નાઘેડી પરીક્ષા'કાંડ'ના ત્રણ વિધાર્થીઓ આજીવન નહિ ભણી શકે, ભીમાણીએ તપાસનું ઠીકરૂં સમિતિ પર કેમ ફોડ્યું?

વિદ્યાર્થીઓને સજા ફટકારવા માટેની ઈડીએસીની બેઠક સમયાંતરે મળતી રહે છે પરંતુ અધ્યાપકોને સજા ફટકારવા માટેની ઈડીઆઈસીની બેઠક ઘણા સમયથી નહીં મળી હોવાથી પ્રોફેસરોને બચાવવાનાં પ્રયત્નો હોવાની ચર્ચા કેમ્પસમાં ચાલી રહી છે.

નાઘેડી પરીક્ષા'કાંડ'ના ત્રણ વિધાર્થીઓ આજીવન નહિ ભણી શકે, ભીમાણીએ તપાસનું ઠીકરૂં સમિતિ પર કેમ ફોડ્યું?

ગૌરવ દવે/રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન નાઘેડીની સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજનાં પરીક્ષા ચોરીકાંડમાં ત્રણ વિદ્યાર્થીઓને આજીવન પરીક્ષા અને એડમિશનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઝી 24 કલાકે પ્રસારીત કરેલા અહેવાલની ધારદાર અસર પડી છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં EDACની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન નાઘેડી કોલેજમાં બી.કોમ સેમ-2ની પરીક્ષામાં ખુલ્લેઆમ પરીક્ષા ચોરીનાં દ્રશ્યોએ શિક્ષણ જગતમાં ચકચાર જગાવી હતી. જેમાં વીઆઈપી સુવિધા સાથે પરીક્ષા આપતા 3 વિધાર્થીઓ સામે મોડે મોડે કોપીકેસ કરવામાં આવ્યા હતા અને બાદમાં કોમર્સ કોલેજનું જોડાણ રદ કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રકરણ મામલે નાઘેડીકાંડના ત્રણ આરોપીઓને આજે ઇડીએસીની બેઠકમાં સજા કરવામાં આવી હતી હવેથી આ ત્રણેય આરોપીઓ આજીવન ભણી શકશે નહિ કે નહિ તો પ્રવેશ મેળવી શકશે.

જલદી કરજો, આજે સોના અને ચાંદીના ભાવમાં થયો છે ધરખમ ઘટાડો, 10 ગ્રામનો આ છે ભાવ
 
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિ ડો.ગિરીશ ભીમાણી જણાવ્યુ હતું કે, નાઘેડીની સ્વામિનારાયણ કોલેજમાં ચોરી પ્રકરણમાં ત્રણેય વિધાર્થીઓને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કે સંલગ્ન કોલેજમાં પ્રવેશ મેળવી શકશે નહિ. અમે બીજી તમામ યુનિવર્સીટીને પણ આ બાબતે જાણ કરીશું. આજની ઈડીએસી બેઠકમાં નાઘેડીની કોલેજના ત્રણ વિધાર્થીઓ સહીત અન્ય 57 વિધાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં બે વિધાર્થીઓને 1+8, બે વિધાર્થીઓને 1+4, એક વિધાર્થીને 1+6 જયારે અન્ય 52 વિધાર્થીઓને 1+1ની સજા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને સજા ફટકારવા માટેની ઈડીએસીની બેઠક સમયાંતરે મળતી રહે છે પરંતુ અધ્યાપકોને સજા ફટકારવા માટેની ઈડીઆઈસીની બેઠક ઘણા સમયથી નહીં મળી હોવાથી પ્રોફેસરોને બચાવવાનાં પ્રયત્નો હોવાની ચર્ચા કેમ્પસમાં ચાલી રહી છે.

ભીમાણીએ તપાસનું ઠીકરૂં સમિતી પર કેમ ફોડ્યું ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણી પહેલે થી જ ચોરી કૌંભાડમાં શંકાનાં દાયરામાં છે. જોકે ઝી 24 કલાકે પ્રો. ગીરીશ ભિમાણીને સવાલ કરવામાં આવ્યો કે, વિદ્યાર્થીઓ સામે પગલા લઇને કેમ સંતોષ માની લેવામાં આવ્યો ત્યારે તેનાં જવાબમાં પ્રો. ગીરીશ ભીમાણીએ બી.કોમ કોલેજનું જોડાણ રદ્દ કરવામાં આવ્યું. પરંતુ સવાલ એ છે કે, કોલેજનાં સંચાલકો અથવા તો જવાબદારો સામે કેમ કોઇ પગલા નહિં. તેનાં જવાબમાં પ્રો. ગીરીશ ભીમાણીએ તપાસનો રીપોર્ટ તપાસ કમિટીએ સોંપી દીધો છે પરંતુ સિન્ડીકેટ બેઠકનું કોરમ પૂર્ણ થાય તેવું ન હોવાથી રીપોર્ટ ખોલવામાં આવ્યો નથી અને તપાસ કમીટીએ શું તપાસ કરી છે તે રીપોર્ટ ખુલ્યા બાદ જ ખબર પડે તેવો જવાબ આપીને તપાસનું ઠીકરૂં કમિટી પર ફોડી દીધું હતું. 

ચોથા વિદ્યાર્થી મુદ્દે ત્રણ વિદ્યાર્થીઓનું કેમ મૌન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે મળેલી EDACની બેઠકમાં કમિટીનાં સભ્યોએ ત્રણેય વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે, તમારી સાથે ચોથો વિદ્યાર્થી ચોરી કરવામાં કોણ હતો. તે અંગે પહેલા તો વિદ્યાર્થીઓએ ચોથો કોઇ વ્યક્તિ જ નહોતો તેવો જવાબ આપ્યો હતો. પરંતુ બાદમાં કમિટીનાં સભ્યોએ વિડ્યો બતાવીને વિદ્યાર્થીઓને ચોરી કરતા ચાર વિદ્યાર્થીઓ બતાવવામાં આવ્યા હતા. જોકે આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ મૌન સેવી લીધું હતું. ચોરીની ઘટનામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવનાર સામે પહેલે થી જ સવાલો ઉઠી રહ્યા છે. તેની વચ્ચે ચોથો વિદ્યાર્થી કોણ છે તે અંગે વિદ્યાર્થીઓનું ભેદી મૌન અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news