ગુજરાતમાં આ સ્થળે છે 110 વર્ષ જૂની સંસ્કૃત પાઠશાળા, ‘દેવ’ભાષાનું અપાય છે જ્ઞાન

વડોદરા જીલ્લામાં નર્મદાના કિનારે આવેલા પવિત્ર યાત્રા ધામ ચાંદોદ ખાતે આવેલ જામ્બુ બ્રાહ્મન કાણ્વ સ્ંસ્ક્રુત પાઠશાળા છેલ્લા 110 વર્ષથી કાર્યરત છે.

ગુજરાતમાં આ સ્થળે છે 110 વર્ષ જૂની સંસ્કૃત પાઠશાળા, ‘દેવ’ભાષાનું અપાય છે જ્ઞાન

ચિરાગ જોશી/વડોદરા: ગુજરાતમાં આજે પણ એવા ગામડા છે કે છે કે ત્યાં સંસ્કૃત ભાષા બોલાય છે. પરંતુ આજના આધુનિક જમાનામા અંગ્રેજી ભાષાએ દેશ અને દુનિયા પર પ્રભુત્વ જમાવ્યુ છે. ત્યારે હિન્દુ ધર્મની ‘દેવ’ ભાષા તરીકે ઓળખાતી સંસ્ક્રુત ભાષા લુપ્ત થવાને આરે છે. ત્યારે આદિકાળથી હિન્દુ ધર્મના પવિત્ર વેદો અને ગ્રંથો જે ભાષામા લખાયેલા છે તેવી પ્રચિન અને અર્વાચીન સંસ્ક્રુત ભાષાને જાળવી રાખવા અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે.

જામ્બુ બ્રાહ્મન કાણ્વ સ્ંસ્ક્રુત પાઠશાળા છેલ્લા 110 વર્ષથી કાર્યરત
વડોદરા જીલ્લામાં નર્મદાના કિનારે આવેલા પવિત્ર યાત્રા ધામ ચાંદોદ ખાતે આવેલ જામ્બુ બ્રાહ્મન કાણ્વ સ્ંસ્ક્રુત પાઠશાળા છેલ્લા 110 વર્ષથી કાર્યરત છે. મહત્વની વાત એ છે કે ગુજરાતમાં માત્ર એક જ કાણ્વ સ્ંસ્ક્રુત પાઠશાળા છે. જે અહી ચાંદોદ ખાતે આવેલી છે. અહી ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, અને બિહાર સહિત અલગ અલગ પ્રાંતમાથી ભ્રહ્મ વિદ્યાર્થીઓ સંસ્ક્રૃત ભાષાના અભ્યાસ અર્થે આવે છે. વેદ,સાહિત્ય, વ્યાકરણ, કર્મકાંડ, અને જ્યોતિષનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. સાથે સાથે અહી બાળકોને સંસ્કારનુ સિંચન પણ કરવામા આવે છે. અહી સુંદર અને રમણિય વાતાવરણમાં ધર્મનુ, વેદોનુ અને હિન્દુ સંસ્ક્રુતિનુ જ્ઞાન પીરસાય છે.

Sanskrit-Pathshala-

આજે માત્ર 70 જેટલા વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ 
મહત્વની વાત એ છે કે અંગ્રેજી ભાષા તરફ લોકોનો જુકાવ વધી રહ્યો છે. જ્યારે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથો સાથે વણાયેલી સંસ્ક્રુત ભાષા દિવસે ને દિવસે લુપ્ત થઇ રહી છે. અને સંસ્ક્રુત વિદ્યાલયોની સંખ્યામા પણ ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી આ નોંધપાત્ર ઘટાડાને લઇ સંસ્ક્રુત ભાષા લુપ્ત થવાના આરે છે. એમ લાગી રહ્યુ છે. એક સમય હતો કે જ્યારે આ પાઠશાળામાં 120થી પણ વધુ વિદ્યાર્થીઓ સંસ્ક્રુત ભાષા શિખવા અહી આવતા હતા અને આજે માત્ર 70 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાત અનેક પાઠશાળાઓ હતી જ્યારે આજે માત્ર ગણતરીનીજ રહી છે જે બહુ ગંભીર બાબત છે

દિવસેને દિવસે સંસ્કૃત પાઠશાળાઓમાં થઇ રહ્યો છે ધટાડો
“દેવ” ભાષા સંસ્ક્રુતને બચાવાનુ કાર્ય હાલ સંસ્ક્રુત પાઠશાળાઓ કરી રહી છે. હિન્દુ ધર્મના “વૈદીક સંસ્ક્રુતીના રક્ષણ “ અને જતન માટે સંસ્ક્રુત ભાષાને અજર અમર રાખવી ખુબ જરુરી છે. ત્યારે સરકાર તરફથી આવી પાઠશાળાઓને પ્રોત્સાહિત કરી પુરતા અધ્યાપકોની જોગવાઇ કરવી જોઇએ.  હાલ સંસ્કૃત ભાષાના જાણકાર અધ્યાપકોની ઘણી ઉણપ હોય ત્યારે વિદ્યાર્થીઓને  તાલીમ પુરી પાડવામા પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. જરૂરીયાત મુજબની વ્યવસ્થા,આર્થીક મુશ્કેલી, અધ્યાપકોની સંખ્યાની અછત વગેરે જેવી બાબતોને લઇ પાઠશાળાઓ લુપ્ત થતી જઇ રહી છે.

Sanskrit-Pathshala-

સંસ્ક્રુત ભાષાને વિશ્વની સર્વ ભાષાની જનેતા કહેવાય છે
સંસ્ક્રુત ભાષાને લુપ્ત થતી બચાવવા માટે યોગ્ય પગલા નહી લેવાય તો આગામી સમયમા સંસ્ક્રુત ભાષાના જાણકાર અધ્યાપકોને શોધવા પણ મુશ્કેલ બની પડશે ત્યારે વિશ્વમા સંસ્ક્રુત ભાષા જ એક એવી ભાષા છે. કે જે રીતે બોલવામા ઉચ્ચારણ થાય એજ રીતે ટાઇપ પણ થઇ શકે છે. સંસ્ક્રુત ભાષાનુ જ્ઞાન ધરાવનાર વ્યક્તિ વિશ્વ માનવ બની શકે છે. સંસ્ક્રુત ભાષા ઉચ્ચ શોર્ય અને સંસ્કરનો ભંડાર છે. ત્યારે દેશમા આઇ.એ.એસ અને આઇ.પી.એસ જેવી કક્ષાની પદવી ધરાવતા અધીકારીઓ પણ સંસ્ક્રુત ભાષાના અભ્યાસુ રહ્યા છે. માટેજ સંસ્ક્રુત ભાષાને વિશ્વની સર્વ ભાષાની જનેતા કહેવાય છે, ત્યારે હિન્દુ સંસ્કુતી ને ટકાવી રાખવા વેદાભ્યાસ, શ્રીમદ ભાગવત ગીતા,વેદાંત, ઉપનિષદો વગેરે ગ્રંથોના અભ્યાસ માટે સંસ્ક્રુત ભાષાને ટકાવી રાખવી ખુબજ જરુરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news