ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોને 18 ફેબ્રુઆરીએ કોર્ટ સંભળાવશે સજા, જાણો શહેરને રક્તરંજીત કરનાર ઘટનાની સમગ્ર કહાની

Ahmedabad Blast Verdict:  અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હજુ 8 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. અને માસ્ટમાઈન્ડ ભટકલ બંધુઓ સામે ટ્રાયલ બાકી છે. ભટકલ બંધુઓ સીમી સંગઠનના આતંકીઓ હોવાનું ખૂલ્યું હતું.

Feb 15, 2022, 03:18 PM IST

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનું દર્દ આજે પણ લઈને ફરે છે પીડિતો, આજે મળશે ખરો ન્યાય

આજથી 14 વર્ષ પહેલા અમદાવાદમાં બનેલી એક ગુજારી ઘટના અમદાવાદના ઇતિહાસમાં હંમેશા કાળા અક્ષરે લખાશે કેમ કે 14 વર્ષ પહેલા અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની કુરણ ઘટના બની હતી. રંગીન અમદાવાદ લોહીયાળ બન્યુ હતું. ઘટનાને નજરે જોનારા લોકો આજે પણ તેને ભૂલી શક્યા નથી. અમદાવાદના જુદા જુદા 20 સ્થળોએ 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં હાટકેશ્વર, મણિનગર, સિવિલ જેવા અનેક સ્થળોનો સમાવેશ થતો હતો. જ્યા લોકોની ભીડ વધારે હોય તેવા વિસ્તારોને આંતકવાદીઓએ નિશાના પર લીધા હતા. આજે પણ તે ઘટનાને નજરે જોનારા લોકો ભગવાને પ્રાર્થના કરે છે કે કયારે કોઇ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ ન થાય. રડતી આંખે ઘાયલોને સારવાર માટે પહોંચાડતા લોકો આજે તે ઘટનાને યાદ કરી રડે છે.

Feb 8, 2022, 08:52 AM IST

ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: 'મુસ્લિમ પતિને બીજી સ્ત્રી સાથે દરેક સંજોગોમાં સહવાસ કરવાનો હક નથી'

આજે લગ્ન હકોને ભોગવવા મામલે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે, મુસ્લિમ ધર્મના પર્સનલ લો પ્રમાણે મુસ્લિમોમાં બહુપત્નીત્વનો સ્વીકાર કરાયો છે. દરેક ધર્મના પર્સનલ લોને ભારતના બંધારણના અનુસંધાને જોવા પડે.

Dec 30, 2021, 03:37 PM IST

હાઈકોર્ટે AMC ની ઝાટકણી કાઢીને પૂછ્યું, શું સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું જોઇએ

ગુજરાતમાં નોનવેજ અને ઈંડાની લારી હટાવવાનો મામલો ગુજરાત હાઈકોર્ટ (gujarat highcourt) પહોંચ્યો છે. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે AMC ના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યુ કે, શું તમે નક્કી કરશો કે બહાર મારે શું ખાવાનું છે? સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું? તમે લોકોની ઈચ્છાની ચીજ ખાવાથી કઈ રીતે રોકી શકો?

Dec 9, 2021, 02:10 PM IST

ચાલુ સુનાવણીમાં ફોનની રીંગ વાગતા ચીફ જસ્ટિસ થયા લાલઘૂમ, કર્યો દંડ લેવાનો આદેશ

ગુજરાત હાઈકોર્ટ (gujarat highcourt) માં એક કેસની સુનવણી દરમ્યાન એક વૃદ્ધના ફોનની રીંગ વાગતા ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી અને સાથે જ ટકોર કરી હતી કે, કોર્ટનું ડેકોરમ (court decorum) તો દરેકે જાળવવું જ પડે. ત્યારે આ ઘટના બાદ હાઈકોર્ટમાં મોબાઈલ માટે દંડ લેવાશે. હવે પછી કોઈના પણ મોબાઈલ ફોનની રીંગ કોર્ટમાં વાગશે તો પહેલીવાર 100 રૂપિયા અને બીજીવાર વાગશે તો 500 રૂપિયા તેમજ ત્રીજીવાર વાગશે તો 1000 રૂપિયા દંડ વસુલવામાં આવશે. તેમજ ફોન સાંજે 5 વાગ્યા સુધી જમા લઈ લેવા માટે રજિસ્ટ્રારને આદેશ કરાયો છે. 

Dec 2, 2021, 10:14 AM IST

સિંહની પજવણી મુદ્દે હાઈકોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો, કહ્યું-ગીરમાં સિંહોને શાંતિથી જીવવા દો

ગીરના સિંહો (gir lions) ગુજરાતનું ગૌરવ છે. આ કારણે જ વિશ્વભરના પ્રવાસીઓની નજર ગીરની સફારી પર રહે છે. ગીરની સફારી (lion safari) માણવા આવનારા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. આવામાં તાજેતરમાં જ પ્રવાસીઓની વચ્ચે ઘેરાયેલા સિંહની તસવીર વાયરલ થઈ હતી. ત્યારે ગીરના જંગલમાં વનરાજાની પજવણીની હાઈકોર્ટે (gujarat highcourt) ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે સરકારને ટપારતા કહ્યું કે, સિંહોને તેના વિસ્તારમાં શાંતિથી જીવવા દો. લાયન સફારીમાં ઘટાડો કરો. 

Nov 27, 2021, 10:20 AM IST

સત્યમેવ જયતે : ન્યાય પ્રણાલીને પારદર્શક બનાવવાની ગુજરાત હાઈકોર્ટની પહેલ અન્ય રાજ્યો સુધી પહોંચી

  • ગુજરાત હાઈકોર્ટના યુટ્યુબ પેજ પર 79,003 હજાર સબ્સક્રાઈબર્સ થઈ ગયા
  • ઘરે બેસીને કોર્ટની તમામ કાર્યવાહી જોઈ શકાશે
  • ન્યાય પ્રણાલી પર લોકોનો વિશ્વાસ બેસે તેવો ગુજરાતનો પ્રયાસ 

Oct 14, 2021, 07:01 PM IST

અમિત જેઠવા મર્ડર કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોધાને મળ્યા જામીન

અમિત જેઠવા હત્યા કેસ (Amit Jethwa murder case) માં દિનુ બોઘાને હાઈકોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટે (gujarat highcourt) દીનુ બોધાના જામીન મંજૂર કર્યાં છે. દિનુ બોઘાની સજા કોર્ટે મોકૂફ રાખી છે. કોર્ટે શરતોને આધીન દિનુ બોઘાના જામીન મંજૂર કર્યાં છે. પરંતુ હાઈકોર્ટે શરત મૂકી છે કે, દિનુ બોઘા હાઈકોર્ટની પરવાનગી વગર દેશ નહિ છોડી શકે. સાથે જ તેણે પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે. હાઈકોર્ટે 1 લાખના બોન્ડ પર દિનુ બોઘાને જામીન આપ્યા છે. સાથે જ દર મહિનાની પહેલી તારીખે પોલીસ સ્ટેશનમાં  હાજરી આપવી પડશે તેવુ હાઈકોર્ટે જણાવ્યું. 

Sep 30, 2021, 12:08 PM IST

મારી મમ્મી 3 પુરુષો સાથે લિવ ઈનમાં છે, તેમાંથી એકને હું બાળપણમાં મામા કહેતો... દીકરાની હાઈકોર્ટમાં રજૂઆત

ગુજરાત હાઈકોર્ટ (gujarat highcourt) માં એક દીકરાએ કરેલી અરજી ભારે ચર્ચા જગાવનારી છે. 18 વર્ષીય દીકરાએ હાઈકોર્ટમાં કહ્યું કે, તેની માતા 3 અલગ અલગ પુરુષો સાથે લીવ ઈન (live in relationship) માં રહે છે. તેમ છતા તેના પિતા પાસેથી 18 વર્ષથી ભરણપોષણ મેળવે છે. ત્યારે દીકરાએ આ ભરણપોષણ બંધ કરાવવા અરજી કરી છે.

Sep 8, 2021, 09:51 AM IST

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ, કોરોનાકાળમાં કોલેજે કાઢી મૂકેલા વિદ્યાર્થીને ફરી એડમિશન આપો

ગુજરાત હાઇકોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. કોરોનાકાળં એડમિશન રદ્દ કરનાર કોલેજો સામે હાઈકોર્ટ (gujarat highcourt) નો દિશા સૂચક ચુકાદો આવ્યો છે. કોવિડ મહામારીમાં પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓના એડમિશન (admission) રદ્દ ન કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. કોવિડને કારણે અનેક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં ગયા હોવાનો કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે. 

Sep 3, 2021, 07:38 AM IST

લવ જેહાદ કાયદા મામલે હાઈકોર્ટનું કડક વલણ, ગુજરાત સરકારને આપ્યો મોટો ઝટકો

લવ જેહાદ વિરોધી કાયદા (love jihad law) મામલે હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. ફરી એકવાર હાઈકોર્ટે (gujarat highcourt) સરકારને ઝટકો આપ્યો છે. ધર્મ સ્વાતંત્ર્ય સુધારા કાયદામાં કલમ 5 પરનો સ્ટે હટાવવાની માંગ ફગાવવામાં આવી છે. કાયદેસરનું ધર્માંતરણ કરવા માટે કલેક્ટરની પરવાનગી જરૂરી હોવાની એડવોકેટ જનરલની રજુઆત હતી. અરજદારના વકીલે સરકારની અરજીનો વિરોધ કર્યો હતો. કાયદામાં લગ્નથી ધર્માંતરણને ગેરકાયદે બનાવવાનો સરકારનો પ્રયાસ કરે છે તેવો આરોપ અરજદારે લગાવ્યો હતો. સરકારની માંગ યોગ્ય ન હોવાની રજૂઆત પણ અરજદારે કરી હતી. જેના પગલે હાઈકોર્ટ કલમ 5 પરનો સ્ટે યથાવત રાખ્યો હતો. 

Aug 26, 2021, 01:59 PM IST

લવ જેહાદ અંગે મોટા સમાચાર : કાયદાની કેટલીક કલમોની અમલવારી પર હાઈકોર્ટનો મનાઈ હુકમ

લવ જેહાદ (love jihad) ના કાયદા બાબતે મોટા સમાચાર સામે આવ્યા છે. લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ

Aug 19, 2021, 12:12 PM IST

લહ જેહાદના ગુજરાતના પહેલા કેસમાં આવ્યો જબરદસ્ત મોટો વળાંક, યુવતી ગુજરાત હાઈકોર્ટ પહોંચી

ગુજરાત સરકાર રાજ્યમાં લવ જેહાદ (love jihad) નો કાયદો લઈ આવી છે. જેના બાદ સૌથી પહેલો કેસ વડોદરામાં નોંધાયો હતો. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિએ મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવીને તેની સાથે પહેલા મૈત્રી કરી હતી અને બાદમાં ફોસલાવીને લગ્ન કર્યા હતા. સમગ્ર મામલો કાયદો બન્યા બાદ બહાર આવ્યો હતો. પરંતુ આ કેસમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. મહિલાએ  FIRને રદ કરી પતિને જામીન મળે તે માટે ગુજરાત હાઈકોર્ટ (gujarat highcourt) ના દરવાજા ખખટાવ્યા છે. 

Aug 13, 2021, 04:17 PM IST

‘ધારાસભ્યના દીકરાને કોઇ ફરિયાદ કરે તો તેને તડીપાર કરવાના? તમે રજવાડું ચલાવો છો?’

ગોધરાના ધારાસભ્ય સીકે રાઉલજી (ck raulji) ના પુત્રની ફરિયાદનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. જેમાં હાઈકોર્ટે વહીવટી તંત્રની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. સીકે રાઉલજીના પુત્રને ફરિયાદ કરનારને તડીપાર કરવાના કિસ્સામાં હાઈકોર્ટે (gujarat highcourt) આકરા શબ્દોમાં કહ્યું કે, કોઇ જનપ્રતિનિધિના દીકરાને કામોનો  હિસાબ માગી ફરિયાદ કરે તો તેને તડીપાર કરી દેવાનો ? તમે કો રજવાડું ચલાવો છો? સાથે જ હાઈકોર્ટે આ પ્રકારની કાર્યવાહી યોગ્ય છે કે નહીં તેની સ્પષ્ટતા કરવા વહીવટી તંત્રને જણાવ્યું છે. તેમજ ધારાસભ્ય સી.કે. રાઉલજીને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. 

