ હતી  પરંતુ બાદમાં તે બેભાન થઇ ગઈ હતી. 

સમગ્ર દેશનું ગૌરવ પહોંચ્યું ભાવનગરના આંગણે, અનેક મંત્રીઓ સહિતના અધિકારીઓ પહોંચ્યા અલંગ

બે કલાક પછી જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેના શર્ટના બટન ખુલ્લા હતા અને પેન્ટ પણ શરીર ઉપર ન હતું. જેથી આ સુરેશે કેફી પીણું પીવડાવી તેના ઘરમાં મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની તેને જાણ થતાં જ તેણે નારોલ પોલીસ સ્ટેશનમાં સુરેશ નામના વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી. તપાસમાં સામે આવ્યું કે જીરું નામના કોલ્ડડ્રિન્કમાં આરોપીએ દારૂ મિલાવી યુવતીને પીવડાવ્યો હતો અને બાદમાં દુષ્કર્મ કર્યું હતું. આરોપીના પરિવારમાં પત્ની અને પુત્ર ન હોવાથી તેને એકલતાનો લાભ લઈને દારૂના નશામાં આ દુષ્કૃત્ય કર્યું હતું.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube