ગુજરાતની આ દિકરીએ વધાર્યું દેશનું ગૌરવ, ભલભલા પોલીસ અધિકારીઓ ઠોકે છે સલામ

ગુજરાતની વધારે એક દિકરીએ વિદેશમાં દેશનું નામ રોશન કર્યું છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા પોલીસમાં ગુજરાતી યુવતીએ પદ પ્રાપ્ત કરીને ન માત્ર દેશ પરંતુ ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું છે.આ યુવતીની સફળતામાં માતા પિતા જેટલો જ સાથ સહકાર તેના સાસુ સસરાએ પણ આપ્યો હતો. આશરે 6 વર્ષ પહેલા ધર્મજમાં રહેતા આશાબેન પટેલના લગ્ન ઠાસરામાં રહેતા જયકિશન સાથે થયા હતા. લગ્ન બાદ બંન્ને પતિ-પત્ની ઓસ્ટ્રેલિયા ખાતે સ્થાયી થયા હતા. જ્યાં પતિ પોલીસની તૈયારી કરી રહ્યા હતા. 

Updated By: Oct 17, 2021, 05:12 PM IST
ગુજરાતની આ દિકરીએ વધાર્યું દેશનું ગૌરવ, ભલભલા પોલીસ અધિકારીઓ ઠોકે છે સલામ

ઠાસરા : ગુજરાતની વધારે એક દિકરીએ વિદેશમાં દેશનું નામ રોશન કર્યું છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા પોલીસમાં ગુજરાતી યુવતીએ પદ પ્રાપ્ત કરીને ન માત્ર દેશ પરંતુ ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું છે.આ યુવતીની સફળતામાં માતા પિતા જેટલો જ સાથ સહકાર તેના સાસુ સસરાએ પણ આપ્યો હતો. આશરે 6 વર્ષ પહેલા ધર્મજમાં રહેતા આશાબેન પટેલના લગ્ન ઠાસરામાં રહેતા જયકિશન સાથે થયા હતા. લગ્ન બાદ બંન્ને પતિ-પત્ની ઓસ્ટ્રેલિયા ખાતે સ્થાયી થયા હતા. જ્યાં પતિ પોલીસની તૈયારી કરી રહ્યા હતા. 

સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ જો... અમદાવાદીએ હકીકતમાં બનાવી દીધી આવી સાયકલ

જેથી પુત્રવધુ આશાબહેનને પણ તૈયારીનો વિચાર આવ્યો હતો. જેના કારણે પતિ પત્ની બંન્નેએ લગ્નની તૈયારી આરંભી હતી. જેમાં સસરાએ પણ ભરપુર સાથ આપ્યોહ તો. જેના પરિણામ આશાબહેને ઓસ્ટ્રેલિયન પોલીસની પરીક્ષામાં સફળતા મેળવી હતી. હાલ તેઓ વિક્ટોરિયા પોલીસમાં અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. આશાબેન છેલ્લા 3 મહિનાથી પોલીસ ફોર્સમાં જોડાઇ ચુક્યા છે. તેઓ ન માત્ર પોલીસ તરીકે સફળતાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે પરંતુ સાથે સાથે પરિવારની જવાબદારી પણ એટલી જ સફળતાથી નિભાવી રહ્યા છે. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગજબનું કૌભાંડ, જે એન્જિનિયર બિલ મૂકશે તે જ પાસ પણ કરશે

આશાબેનને તેમના માતા પિતાએ તો ખુબ જ કાબેલ બનાવ્યા છે. પરંતુ સાથે સાથે સસરાએ પણ તેમને ખુબ જ સાથ આપ્યો હતો. સસરા તુષારભાઇએએ પોતાની પુત્રવધુને સતત આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમાજની રૂઢીઓ હોવા છતા પણ તેમણે પુત્રવધુને સાથ આપ્યો હતો. આશાબહેનની સફળતાને કારણે ન માત્ર આ પરિવાર પરંતુ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube