સમગ્ર દેશનું ગૌરવ પહોંચ્યું ભાવનગરના આંગણે, અનેક મંત્રીઓ સહિતના અધિકારીઓ પહોંચ્યા અલંગ

દેશનું ઐતિહાસિક યુદ્ધ જહાજ, 'ગ્રેટ ઓલ્ડ લેડી' નાં નામથી ઓળખાતું અને સમુદ્ર પર રાજ કરી ચૂકેલું વિરાટ આજે અલંગની જમીન પર આવી પહોંચ્યું હતું. જહાજને આજે મોટી ભરતીમાં અલંગ ખાતે આવેલા પ્લોટ નં.9માં બીચ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. બીચિંગ સમયે INS વિરાટને અંતિમ સલામી અપાઈ તેમજ ભારતીય યુધ્ધ જહાજ વિરાટનો મહાનુભાવોએ આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે કેન્દ્રીય શિપિંગમંત્રી મનસુખ માંડવિયા, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, GMBનાં વાઈસ-ચેરમેન અવંતિકાસિંઘ અને નેવીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર દેશનું ગૌરવ પહોંચ્યું ભાવનગરના આંગણે, અનેક મંત્રીઓ સહિતના અધિકારીઓ પહોંચ્યા અલંગ

નવનીત દલવાડી/ભાવનગર : દેશનું ઐતિહાસિક યુદ્ધ જહાજ, 'ગ્રેટ ઓલ્ડ લેડી' નાં નામથી ઓળખાતું અને સમુદ્ર પર રાજ કરી ચૂકેલું વિરાટ આજે અલંગની જમીન પર આવી પહોંચ્યું હતું. જહાજને આજે મોટી ભરતીમાં અલંગ ખાતે આવેલા પ્લોટ નં.9માં બીચ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. બીચિંગ સમયે INS વિરાટને અંતિમ સલામી અપાઈ તેમજ ભારતીય યુધ્ધ જહાજ વિરાટનો મહાનુભાવોએ આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે કેન્દ્રીય શિપિંગમંત્રી મનસુખ માંડવિયા, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, GMBનાં વાઈસ-ચેરમેન અવંતિકાસિંઘ અને નેવીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય યુદ્ધ જહાજ INS વિરાટને અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9 થી 10 નોટિકલ માઈલ દૂર દરિયામાં એન્કર કરાયું હતું, ત્યાંથી ટગ દ્વારા જહાજને ધીમે ધીમે ખેંચીને નજીક લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જહાજના બીચિંગ સમયે એન્કરેજ પોઇન્ટ પરથી ટગ સિંહ અને ચિતા નામની ટગ દ્વારા INS વિરાટને ખેંચીને પ્લોટ તરફ લાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ જહાજ સાથે લોખંડના રસ્સા બાંધી કિનારા સુધી ખેંચી લાવવામાં આવ્યું હતું. INS વિરાટ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર-9માં બીચિંગ થઈ ગયા બાદ અલંગમાં બનાવવામાં આવેલા હેલિપેડ ખાતેથી તમામ મંત્રીઓ જહાજ પર હેલિકોપ્ટર દ્વારા જવા રવાના થયા હતા. જહાજના ડેક પરથી નિરીક્ષણ કર્યું હતું.

INS વિરાટ જહાજને અલંગના શ્રીરામ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ દ્વારા ખરીદ કરવામાં આવ્યું હતું. આ જહાજ ફક્ત જહાજ નથી, પરંતુ સમગ્ર દેશની સંવેદના તેની સાથે જોડાયેલી છે. વિરાટે પોતાના કાર્યકાળ દરમિયાન ભારતીય નૌસેનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. વિરાટ જહાજનો સ્ક્રેપ લેવા માટે દેશની અગ્રણી બે સ્કૂટર કંપનીઓ દ્વારા વાટાઘાટો કરવામાં આવી રહી છે. ત્યારે હવે INS વિરાટ અલંગની શૈયા પર નામશેશ થવા જઈ રહ્યું છે.

INS વિરાટનો મુદ્રા લેખ હતો "જળમેવ યસ્ય બલમેવ તસ્ય', ગુજરાતીમાં તેનો અર્થ થાય છે પૂરી તાકાતથી સમુદ્ર પર રાજ કરવું અને આ લોગો જ ઘણુંબધું કહી જાય છે. 30 વર્ષ સુધી ભારતીય નૌસેનામાં વિરાટ સામેલ હતું અને તેમાં 1207 ક્રૂ-મેમ્બર, 143 એર ક્રૂ-મેમ્બર મળી 1350ના સ્ટાફ માટે 3 મહિના ચાલે તેટલા રેશનનો જથ્થો, પાણીપુરવઠા માટેના ડિસેલિનેશ પ્લાન્ટ સાથે સજ્જ હતું. વિરાટ એક મોટી ટાઉનશિપ જેવું હતું, જેમાં જિમ, લાઇબ્રેરી, હોસ્પિટલ સામેલ હતાં. તેમાં 16 સી-હેરિયર પ્લેન, 4 સી-કિંગ હેલિકોપ્ટરને સામેલ કરાયું હતું. ભારતીય નૌસેનામાંથી વિરાટને સેવા નિવૃત્ત કરવામાં આવ્યા બાદ તેને કોચિન શિપયાર્ડ ખાતે લઈ જઈને હથિયારો, દારૂગોળો, મશીનરી, રડાર, એન્જિન, પ્રોપેલર સહીત ની વસ્તુઓ કાઢી નાખવામાં આવ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news