કૃષિ કાયદાને રાજ્યોમાં 'ફેલ' કરશે કોંગ્રેસ? વિરોધ વચ્ચે સરકારોને દેખાડ્યો આ રસ્તો

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી શાસિત પ્રદેશોની સરકારોને સોમવારે કહ્યુ કે, તે કેન્દ્ર સરકારના કૃષિ વિરોધી કાયદાને નિષ્ક્રિય કરવા માટે પોતાને ત્યાં કાયદો પસાર કરવાની સંભાવના પર વિચાર કરે.   

Updated By: Sep 28, 2020, 09:35 PM IST
કૃષિ કાયદાને રાજ્યોમાં 'ફેલ' કરશે કોંગ્રેસ? વિરોધ વચ્ચે સરકારોને દેખાડ્યો આ રસ્તો

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે કૃષિ અને કિસાનો સાથે જોડાયેલા બિલોને મંજૂરી આપી દીધી છે. પરંતુ વિપક્ષ હજુ પણ કૃષિ બિલને પરત લેવાની માગ પર અડગ છે. આ વચ્ચે કોંગ્રેસે કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં કૃષિ સંબંધી કાયદાને અપ્રભાવી બનાવવા માટે એક રણનીતિ પર વિચાર કરી રહ્યું છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કોંગ્રેસ શાસિત રાજ્યોની સરકારોને કહ્યુ કે, તે પોતાને ત્યાં અનુચ્છેદ 254 (2) હેઠળ પાસ કરવા પર વિચાર કરે જે કેન્દ્ર સરકાર દ્વારા પાસ બિલને નિષ્ક્રિય કરતા હોય. 

વેણુગોપાલે એક નિવેદનમાં કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સલાહ આપી છે કે કોંગ્રેસ શાસિત રાજ્યોએ પોતાને ત્યાં કેન્દ્ર તરફથી પાસ કરાયેલા કૃષિ સંબંધિત કાયદાને નિષ્ક્રિય કરવા માટે બંધારણના અનુચ્છેદ 254(2)નો ઉપયોગ કરવા પર વિચાર કરવો જોઈએ. બંધારણનો આ અનુચ્છેદ રાજ્ય વિધાનસભાઓને રાજ્યના અધિકાર ક્ષેત્ર પર અતિક્રમણ કરનાર કેન્દ્રીય કાયદાને નકારવા માટે એક કાયદો પાસ કરવાની મંજૂરી આપે છે. 

48 કલાકમાં આવશે બાબરીનો ચુકાદો, આરોપી ઉમા ભારતીની જાહેરાત- ફાંસી મંજૂર છે, પરંતુ......  

કિસાનોને મળશે સરકારના કઠોર કાયદાથી મુક્તિ
વેણુગોપાલે કહ્યુ કે, તેનાથી કોંગ્રેસ શાસિત રાજ્ય ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) અને એપીએમસીના વિઘટન સહિત ત્રણ કઠોર કૃષિ કાયદાને કિનારે કરી શકશે. તેમણે કહ્યુ કે, તેનાથઈ કિસાનોને મોદી સરકાર અને ભાજપ દ્વારા કરવામાં આવેલા ઘોર અન્યાયથી મુક્તિ મળશે. 

જાણો શું છે અનુચ્છેદ 254 (2)
રાજ્ય વિધાનસભા દ્વારા સમકાલીન સૂચિમાં સામેલ કોઈ વિષયના સંબંધમાં બનાવવામાં આવેલ કાયદામાં કોઈ એવી જોગવાઈ સમાયેલ છે જે સંસદ દ્વારા પહેલા બનાવવામાં આવેલ કાયદા કે તે વિષયના સંબંધમાં કોઈ હાલના કાયદોની જોગવાઈઓ વિરુદ્ધ છે તો જો એવા રાજ્યની વિધાનસભા દ્વારા આ પ્રકારે બનાવવામાં આવેલ કાયદાને રાષ્ટ્રપતિના વિચાર માટે અનામત રાખવામાં આવ્યા છે અને તેના પર તેની મંજૂરી મળી ગઈ છે તો તે કાયદો રાજ્યમાં પેરેન્ટ હશે. પરંતુ આ ખંડની કોઈ વાત સંસદને તે વિષયના સંબંધમાં કોઈ કાયદા જેના અંતર્ગત કાયદો છે, જે રાજ્ય વિધાનસભા દ્વારા આ પ્રકારે બનાવવામાં આવેલ કાયદા  ઉમેરાઓ, સુધારાઓ, ફેરફાર અથવા રીપેલ્સ કરે છે, કોઈપણ સમયે કાયદો અટકાવશે નહીં.

રવિવારે રાષ્ટ્રપતિએ કૃષિ બિલને આપી હતી મંજૂરી
કિસાનો અને રાજકીય પક્ષોના સતત વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે સંસદના ચોમાસુ સત્રમાં પાક કિસાનો અને ખેતી સાથે જોડાયેલ બિલો પર પોતાની મંજૂરી આપી દીધી છે. કિસાન અને રાજકીય પક્ષ આ બિલને પરત લેવાની માગ કરી રહ્યાં હતા, પરંતુ તેમની અપીલ કામ ન આવી. ત્રણેય બિલ હવે કાયદો બની ગયા છે. સાથે રાષ્ટ્રપતિએ J-K સત્તાવાર ભાષા બિલ 2020 પર પણ પોતાની મંજૂરી આપી દીધી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube