સુરતમાં મળ્યુ ‘ઘૂલ કા ફૂલ’ : બાળક મૂકીને જતા માતાપિતા સીસીટીવીમાં દેખાયા
Surat News : સુરતના અડાજણ વિસ્તારમાં 2 માસનું ત્યજી દેવાયુ બાળક મળી આવ્યું, ઝી 24 કલાકે રજૂ કરેલા અહેવાલ બાદ સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ બાળકના ઉછેરની જવાબદારી સ્વીકારી
Trending Photos
Surat News ચેતન પટેલ/સુરત : સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કેબલ બ્રિજના ફૂડ પાર્ટ પાસે બે મહિનાનો બાળક મળી આવ્યું છે. આજે સવારે કેબલ બ્રિજ પાસેથી દંપતિ પસાર થઈ રહ્યા હતા. તે સમયે બાળકનો અચાનક રડવાનો અવાજ આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. જેના પછી તાત્કાલિક અડાજણ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના દોડી આવ્યા હતા અને બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોતાનું પાપ છૂપાવવા માટે કોઈ શખ્સ બાળકને મૂકી ગયું હોવાની શંકા હાલ સેવાઈ રહી છે. ત્યારે આ બાળક કોનું છે અને કયા કારણોસર મૂકી ગયું તે દિશામાં હાલ અડાજણ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ 317 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ઝી 24 કલાકે આ વિશે અહેવાલ રજૂ કર્યો હતો. જેની અસર જોવા મળી છે. સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ તેની જવાબદારી ઉઠાવવાની તૈયારી બતાવી. સમાજ માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે.
બાળકને મૂકીને માતાપિતા નાસી ગયા
બાળક મળવાની ઘટના બાદ સુરત પોલીસે તાત્કાલિક તેના માતાપિતા માટે શોધ ચલાવી હતી. જેમાં સુરત પોલીસને સીસીટીવીમાં સફળતા મળી છે. આ સીસીટીવીમાં બાળકને ત્યજી દેનારા માતાપિતા દેખાઈ રહ્યાં છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી તપાસવાનું શરૂ કરાયું છે. ત્યારે બાળકને ત્યજીને માતાપિતા ક્યાં જઈ રહ્યાં છે તેવું અન્ય સીસીટીવીમાં પોલીસ શોધી રહી છે.
મહિલા કોન્સ્ટેબલે આપી માતાની હૂંફ
સુરતના અડાજણ વિસ્તારના કેબલ બ્રિજ પાસે બે મહિનાનું બાળક મળી આવ્યા બાદ મહિલા કોન્સ્ટેબલ મમતા મકવાણાએ તેને મમતાની ગરજ સારી. નવી સિવિલ હોસ્પિટલમાં મમતબેને બાળકની માતા બની સાર સંભાળ રાખી રહી છે. આ મામલે પોલીસે અજાણ્યા ઈસમ વિરોધ 317 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાળક ક્યાંથી આવ્યું, ક્યાં કારણોસર કોણ મૂકી ગયું તે પોલીસ તાપસ બાદ જ બહાર આવશે. પરંતું ઝી 24 કલાકના અહેવાલ બાદ દર્શકો પણ બાળકની જવાબદારી ઉપાડવા ફોન કરી રહ્યા છે. પોલીસની SHE ટીમ બાળકનું ધ્યાન રાખી રહી છે.
માસૂમ બાળકને ત્યજી દેનારા સામે લોકોએ ફિટકાર વરસાવી હતી. ઝી 24 કલાક પર અનેક લોકોએ સંપર્ક કરીને બાળકને ઉછેરવાની જવાબદારી બતાવી હતી. તો સાથે જ માસુમની જિંદગી સાથે ખિલવાડ કરનારા માતાપિતા સામે ફિટકાર વરસાવ્યો હતો. એક દર્શકે ઝી 24 કલાક પર ફોન કરીને બાળકને દત્તક લેવાની તૈયાર બતાવી. તેઓએ કહ્યું કે, તેમને સંતાનમાં 7 દીકરીઓ છે, છતાં તેઓ આ બાળકની જવાબદારી લેવા તૈયાર છે. તેમની ત્રણ દીકરીઓના લગ્ન થઈ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે