વડોદરામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત

ઘર પાસે કાર પાર્ક કરીને નીચે ઉતરતી વખતે વીજ કરંટ લાગ્યો છે.

 

વડોદરામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત

વડોદરાઃ જીઈબીના થાંભલામાંથી કરંટ લાગતા બે લોકોના મોત નિપજ્યા છે. ઘર પાસે કાર પાર્ક કરીને નીચે ઉતરતી વખતે વીજ કરંટ લાગ્યો છે. પાણીમાં કરંટ હોવાથી બે લોકોને નીચે પગ મુકતા જ કરંટ લાગ્યો હતો અને તેમના મોત નિપજ્યા છે. આ ઘટના રાજેશ ટાવર પાસે આવેલા ઓલ માઈટી એવન્યુ સોસાયટીમાં બની છે. જ્યાં કરંટ લાગવાથી એક મહિલા અને એક પુરૂષનું મોત થયું છે. ઘટના બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા. લોકોમાં જીઈબીની બેદરકારી સામે રોષ જોવા મળ્યો છે. પાણીમાં કરંટ હોવાથી આ અંગેની ફરિયાદ જીઈબીને કરાઈ હતી પરંતુ તેમ છતાં પાવર બંધ ન કરતા આ ઘટના બની હોવાનું લોકો કહી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news