Aug 3, 2021, 07:37 AM IST

ગુજરાતમાં ફરી આવી સરકારી નોકરીની તક, 7 ઓગસ્ટ સુધી કરી શકાશે એપ્લિકેશન

ગુજરાત હાઈકોર્ટે (gujarat highcourt) લીગલ આસિસ્ટન્ટના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર થશે. આવામાં આ પદ પર આવેદન કરવા માટે ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓનલાઈન અરજી (jobs) કરી શકે છે. ઓનલાઈન અરજી 26 જુલાઈ, 2021 થી શરૂ થઈ છે. તો ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 10 ઓગસ્ટ, 2021 છે. 

Aug 1, 2021, 03:58 PM IST

હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, માસ્ક નહી પહેરનાર વેપારીને પાસા, તો રાજકીય નેતાઓને કેમ નહિ?

ત્રીજી લહેર ઘાતક બનીને તૂટી પડવાની છે તેવા સંકેત છે. આ વચ્ચે પણ લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યા. તેમજ રાજકીય નેતાઓ પણ ખુલ્લેઆમ માસ્ક વગર ફરતા દેખાય છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે (gujarat highcourt) સરકારને વધુ એક ફટકાર લગાવી છે. માસ્ક ન પહેરનારને પાસા કરવાની સૂચના આપીને ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો છે. 

Jul 30, 2021, 08:37 AM IST

ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો સાસુ-વહુનો ઝઘડો, સાસુને ખખડાવીને કોર્ટે 10 હજાર દંડ ફટકાર્યો

સાસુ વહુના ઝઘડાનો વિચિત્ર કિસ્સો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. સરકારી નોકરી (government job) માં પુત્રવધુની નિમણૂંક રદ કરવા સાસુએ હાઈકોર્ટ (gujarat highcourt) ના દરવાજા ખખટાવ્યા હતા. પરંતુ હાઈકોર્ટે સાસુની અરજી ફગાવી દીધી છે. તેમજ Hc એ આવી અર્થહીન અરજી કરવા બદલ સાસુને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે આ મામલે કહ્યું કે, સાસુ વહુના  ઝઘડામાં અંગત પ્રકારનું વેર રાખીને અરજી કરવામાં આવી છે. 

Jul 29, 2021, 10:42 AM IST

સમાજમાં દીકરીઓને સુરક્ષિત રાખવી છે, તેથી એસિડ એટેકના દોષિતને જામીનમુક્ત કરવો યોગ્ય નથી : હાઈકોર્ટ 

આપણા સમાજમાં આજે પણ મહિલાઓ પર એસિડની ઘટના બની રહી છે. આ પણ મહિલાઓ આજે પણ કહેવાતા સભ્ય અને શિક્ષિત સમાજમાં આ રીતે મહિલાની સતામણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે (gujarat highcourt) આવી ઘટનાઓની ગંભીરતાથી નોંધ લીધો છે. હાઈકોર્ટે કહ્યું કે, એસિડ એટેક (acid attack) ના દોષિતને જામીન મુક્ત કરવો યોગ્ય નથી.

Jul 27, 2021, 08:15 AM IST

‘પ્રાગસર તળાવ સુકાયુ એનો અર્થ એવો નથી કે ત્યાં પોલીસ પરેડ કરે’હાઈકોર્ટે સરકારને ટકોર્યા

ભૂજના ઐતિહાસિક (bhuj history) પ્રાગસર તળાવ પર બાંધકામ સામે હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલ મામલે હાઈકોર્ટે (gujarat highcourt) સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ વેધક ટકોર કરતા કહ્યું કે, જો તળાવ સુકાઈ જાય તો એનો અર્થ એવો નથી કે ત્યાં પોલીસ પરેડ કરે. કચ્છ વરસાદી અછતવાળો પ્રદેશ છે, ત્યારે સરકારે ત્યાર જળસંચય થાય એવા પ્રોજેક્ટ વિકસાવવા જોઈએ. 

Jul 25, 2021, 12:36 PM IST

ગુજરાત હાઈકોર્ટનો રૂપાણી સરકારને આદેશ, ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરો

કોરોના મામલે હાઈકોર્ટે (gujarat highcourt) ફરીથી ગુજરાત સરકારને અનેક મામલે ટકોર્યા છે. ત્રીજી લહેર (third wave) આવવાની છે ત્યારે કોરોના મામલે થયેલી સુઓમોટોમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર (gujarat government) ને અનેક સૂચનો અને  આદેશ કર્યા છે. 

Jul 23, 2021, 04:02 PM IST