ગુજરાત હાઇકોર્ટ આજે આપશે મહત્વપૂર્ણ ચૂકાદો: પત્નિને ઓરલ સેક્સ માટે મજબૂર કરવી રેપ ગણાય કે નહીં ?

ગુજરાત હાઈકોર્ટ અત્યારે એ નક્કી કરવાનો પ્રયત્ન કરી રહી છે કે પતિ દ્વારા પોતાની પત્નીને બળજબરીપૂર્વક ઓરલ સેક્સ માટે મજબુર કરવાની ઘટનાને બળાત્કાર કે વૈવાહિક ક્રૂરતાની શ્રેણીમાં ગણીને પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય કે નહીં? હાઈકોર્ટના જસ્ટીસ જે.બી.પારડીવાલા એક વ્યક્તિની અરજી પર વિચાર કરશે. 

ગુજરાત હાઇકોર્ટ આજે આપશે મહત્વપૂર્ણ ચૂકાદો: પત્નિને ઓરલ સેક્સ માટે મજબૂર કરવી રેપ ગણાય કે નહીં ?

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પારિવારિક વિવાદનો એક એવો કેસ સામે આવ્યો છે જેના પરિણામો લાંબા સમય સુધી સમાજ પર પડી શકે છે. ગુજરાત હાઈકોર્ટ અત્યારે એ નક્કી કરવાનો પ્રયત્ન કરી રહી છે કે પતિ દ્વારા પોતાની પત્નીને બળજબરીપૂર્વક ઓરલ સેક્સ માટે મજબુર કરવાની ઘટનાને બળાત્કાર કે વૈવાહિક ક્રૂરતાની શ્રેણીમાં ગણીને પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય કે નહીં? હાઈકોર્ટના જસ્ટીસ જે.બી.પારડીવાલા એક વ્યક્તિની અરજી પર વિચાર કરશે. જેની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી પોલીસ ફરીયાદને રદ્દ કરવા તેણે અરજી કરી છે.

આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે સરકારી વકિલ પાસે આ કેસ સંદર્ભે ભારતીય દંડસંહિતાની જોગવાઈની વિગતો માંગી છે. સાથે જ હાઈકોર્ટે અરજીકર્તાની પત્નીને નોટિસ ફટકારી છે. અરજીકર્તાનુ કહેવુ છે કે તે પરણિત છે, જેથી તેણે પોતાની પત્નીને કરાવેલ ઓરલ સેક્સ બળાત્કારની શ્રેણીમાં આવી શકે નહીં. લગ્ન જીવનમાં કોઈપણ સેક્સ બળાત્કાર ગણાય નહીં. 

શું છે કેસ
સાબરકાંઠમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરૂધ્ધ એફઆઇઆર નોંધાવતા જણાવ્યું છે કે તેનો પતિ તેને ઓરલ સેક્સ કરવા દબાણ કરી રહ્યો છે.આ પોલિસ ફરિયાદ સામે પતિએ હાઇકોર્ટમાં પીટીશન કરતાં દાદ માંગી છે તે પરિણીત છે અને પત્નિ સાથે સેક્સ કરવું તે રેપ કે શોષણ નથી.પતિએ પોલિસ ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે.

આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે સરકારી વકિલ પાસે આ કેસ સંદર્ભે ભારતીય દંડસંહિતાની જોગવાઈની વિગતો માંગી હતી. સાથે જ હાઈકોર્ટે અરજીકર્તાની પત્નીને નોટિસ ફટકારી છે. અરજીકર્તાનુ કહેવુ છે કે તે પરણિત છે, જેથી તેણે પોતાની પત્નીને કરાવેલ ઓરલ સેક્સ બળાત્કારની શ્રેણીમાં આવી શકે નહીં.

ઓરલ સેક્સ માટે પત્નીને મજબૂર કરવી એ રેપ કહેવાશે કે કેમ?'
હાઈકોર્ટ ઘણા બધા મુદ્દા પર સરકાર પાસેથી સ્પષ્ટતા માગી છે, જેમાં શું એક વિવાહિત સ્ત્રી તેના પતિ વિરુદ્ધ અપ્રાકૃતિક સેક્સ કર્યાનો આરોપ કરતી ફરિયાદ કલમ 377 દાખલ કરાવી શકે? જો પતિ તેની પત્નીને ઓરલ સેક્સ માટે મજબૂર કરે તો શું કૃત્ય IPC કલમ 498A હેઠળ ક્રૂર કૃત્ય કહેવાય? ઓરલ સેક્સ માટે પત્નીને મજબૂર કરવી એ IPCની કલમ 376 અંતર્ગત રેપ કહેવાશે કે કેમ?'

હાઈકોર્ટ મેરિટલ રેપની વ્યાખ્યા અંગે વધુ સ્પષ્ટતા ઈચ્છે છે. તેની વ્યાખ્યા કંઈક આ પ્રકારે છે.

"પુરુષ દ્વારા સ્ત્રી સાથે સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ, બળજબરીથી, ડરાવી-ધમકાવીને શારીરિક સંબંધ બાંધવા જેના માટે સ્ત્રીની અનુમતિ નથી."

જો કે આવા જ એક કેસમાં ગત ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, ૧૮ વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે જો આ પ્રકારની પ્રવૃત્તિ કરાય તો તે બળાત્કાર ગણાય.

તેમજ આ પહેલા દિલ્હી હાઈકોર્ટે પણ કેન્દ્ર સરકાર દ્વારા પતિ દ્વારા પત્નીને બળાત્કાર કેસમાં કેન્દ્ર સરકારનો મત માંગ્યો હતો. જેમાં કેન્દ્ર સરકારે પોતાના જવાબમાં જણાવ્યુ હતું કે જા આમ ગણવામાં આવશે તો લગ્ન વ્યવસ્થા ખતરામાં પડી શકે છે. તેમજ પત્નીઓ આ કાયદાનો ઉપયોગ પોતાના પતિને હેરાન કરવા માટે પણ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news